શ્રી અને આદર્શ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ, તંત્રના આંખ આડા કાન
એક વર્ષથી રજૂઆત કરવા છતાં થઇ જશેના મળતા જવાબ : ચોમાસામાં ખરાબ હાલત થવાની હૈયાવરાળ ઠાલવતા રહેવાસીઓ
અગ્ર ગુજરાત, રાજકોટ
કાલાવડ રોડ પર સરીતા વિહાર પાસે આવેલા આદર્શ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાની અનેક વખત રજુઆત કરવા છતાં સ્થાનિક કોર્પોરેટર કે જવાબદાર અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરાતા હોવાથી લોકો પરેશાન થઇ રહ્યા હોવાની હૈયાવરાળ સ્થાનિકોએ ઠાલવી હતી.
આ અંગે સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે હાલની શ્રી સોસાયટીના અને આદર્શ સોસાયટી ના ફ્લેટ ધારક ની ફરિયાદ એવી હતી કે અમારી બંને સોસાયટીઓમાં 724 ફ્લૅટ ધારકો વસવાટ કરે છે અમને છેલ્લા ચાર વર્ષથી ફ્લેટ ફાળવી આપેલ છે પરંતુ અમારી બહાર ની સાઇડ માં વોર્ડ નંબર 11 માં RMC દ્વારા અને RMC ના કોર્પોરેટ દ્વારા રોડ બનાવી આપેલ નથી અને પાણી ની લાઇન ની સુવિધા હજી સુધી કરેલ નથી અને તંત્ર દ્વારા કોઈ પણ જાત નું ધ્યાન આપવામાં આવતું નથી અને કોઈ પણ કોર્પોરેટ ને કહી એ તો એ પણ આવતા નથી કે ક્યારે રોડ બનશે કે ક્યારે પાણી ની લાઇન આવશે તેનો કોઈ પણ જવાબ આપવામાં આવતો નથી RMC માં વોર્ડ નંબર 11 માં વસાવાdને પાણી અને રોડ ના પ્રશ્ન બાબતે પુછી એ તો એમ કહે છે કે 1 મહિના માં થય જશે એવું 1 વર્ષ થી કહે છે પણ હજી સુધી કોઈ અંત આવેલ નથી તેનો ચોમાસા દરમિયાન કાચા રોડ માં ચલાય તેવી હાલત હોતી નથી.
શ્રી સોસાયટી ની બાજુમાં ગ્રીન ફીલ્ડ ગાર્ડન સોસાયટી માં RMC નું 1 કરોડ 80 લાખ નું ગાર્ડન બનેલ છે તેમાં બહાર ની સોસાયટી ના માણસો ને પ્રવેશ કરવા દેવામાં આવતો નથી સિક્યોરિટી ગાર્ડ દ્વારા અને અંદર ની સાઇડ પાણી કે નાસ્તો પણ લય જવાની મનાય કરે છે તો આ કેટલા અંશે યોગ્ય છે અને આ ગાર્ડન માં ગ્રીન ફીલ્ડ ગાર્ડન સોસાયટી ના નેપાળી ને રેવા માટે રૂમ બનાવેલ છે તે ગાર્ડન ના સ્ટાફ માટે છે કે પછી પ્રાઇવેટ સ્ટાફ ને રેવા માટે તેનો પણ ગાર્ડન શાખા પાસે જવાબ નથી તો આ તેની તાત્કાલિક કાર્યવાહી થાય તેવી શ્રી સોસાયટી ફ્લેટ ધારક ની માંગ છે.


