By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 months ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 months ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    2 months ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: સંકટની સાકર પર સરકારનો કડક ચાબુખ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

સંકટની સાકર પર સરકારનો કડક ચાબુખ

Editor
Last updated: 2026/05/14 at 4:08 PM
5 months ago
Share
SHARE

ઇરાન યુદ્ધની વૈશ્વિક અસર વચ્ચે ભારત સતર્ક

સંકટની સાકર પર સરકારનો કડક ચાબુખ

ખાંડની નિકાસ સપ્ટેમ્બર-2026 સુધી બંધ, ભાવવધારો અટકાવવા કેન્દ્રનો મોટો દાવ

અગ્ર ગુજરાત, નવી દિલ્હી

મધ્ય પૂર્વમાં ભડકેલા ઇરાન યુદ્ધના કારણે વૈશ્વિક વેપાર, ક્રૂડ ઓઈલ, ખાદ્ય સુરક્ષા અને કોમોડિટી માર્કેટમાં સર્જાયેલા અનિશ્ચિત માહોલ વચ્ચે ભારત સરકારે વધુ એક મોટું આર્થિક અને વ્યૂહાત્મક પગલું ભર્યું છે. ગઈકાલે સોના-ચાંદી પર આયાત ડ્યુટીમાં વધારો કર્યા બાદ હવે કેન્દ્ર સરકારે દેશમાંથી થતી ખાંડની નિકાસ પર સખ્ત પ્રતિબંધ મૂકી દેશની આંતરિક બજાર વ્યવસ્થાને સુરક્ષિત કરવાની દિશામાં કાર્યવાહી શરૂ કરી છે.
સરકારે જાહેર કરેલા નવા આદેશ મુજબ કાચી ખાંડ, સફેદ ખાંડ અને રિફાઇન્ડ ખાંડ આમ ત્રણેય પ્રકારની ખાંડની નિકાસ પર તાત્કાલિક અસરથી રોક લગાવવામાં આવી છે અને આ પ્રતિબંધ સપ્ટેમ્બર-2026 સુધી અમલમાં રહેશે. જોકે પરિસ્થિતિ ગંભીર બનશે તો આ સમયગાળો વધુ લંબાવવામાં પણ આવી શકે છે તેવો સંકેત પણ સરકારે આપ્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી દેશના ખાંડ ઉદ્યોગ, વેપારીઓ, નિકાસકારો તેમજ શેરબજાર સુધીમાં ભારે ચર્ચા જાગી છે. ખાંડ એ સામાન્ય માણસના રોજિંદા જીવન સાથે સીધો સંબંધ ધરાવતી ચીજ હોવાથી સરકાર કોઈપણ કિંમતે સ્થાનિક બજારમાં તેના ભાવ બેકાબૂ બને તે પહેલાં નિયંત્રણમાં રાખવા માંગે છે.
ઇરાન અને પશ્ચિમ દેશો વચ્ચે વધી રહેલા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇન પર દબાણ વધી રહ્યું છે. ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો, સમુદ્રી માર્ગોમાં જોખમ, વીમા ખર્ચમાં વધારો અને કોમોડિટી બજારમાં અસ્થીરતા – આ તમામ પરિસ્થિતિઓના કારણે ભારત સરકારે પહેલેથી જ પ્રિવેન્ટિવ એક્શન મોડ શરૂ કર્યો છે. સરકારના આર્થિક સલાહકારોનું માનવું છે કે જો વૈશ્વિક સંકટ લાંબુ ચાલશે તો ખાદ્ય ચીજવસ્તુઓના ભાવોમાં વધુ ઉછાળો આવી શકે છે. ખાંડનો ઉપયોગ માત્ર ઘરગથ્થુ સ્તરે જ નહીં પરંતુ મીઠાઈ, કોલ્ડ ડ્રિન્ક, બેકરી, ફૂડ પ્રોસેસિંગ અને દવા ઉદ્યોગમાં પણ મોટા પ્રમાણમાં થાય છે. આવી સ્થિતિમાં સ્થાનિક બજારમાં પૂરતો જથ્થો જળવાઈ રહે તે જરૂરી માનવામાં આવી રહ્યું છે.
સરકારનો સ્પષ્ટ મત છે કે દેશની જરૂરિયાત પૂરી કર્યા બાદ જ નિકાસને પ્રાથમિકતા અપાઈ શકે. છેલ્લા કેટલાક મહિનાથી ખાદ્ય મોંઘવારી સતત ચર્ચામાં છે. દાળ, ખાદ્ય તેલ, શાકભાજી બાદ હવે ખાંડના ભાવમાં તેજી આવે તેવી આશંકા વચ્ચે સરકારે સમયસર હસ્તક્ષેપ કર્યો હોવાનું માનવામાં આવે છે. ખાંડ ઉદ્યોગ સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે આ પ્રતિબંધથી દેશની અંદર લાખો ટન ખાંડનો વધારાનો જથ્થો ઉપલબ્ધ રહેશે. તેના કારણે બજારમાં સપ્લાય જળવાઈ રહેશે અને તહેવારો દરમિયાન ભાવોમાં અચાનક ઉછાળો આવવાની શક્યતા ઘટશે.
