મનપાના નવનિયુકત પદાધિકારીઓની મુલાકાત લેતી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ
ઉદ્યોગ અને શહેરના વિકાસ અંગે ચર્ચા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવ, માનદ મંત્રી નૌતમભાઈ બારસીયા, ટ્રેઝરર વિનોદભાઈ કાછડીયા, વ્યવસ્થાપક સમિતિના સભ્ય રાજેશભાઈ જુંજા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના નવ નિયુકત થયેલ મેયર ડો.નેહલભાઈ શુકલ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પરેશભાઈ પીપળીયા અને શાસક પક્ષ નેતા હિરેનભાઈ ખીમાણીયાની શુભેચ્છા મુલાકાત લઈ અભિનંદન પાઠવ્યાં હતાં.
રાજકોટ શહેર વેપાર-ઉદ્યોગ સહિત દરેક ક્ષેત્રોમાં સતત પ્રગતિ કરી રહયું છે અને ભારત દેશના ઝડપી વિકાસ પામતા શહેરોમાં આગવું સ્થાન કરાવે છે. ત્યારે પદાધિકારીઓના નેતૃત્વ હેઠળ રાજકોટનો સર્વાંગી વિકાસ વધુ ગતીશીલ બનશે તથા વેપાર-ઉદ્યોગ અને નાગરીકોના પ્રશ્નોને વાચા મળવાની સાથે ઉતમ સુવિધાઓ પ્રાપ્ત થશે તેવી પુર્ણ આશા વ્યકત કરેલ. તેમજ રાજકોટ શહેરના વિકાસ અવરોધક પ્રશ્નો, સ્વચ્છતા, આધુનીક ઈન્ફાસ્ટ્રકચર તથા વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સફળતાપુર્વક કાર્ય કરવામાં આવે તેવી અંતઃકરણથી શુભકામનાઓ આપેલ હતી.
આમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા નવ નિયુક્ત પદાધિકારીઓની સાથે મળી આવનારા દિવસોમાં વેપાર-ઉદ્યોગકારો તેમજ શહેરની જનતાના ઉદભવતા પ્રશ્નોને વાચા આપવા માટે હંમેશા કાર્ય કરીશું. તેમજ રાજકોટ શહેરના વિકાસને વધુ વેગ આપવા સહભાગી થઈશું. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.


