By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    8 hours ago
    માનવ સેવા શરીરનું કર્તવ્ય ભગવાનની સેવા આત્માનું કર્તવ્ય
    માનવ સેવા શરીરનું કર્તવ્ય ભગવાનની સેવા આત્માનું કર્તવ્ય
    8 hours ago
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    2 weeks ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: વેરાવળમાં ફિલ્મીઢબે ફાયરીંગ કરી હત્યા નિપજાવનાર એફ એમ ગ્રૂપના ચારેય આરોપીઓની ધરપકડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગીર સોમનાથ

વેરાવળમાં ફિલ્મીઢબે ફાયરીંગ કરી હત્યા નિપજાવનાર એફ એમ ગ્રૂપના ચારેય આરોપીઓની ધરપકડ

Editor
Last updated: 2026/05/22 at 4:05 PM
4 days ago
Share
વેરાવળમાં ફિલ્મીઢબે ફાયરીંગ કરી હત્યા નિપજાવનાર એફ એમ ગ્રૂપના ચારેય આરોપીઓની ધરપકડ
SHARE

વેરાવળમાં ફિલ્મીઢબે ફાયરીંગ કરી હત્યા નિપજાવનાર એફ એમ ગ્રૂપના ચારેય આરોપીઓની ધરપકડ

પિસ્તોલ-જીવતા કાર્ટુસો સાથે કેશોદ બાયપાસ અને ઉમરેઠી ડેમ વિસ્તારમાંથી ઝડપી લીધા

ઘંધાકીય હરીફાઈની અદાવત અને ચુંટણીના મનદુઃખના કારણે હત્યા કરી હોવાનો પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો

 

અગ્ર ગુજરાત, ગીર સોમનાથ

સંવેદનશીલ વેરાવળમાં દિનદહાડે થયેલ ચકચારી ફાયરિંગ વિથ મર્ડરની ઘટનામાં પોલીસને મોટી સફળતા મળવાની સાથે ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. આ સરાજાહેર થયેલ ફાયરીંગની ઘટનામાં તુરક સમાજના જાવીદ તજવાણીના મોત બાદ સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી હતી. ત્યારે ગીર સોમનાથ પોલીસે માત્ર 24 કલાકની અંદર જ ઘટનાને અંજામ આપનાર મુખ્ય શુટર કુખ્યાત એફ એમ ગ્રૂપના ફારૂક મૌલાના સહિત ચાર આરોપીઓને ઝડપી પાડયા છે. આ સાથે હત્યામાં ઉપયોગ થયેલ દેશી રીવોલ્વર અને બે જીવતા કાર્ટુસ કબ્જે કરવામાં આવ્યા છે. આ હત્યા ટ્રાન્સપોર્ટના ધંધાની અદાવત અને ચૂંટણી દરમ્યાન થયેલા મનદુઃખના કારણે કરવામાં આવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે.

વેરાવળના સોમનાથ ટોકીઝ નજીક ગઇકાલે બપોરે ફિલ્મી સ્ટાઇલમાં સરાજાહેર ફાયરિંગની ઘટના બની હતી. જેમાં બર્ગમેન મોપેડ પર આવેલા ચાર આરોપીઓએ જાવીદ ઉર્ફે જાહીદ તજવાણીને નિશાન બનાવી કપાળના ભાગે ગોળી મારી હતી. જેથી ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયેલા ત્યારે સારવાર દરમ્યાન જાવીદનું  મોત નિપજ્યું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેમાં હુમલાખોરો સ્પષ્ટ દેખાયા હતા. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસવડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી અને વેરાવળ સીટી પોલીસની અલગ અલગ ટીમોની રચના કરી તપાસમાં જોડાઈ હતી. ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસના આધારે પોલીસે આજે વહેલી સવારે ચારેક વાગ્યા આસપાસ કેશોદ બાયપાસ પરથી ત્રણ અને ઉમરેઠી ડેમ વિસ્તારમાંથી એક મળી ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડેલા આરોપીઓમાં મુખ્ય શૂટર ફારૂક મૌલાના, તેનો પુત્ર જાવેદ, ડ્રાઇવર અનીશ કુરેશી અને સમીર ઉર્ફે બાલીનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ, બે જીવતા કારતુસ અને બનાવમાં ઉપયોગમાં લેવાયેલા ત્રણ મોપેડ સ્કુટર પણ કબ્જે કર્યા છે.

આ અંગે માહિતી આપતા પોલીસવડા જયદીપસિંહ જાડેજાના જણાવ્યા મુજબ ટ્રાન્સપોર્ટના ધંધામાં સ્પર્ધાની અદાવત અને સ્થાનિક ચૂંટણીના મનદુઃખના કારણે બંન્ને પક્ષો વચ્ચે ઘણા દિવસોથી રકઝક થઈ રહી હતી. દરમ્યાન આરોપીઓએ પૂર્વયોજિત રીતે હત્યાનું કાવતરૂ રચ્યુ હતુ. મહત્વની વાત એ છે કે મુખ્ય આરોપી ફારૂક મૌલાના સામે અગાઉથી અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તો હત્યામાં ઉપયોગ થયેલ દેશી કટ્ટો (પિસ્તોલ) ફારૂક મૌલાનાએ ત્રણેક વર્ષ પહેલા ઉત્તરપ્રદેશના ગ્રામ્ય વિસ્તારમાંથી ખરીદેલ હોવાનું જાણવા મળેલ છે.