સરકારના નિર્ણય બાદ ખાંડ નિકાસ સાથે જોડાયેલી કંપનીઓમાં ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને બ્રાઝિલ બાદ વિશ્વના સૌથી મોટા ખાંડ ઉત્પાદક દેશોમાં ભારતનો સમાવેશ થતો હોવાથી ઘણા નિકાસકારોએ વિદેશી બજારો માટે પહેલેથી જ કરારો કર્યા હતા. હવે નવા ઓર્ડર અટકી શકે છે. પરંતુ બીજી તરફ સ્થાનિક વેપારીઓ અને રિટેલ બજાર સાથે જોડાયેલા વર્ગે સરકારના નિર્ણયને આવકાર્યો છે. વેપારીઓનું કહેવું છે કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડના ભાવમાં વધારાની હલચલ શરૂ થઈ ગઈ હતી. જો નિકાસ ચાલુ રહેત તો સ્થાનિક બજારમાં પણ ઝડપથી ભાવ વધતા.
સરકારે સંપૂર્ણ પ્રતિબંધ છતાં કેટલીક વિશેષ કેટેગરીને રાહત આપી છે. યુરોપિયન યુનિયન (EU) અને અમેરિકા માટે CXL તથા TRQ ક્વોટા હેઠળ થતી નિકાસ ચાલુ રહેશે.
એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળની નિકાસને પણ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. જે કન્સાઇનમેન્ટ્સ પહેલેથી જ એક્સપોર્ટ પાઇપલાઇનમાં છે અથવા બંદરો સુધી પહોંચી ચૂક્યા છે તેમને પણ રાહત આપવામાં આવી છે. આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય વેપાર કરારો પર સીધી નકારાત્મક અસર ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું નિષ્ણાતો માને છે. ખાંડ નિકાસ પર પ્રતિબંધ લાગતા ખાંડ ઉદ્યોગ સાથે જોડાયેલી કંપનીઓના શેરોમાં પણ મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી શકે છે. નિકાસ આધારિત કંપનીઓને ટૂંકાગાળે નુકસાન થવાની શક્યતા છે, જ્યારે સ્થાનિક વેચાણ ઉપર આધારિત કંપનીઓને ફાયદો થઈ શકે છે.
માર્કેટ વિશ્લેષકોનું માનવું છે કે જો સરકાર લાંબા સમય સુધી નિકાસ રોકશે તો મિલો પાસે વધારાનો સ્ટોક ઉભો થઈ શકે છે, જેના કારણે કંપનીઓની વર્કિંગ કેપિટલ ઉપર દબાણ વધશે. જોકે ગ્રાહક બજાર માટે આ સ્થિતિ ફાયદાકારક ગણાશે.
ખાંડ ઉદ્યોગનો સીધો સંબંધ શેરડી ખેડૂતો સાથે જોડાયેલો છે. જો સ્થાનિક બજારમાં ખાંડના ભાવ નિયંત્રણમાં રહેશે તો મિલોની આવક પર અસર પડી શકે છે અને તેનો પ્રભાવ શેરડીના ભાવ ચુકવણી પર પણ પડી શકે છે. જોકે સરકાર ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને ઇથેનોલ બ્લેન્ડિંગ અને બફર સ્ટોક જેવી નીતિઓ દ્વારા સંતુલન જાળવવાનો પ્રયાસ કરી શકે છે. આવતા મહિનાઓમાં દેશભરમાં તહેવારોની સીઝન શરૂ થવાની છે. રક્ષાબંધનથી લઈને દિવાળી સુધી મીઠાઈ અને ફૂડ ઇન્ડસ્ટ્રીમાં ખાંડની માંગ ભારે વધે છે. આવા સમયમાં ખાંડના ભાવ વધે તો સીધી અસર સામાન્ય માણસના બજેટ ઉપર પડે. સરકાર આ સ્થિતિ પહેલેથી જ નિયંત્રિત કરવા માંગે છે.
આર્થિક નિષ્ણાતો માને છે કે સરકારે સોના-ચાંદી પર ડ્યુટી વધારો અને હવે ખાંડ નિકાસ પ્રતિબંધ જેવા પગલાં લઈને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે વૈશ્વિક સંકટ વચ્ચે ભારત પોતાની આંતરિક આર્થિક સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપી રહ્યું છે.

