By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: ખાનગી V/S સરકારી : શાળાઓના વેકેશન બાબતે ખેંચતાણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ખાનગી V/S સરકારી : શાળાઓના વેકેશન બાબતે ખેંચતાણ

Editor
Last updated: 2026/05/29 at 3:07 PM
2 months ago
Share
ખાનગી V/S સરકારી : શાળાઓના વેકેશન બાબતે ખેંચતાણ
SHARE

ખાનગી V/S સરકારી : શાળાઓના વેકેશન બાબતે ખેંચતાણ

સરકારી શાળાના સંચાલકો દ્વારા વેકેશન ૧૦ દિવસ લંબાવવાની રજૂઆત કરાયા બાદ સેલ્ફ ફાયનાન્સ સ્કૂલની સમિતિએ શાળાઓ સમયસર શરૂ કરવા રજૂઆત કરતાં વિવાદ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

વર્તમાન સમયમાં અસહ્ય ગરમી અને આકરો તાપ પડવાના કારણે શાળાઓનું વેકેશન ૧૦ દિવસ લંબાવવા સરકારી શાળાના સંચાલક મંડળ દ્વારા મુખ્યમંત્રી સુધી રજુઆત કરવામાં આવી હતી. આ રજુઆત બાદ આજે શાળાઓ સમયસર શરૂ કરવા માટે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સરકારમાં રજુઆત કરતાં ખાનગી અને સરકારી શાળા સંચાલક મંડળ વચ્ચે વિવાદ સર્જાય તેવા એંધાણો વર્તાઇ રહ્યાં છે.

ગઇકાલે ગુજરાત રાજય શાળા સંચાલક મંડળની રજુઆત બાદ આજે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે નવા શૈક્ષણિક વર્ષના આરંભ પહેલા રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે રાજ્ય સરકારને અપીલ કરી છે કે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી શાળાઓ નિયમિત સમયસર શરૂ કરવામાં આવે અને પ્રત્યક્ષ શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે. મંડળના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે કોરોના કાળ દરમિયાન ઓનલાઈન શિક્ષણથી અભ્યાસની ગાડી અટકી ન હતી, પરંતુ તે દરમિયાન વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને વ્યક્તિત્વ વિકાસ પર જે અસર પડી હતી તેની અસર હજુ પણ અનેક સ્તરે જોવા મળી રહી છે.

આ મુદ્દે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના અધ્યક્ષ  ડી. વી. મહેતાએ જણાવ્યું હતું કે, “શાળા માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપતી સંસ્થા નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં શિસ્ત, સંવાદક્ષમતા, આત્મવિશ્વાસ અને સામાજિક મૂલ્યો વિકસાવવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે. કોરોના દરમિયાન લાંબા સમય સુધી વિદ્યાર્થીઓ વર્ગખંડથી દૂર રહ્યા હોવાથી અભ્યાસ પ્રત્યેની લગાવ અને નિયમિતતામાં ઘટાડો નોંધાયો હતો.” રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અવધેશભાઈ કાનગડે જણાવ્યું હતું કે, “આગામી બોર્ડ પરીક્ષાઓ અને સ્પર્ધાત્મક અભ્યાસક્રમોને ધ્યાનમાં રાખીએ તો શૈક્ષણિક સત્રનો દરેક દિવસ વિદ્યાર્થીઓ માટે મહત્વનો છે. જો શાળાઓ શરૂ કરવામાં વિલંબ થશે તો અભ્યાસક્રમ પૂર્ણ કરવા સાથે પુનરાવર્તન અને પ્રેક્ટિકલ તાલીમ માટે પૂરતો સમય મળશે નહીં, જેનો સીધો પ્રભાવ વિદ્યાર્થીઓના પરિણામો પર પડશે. કોરોના સમયગાળા દરમિયાન માસ પ્રમોશન અને ઓનલાઈન મૂલ્યાંકનથી પસાર થયેલા અનેક વિદ્યાર્થીઓ આજે ઉચ્ચ અભ્યાસક્રમોમાં મૂળભૂત વિષયજ્ઞાનના અભાવે મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. ખાસ કરીને ગણિત, વિજ્ઞાન અને ભાષાકીય વિષયોમાં વિદ્યાર્થીઓને વધારાની મહેનત કરવાની ફરજ પડી રહી છે.”

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટના મહામંત્રી ઉર્વિશભાઇ પટેલ અને ભાવેશભાઇ વેકરીયા વધુમાં જણાવે છે કે પ્રત્યક્ષ શિક્ષણ વિદ્યાર્થીઓના માનસિક વિકાસ અને સામાજિક ઘડતર માટે અનિવાર્ય છે. વર્ગખંડનું વાતાવરણ, શિક્ષકો સાથેનો સીધો સંપર્ક અને મિત્રો સાથેનો શૈક્ષણિક સંવાદ વિદ્યાર્થીઓને વધુ સક્રિય અને આત્મવિશ્વાસી બનાવે છે. તેથી શિક્ષણ વ્યવસ્થામાં સમયબદ્ધતા જાળવી સમયસર શાળાઓ શરૂ કરવી આજની આવશ્યકતા છે. આ તમામ મહત્વના મુદ્દાઓને ધ્યાનમાં રાખી રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના અધ્યક્ષ ડી.વી.મહેતા, પ્રમુખ અવધેશભાઈ કાનગડ, મહામંત્રી ઉર્વિશભાઇ પટેલ, ભાવેશભાઇ વેકરીયા સહિત મંડળના તમામ હોદ્દેદારો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેબિનેટ શિક્ષણ મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજા અને શિક્ષણમંત્રી રીવાબા જાડેજા તથા શિક્ષણ વિભાગને વિદ્યાર્થીઓના સર્વાંગી હિત માટે સમયસર અને હકારાત્મક નિર્ણય લેવા વિનંતી કરવામાં આવી છે.

You Might Also Like

સિંહોની સુરક્ષા માટે આંબરડી સફારી પાર્કમાં ૧૦૦ હેકટરમાં બનશે ખેક ખાસ સમિતિ ક્ષેત્ર

સાળંગપુર દર્શન કરી પરત ફરતા વેરાવળના નાયબ મામલતદારનું અકસ્માતમાં કરૂણ મોત

સોનું-ચાંદીમાં તેજી, ક્રૂડમાં ઉછાળો; રૂપિયો દબાણમાં, સેન્સેક્સ-નિફ્ટી સાવધ!

રાજકોટમાં ‘નશા મુક્ત યુવા – વિકસિત ભારત’ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ

રાજકોઠ ડિવીઝનનના જામનગર યાર્ડમાં વિન્ડમિલ લાઇનના ટ્રેક લેઆઉટમાં સુધારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
હવે ઘરવપરાશની ચીજોમાં ભાવવધારાની આવશે બીજી લહેર
રાષ્ટ્રિય

હવે ઘરવપરાશની ચીજોમાં ભાવવધારાની આવશે બીજી લહેર

Editor By Editor 16 hours ago
પોરબંદરમાંથી પસાર થતા NH-151 AD અને ૧૫૧ Kને ફોરલેન કરવા માંગણી
રાજકોટમાં ૧૧.૮૨ લાખ વાહનો, ટ્રાફિક સમસ્યા વિકરાળ બની
દીવના વણાંકબારામાં માછીમારોની જનરલ મીટીંગ યોજાઇ
પરમીટ, ફીટનેસ, લાયસન્સ વગર સહિતના ટ્રાફિક નિયમ ભંગ કરનાર RTOની ઝપટે ચડ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?