દિન દહાડે થયેલી આ હત્યાએ વેરાવળ શહેરમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો પરંતુ માત્ર 24 કલાકમાં આરોપીઓને ઝડપી પાડી ગીર સોમનાથ પોલીસે ઝડપી કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. હાલ પોલીસ આરોપીઓના અન્ય સાગરિતો અને હથિયારના સ્ત્રોત અંગે વધુ તપાસ ચલાવી રહી છે. તો મૃતક અને આરોપીઓના ધંધાકીય અને રહેણાંક વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુસર ચુસ્ત બંદોબસ્ત તૈનાત રાખેલ છે.

વધુમાં એસપી જયદીપસિંહ જાડેજાના જણાવ્યા મુજબ આ બીજી જીવલેણ ઘટના પણ મુળ ફાયરીંગની ઘટના સંદર્ભમાં જ બન્યો હોવાથી બંન્ને દિશામાં પોલીસ તપાસ ચાલી રહી છે. તો બીજી તરફ મૃતકના ભાઈએ ફાયરીંગની ઘટનાનો મુખ્ય કાવતરાખોર રફીક મૌલાના જ ષડયંત્ર કાર હોવાનો આક્ષેપ કર્યો છે. ત્યારે આગામી દિવસોમાં પોલીસની આગળની તપાસ તરફ સૌ ની નજર ટકેલી છે.

ફારૂક મૌલાનાના ભાઈએ મૃતકના ભત્રીજા પર જીવલેણ હુમલો કરેલ

ગઈકાલે વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં થયેલ સરાજાહેર ફાયરીંગ વિથ મર્ડરની ઘટના બાદ એ જ વિસ્તારમાં એફ એમ ગ્રૂપની ઓફિસ પાસેથી જઈ રહેલ મૃતક જાવીદ તાજવાણીના ભત્રીજા ઇંદ્રિશ તાજવાણી ઉપર પણ જીવલેણ હુમલો થયો હતો. જેથી ગંભીર રીતે ઘવાયેલ ઇંદ્રિશ સારવાર અર્થે હોસ્પીટલમાં આવ્યો હતો. જ્યાં તેની પાસેથી વિગતો જાણી પોલીસે હાથ ધરેલ તપાસમાં ફાયરીંગ કરનાર કુખ્યાત ફારૂક મૌલાનાના ભાઈ રફીક મૌલાના અને અન્ય શખ્સએ જ તલવાર, કુહાડી વડે ઇંદ્રિશ પર હુમલો કર્યો હોવાનું જાણવા મળેલ હતુ. જેથી આ ઘટના સંદર્ભે ઇંદ્રિશની ઉપરોકત વિગતો સાથેની ફરીયાદના આધારે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી રફીક મૌલાનાની ધરપકડ કરવામાં આવી હતી. જયારે બીજા શખ્સની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

You Might Also Like

તાલાલાના યુવાને હથિયાર સાથે પોસ્ટ મુકતા ધરપકડ, સાંસદ પુત્ર સામે આખ મિચામણા

સોમનાથમાંથી પરપ્રાંતીય યુવકને દેશી પિસ્તોલ-કાર્ટુસ સાથે ઝડપી લીધો

સોમનાથના દરિયામાં સોલાપુરના ત્રણ દર્શનાર્થી યુવાન ડૂબ્યા, બેનો બચાવ

વેરાવળના ગોવિંદપરામાં મનરેગમાં પાકિસ્તાનમાં વસવાટ કરતા લોકોના નામે જોબકાર્ડ બનાવી કૌભાંડ

વેરાવળ નજીક પેટ્રોલપંપ પર પૂરતું ડિઝલ નહી મળતા ખેડૂતોનો હંગામો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
તાલાલાના યુવાને હથિયાર સાથે પોસ્ટ મુકતા ધરપકડ, સાંસદ પુત્ર સામે આખ મિચામણા
ગીર સોમનાથ

તાલાલાના યુવાને હથિયાર સાથે પોસ્ટ મુકતા ધરપકડ, સાંસદ પુત્ર સામે આખ મિચામણા

Editor By Editor 8 hours ago
મોંઘવારીની અસર : રાજપીપળામાં મજૂરી વધારવાની માંગ સાથે કામદારો રસ્તા પર ઉતર્યા
ઉનાના ભડિયાદર ગામમાં દીપડાનો કહેર, યુવક પર હુમલો
SBI પેન્શનર્સ એસોસિએશનની મંથલી મીટીંગ સફળતાપૂર્વક સંપન્ન
સસ્તા ઈંધણમાં મોંઘવારી, CNG ૨ રૂપિયા મોંઘો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?