૨૦૧૪ થી ૨૦૨૪ સુધીમાં ૧૭ કરોડ યુવાઓને રોજગારી મળી : કેન્દ્રીય મંત્રી ડો.માંડવીયા
વડાપ્રધાનની વર્ચ્યુઅલ હાજરીમાં રાજકોટના ૪૭ અને દેશના ૫૧,૦૦૦ ઉમેદવારોને અપોઇન્ટમેન્ટ ઓર્ડર અપાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રોજગાર મેળાનો પ્રારંભ થયો હતો. જેમાં દેશમાં 47 જગ્યાઓ પર 51000 યુવાનોને સરકારી નોકરી મળતા નિમણૂક પત્ર એનાયત કરાયા હતા. જેમાં રાજકોટમાં કેન્દ્રીય આશ્રમ અને રોજગાર મંત્રી અશોક માંડવીયા દ્વારા 47 યુવાનોને અપોઈન્ટમેન્ટ ઓર્ડર આપવામાં આવ્યા હતા. આ તકે પીએમ મોદીએ પોતાની 5 દેશની યાત્રાથી યુવાનોને થનારા લાભ અંગે સંબોધન કર્યું હતું. દરમિયાન કેન્દ્રીય મંત્રી માંડવીયાએ કહ્યું વર્ષ 2004 થી 2014 સુધી સાડા ચાર કરોડ યુવાઓને રોજગારી મળી જ્યારે 2014 થી 2024 માં 17 કરોડ યુવાઓને રોજગારી મળી. જે વર્ષ 2047 માં ભારતને વિકસિત બનાવવા તરફનું પગલું હોવાનું જણાવ્યું હતુ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોને સંબોધતા જણાવ્યું કે આજે એક સાથે 51000 યુવાઓને રોજગારી મળી રહી છે તેઓને અભિનંદન આપું છું. આ દરમિયાન તેમણે પોતાના વિદેશ પ્રવાસ અંગે જણાવ્યું હતું કે, નેધરલેન્ડની ડચ ટેક્નોલોજી જાયન્ટ ASML કંપની સાથે ભારતની ટાટા ઇલેક્ટ્રોનિક્સ કંપનીના MoU થયા છે. જેથી ભારતનો પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ્રીકેશન પ્લાન્ટ ધોલેરામાં શરૂ થશે. આ ઉપરાંત એગ્રિકલ્ચર અને એડવાન્સ મેન્યુફેક્ચરિંગ અંગે MoU થયા. આ સાથે જ સ્વીડન સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ઇનોવેશન, નોર્વેની સાથે મેરીટાઈમ કો ઓપરેશન, UAE સાથે સ્ટ્રેટેજી એનર્જી અને ટેકનોલોજી પાર્ટનરશીપ, ઇટાલી સાથે ડિફેન્સ, ક્રિટિકલ મિનરલ્સ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્ષેત્રે મહત્વપૂર્ણ એગ્રીમેન્ટ થયા છે.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીએ જણાવ્યું હતું કે, મોદીજીના નેતૃત્વમાં દેશમાં સરકારી નોકરીઓમાં યુવાનોને તક મળી રહી છે. દેશમાં છેલ્લા ચાર વર્ષમાં 19 રોજગાર મેળાના માધ્યમથી 12 લાખથી વધુ યુવક અને યુવતીઓને કેન્દ્ર સરકારની નોકરીઓ આપવામાં આવી છે. આ કાર્યક્રમના મધ્યમથી યુવક અને યુવતીઓને સીધા જ એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવી રહ્યા છે. આ યુવાનો વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપે, દેશ માટે કર્તવ્યતા પૂર્ણ પોતાની સેવાઓ આપે તેવા યુવક યુવતીઓ કે જેઓને નોકરીઓ મળી છે તેઓની સમક્ષ પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને સંબોધિત કર્યા. જે બદલ પ્રધાનમંત્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરું છું.