બજારમાં શું અસર પડશે ?

ખાંડના ભાવમાં મોટો ઉછાળો અટકશે
સ્થાનિક બજારમાં વધારાનો સ્ટોક ઉપલબ્ધ રહેતા રિટેલ ભાવો નિયંત્રણમાં રહી શકે છે. તહેવારો દરમિયાન કૃત્રિમ અછત સર્જાવાની શક્યતા ઘટશે.

વેપારીઓ માટે શું બદલાશે ?

નિકાસકારોને ઝટકો, સ્થાનિક વેપારમાં તેજી
વિદેશી ઓર્ડર અટકતા નિકાસકારોની આવક ઘટી શકે છે, પરંતુ સ્થાનિક હોલસેલ અને રિટેલ વેપારમાં સપ્લાય વધવાથી વ્યવહાર વધી શકે છે.

દેશને શું મોટો ફાયદો ?

ખાદ્ય સુરક્ષા વધુ મજબૂત બનશે
યુદ્ધ અને વૈશ્વિક સંકટ વચ્ચે દેશની અંદર પૂરતો જથ્થો જાળવવાથી ખાદ્ય સુરક્ષા મજબૂત રહેશે અને મોંઘવારી ઉપર નિયંત્રણ રહેશે.

શેરબજાર ઉપર કેવી અસર ?

ખાંડ કંપનીઓના શેરોમાં અસ્થિરતા,
નિકાસ આધારિત કંપનીઓમાં દબાણ વધી શકે છે જ્યારે સ્થાનિક બજાર ઉપર આધારિત કંપનીઓને ટૂંકાગાળે લાભ મળી શકે છે.

સરકારનો લાંબા ગાળાનો સંદેશ

દેશ પહેલા, નિકાસ પછીની નીતિ સ્પષ્ટ
કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે વૈશ્વિક સંકટ વચ્ચે દેશની આંતરિક જરૂરિયાત અને સામાન્ય માણસના હિતને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.

You Might Also Like

કાલે લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવશે મોદી

UPI પેમેન્ટ હવે સંપૂર્ણ ફ્રી નહીં રહે?

ખાનગી હોસ્પિટલની સારવાર સરકારી કરતાં 8 ગણી મોંઘી

વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી હાહાકાર, 8 ના મોત

10 ઓગસ્ટ સુધીમાં આવક 8.11 લાખ કરોડે પહોંચી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?