By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    8 hours ago
    માનવ સેવા શરીરનું કર્તવ્ય ભગવાનની સેવા આત્માનું કર્તવ્ય
    માનવ સેવા શરીરનું કર્તવ્ય ભગવાનની સેવા આત્માનું કર્તવ્ય
    8 hours ago
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    2 weeks ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: શાપરના પડવલા ગામેથી ઉત્તરપ્રદેશનો ગેંગસ્ટર ઝડપાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

શાપરના પડવલા ગામેથી ઉત્તરપ્રદેશનો ગેંગસ્ટર ઝડપાયો

Editor
Last updated: 2026/05/23 at 5:01 PM
3 days ago
Share
શાપરના પડવલા ગામેથી ઉત્તરપ્રદેશનો ગેંગસ્ટર ઝડપાયો
SHARE

શાપરના પડવલા ગામેથી ઉત્તરપ્રદેશનો ગેંગસ્ટર ઝડપાયો

ગેંગસ્ટર એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં એક વર્ષથી ફરાર હતો આરોપી, ઓળખ છુપાવી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહેતો હતો

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ જિલ્લાના શાપર વિસ્તારમાંથી ઉત્તરપ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર મુકેશ મૌર્યની ધરપકડ થતા પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઈ છે. ઉત્તરપ્રદેશમાં ગેંગસ્ટર એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયા બાદ આરોપી છેલ્લા એક વર્ષથી ફરાર હતો અને ધરપકડથી બચવા માટે રાજકોટ જિલ્લાના પડવલા ગામે પોતાની ઓળખ છુપાવીને રહેતો હોવાનું સામે આવ્યું છે. શાપર પોલીસે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડી હવે તેને ઉત્તરપ્રદેશ પોલીસના હવાલે કરવા માટેની કાનૂની પ્રક્રિયા હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે નાસતા ફરતા અને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે તમામ પોલીસ મથકોને ખાસ સૂચનાઓ આપી હતી. જેના પગલે શાપર પોલીસ મથકના પીઆઈ આર.બી. રાણા અને તેમની ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ તેમજ ગુપ્ત બાતમીદારો મારફતે માહિતી એકત્ર કરવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન શાપર પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ ખાટરીયાને એક મહત્વપૂર્ણ બાતમી મળી હતી. બાતમી મુજબ ઉત્તરપ્રદેશમાં ગેંગસ્ટર એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં ફરાર જાહેર કરાયેલ એક આરોપી હાલ શાપર નજીકના પડવલા ગામના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ખોટી ઓળખ સાથે રહે છે અને સ્થાનિક કારખાનામાં કામકાજ કરતો હોવાનું જાણવા મળ્યું હતું.
બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી માહિતીની ખરાઈ શરૂ કરી હતી. લાંબા સમય સુધી ગુપ્ત દેખરેખ રાખ્યા બાદ પોલીસે પડવલા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં દરોડો પાડી આરોપી મુકેશ નંગેભાઈ મૌર્યને ઝડપી પાડ્યો હતો. આરોપી હાલ પડવલા ગામે રોટેક પંપ કારખાનાની પાછળના વિસ્તારમાં રહેતો હતો, જ્યારે તેનું મૂળ વતન ઉત્તરપ્રદેશના બલરામપુર જિલ્લાના ગંગાપુર તુલસીપુર વિસ્તારમાં હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુકેશ મૌર્ય અને તેની ગેંગ સામે ઉત્તરપ્રદેશમાં હત્યા, હુમલો, ધાકધમકી, ગેરકાયદે હથિયારો અને અન્ય ગંભીર પ્રકારના મળી કુલ 19થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. આરોપીની ગુનાહિત પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી ગયા વર્ષે તેના અને તેની ગેંગ વિરુદ્ધ ગેંગસ્ટર એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદથી આરોપી સતત સ્થળ બદલતો રહ્યો હતો અને આખરે રાજકોટ જિલ્લામાં આવીને આશરો લીધો હતો. પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપી સ્થાનિક લોકોમાં ભળી જવા માટે પોતાની ઓળખ છુપાવી સામાન્ય મજૂર તરીકે રહેતો હતો. તેણે કોઈને પોતાના ગુનાહિત ભૂતકાળ અંગે જાણ ન થાય તે માટે ખૂબ સાવચેતી રાખી હતી. જોકે પોલીસની ટેક્નિકલ તપાસ અને સતત દેખરેખને કારણે આખરે તેનો ભાંડો ફૂટ્યો હતો.
શાપર પોલીસની આ કામગીરીને મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે, કારણ કે એક વર્ષથી ફરાર રહેલો ગેંગસ્ટર ગુજરાતમાં આશરો લઈ રહ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ બાદ તેની વધુ પૂછપરછ શરૂ કરી છે. સાથે જ તે ગુજરાતમાં અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલો હતો કે નહીં તેમજ અહીં તેને આશરો કોણે આપ્યો હતો તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ આરોપીને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ ઉત્તરપ્રદેશની તુલસીપુર પોલીસના હવાલે સોંપવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. સમગ્ર ઓપરેશનમાં શાપર પોલીસની સર્વેલન્સ ટીમ, સ્થાનિક પોલીસ સ્ટાફ તેમજ ટેક્નિકલ ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોવાનું જાણવા મળ્યું છે.

 

You Might Also Like

પખવાડિયા પહેલા જ જેલમાંથી છૂટેલો શખ્સ ફરી ડ્રગ્સ સાથે ઝડપાયો

રામાપીર ચોકડી નજીક મિલ્કત માટે પૌત્રે જ કરી વૃદ્ધ દાદાની હત્યા

કચરામાંથી બનશે ખાતર, ત્રણ MRF સેન્ટરોનું નિર્માણ

ટીલાળા ચોકમાં પાઈપલાઈનમાં લીકેજ થતા લાખો લીટર પાણીનો થયો બગાડ

સસ્તા ઈંધણમાં મોંઘવારી, CNG ૨ રૂપિયા મોંઘો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બાળકોના સર્વાંગી વિકાસ માટે આંગણવાડી કેન્દ્રોની મહત્વપૂર્ણ ભૂમિકા
રાજકોટ

બાળકોના સર્વાંગી વિકાસ માટે આંગણવાડી કેન્દ્રોની મહત્વપૂર્ણ ભૂમિકા

Editor By Editor 4 days ago
મધ્ય પૂર્વનું સંકટ હવે સીધું ખિસ્સા પર પ્રહાર કરશે
ઉપલેટાના ખારચીયા ગામના ૧૬ સભ્યોને હાઇવે પરની હોટલમાં નાસ્તો કર્યા બાદ ફૂડ પોઈઝનિંગ
સૌ.યુનિ.માં દર સોમવારના નો વ્હીકલ ડેના પરિપત્રની અમલવારી, કુલપતિ પગપાળા આવ્યા
જસદણ નજીક બે કાર વચ્ચે ભયાનક અકસ્માતમાં બે પિતરાઈ ભાઈના કરુણ મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?