બાબા બાગેશ્વરની કથાનો આજથી પ્રારંભ, કળશયાત્રા નીકળી
રેસકોર્ષ મેદાનમાં સનાતન સમિતિ દ્વારા આયોજીત હનુમાન કથામાં બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી કથાનું રસપાન કરાવશે
હનુમાન કથામાં ડાયરાના કલાકારો ચૈતાલી છાયા, યોગેશભાઈ ગઢવી, દેવ ભટ્ટ લોકોને ડોલાવશે
કથાના સ્થળે પહોંચવા માટે રાજકોટની ધર્મ પ્રેમી જનતા માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીટી બસની ખાસ વ્યવસ્થા
અગ્ર ગુજરાત, રાજકોટ
આપણી પવિત્ર પરંપરાને વધુ વ્યાપક બનાવવા તથા સમાજમાં ધાર્મિક જાગૃતિ અને એકતાનો સંદેશ પહોંચાડવાના હેતુથી તા. ૪ જૂનના રોજ સાંજે ૬ વાગ્યા થી રાજકોટ શહેરના ૧૧ ઝોનમાં વિવિધ ધાર્મિક અને સામાજિક સંગઠનોના સહયોગથી ભવ્ય અક્ષત કળશ યાત્રા, પદયાત્રા નું ઠેર ઠેર ભવ્ય સ્વાગત
બાબા બાગેશ્વર ધામ, છતરપુર (મધ્યપ્રદેશ) ખાતે હનુમંત પૂજન દ્વારા પવિત્ર કરાયેલા ૧૧ અક્ષત કળશો ખાસ રાજકોટ લાવવામાં આવ્યા છે. શોભાયાત્રા ઝોન વાઇસ ભાઈઓ સ્વાગત કરવામાં આવેલ હતી. આ પવિત્ર કળશોનું શહેરના વિવિધ ૧૧ ઝોનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવેલ. કથાને સમગ્ર શહેરમાં કળશ યાત્રા કાઢવાના બદલે પેટ્રોલ-ડિઝલની બચત થાય એ હેતુથી કથાના આગલા દિવસે વિવિધ ઝોનમાં પદ યાત્રાનું આયોજન કરવામાં આવેલ ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું…
સ્પીડવેલ પાર્ટી પ્લોટ એટલે કે VYO હવેલી ચોક ઝોન,૨:-બાપાસીતારામ ચોક હરીદર્શન સ્કૂલ સંસ્કાર સીટી પાછળનો 80 નો રોડ મટુકી ચોક થી પાણીનો ટાંકો થી રાધે હોટલ ચોક થઈને મવડી ચોકડી કોઠારીય રોડ, ઝોન:-૩ રૈયા રોડ રાધેશ્યામ ગૌશાળા શીતલ પાર્ક ઝોન ૪:-સંકીર્તન મંદિર કાલાવડ રોડ આજુબાજુ નો વિસ્તાર, ઝોન:-૫ સાધુ વાસવાણી રોડ આજુબાજુનોવિસ્તારઝોન,૬:-પોપટપરાવાલ્મિકી ,નગર,ઝોન:-૭ બોલ બાલા મેઇન રોડ ગુંદાવાડી મેન રોડ આજુબાજુ નો વિસ્તાર,ઝોન:-૮ રેલનગરવિસ્તારઝોન,૯:-રણછોડવિસ્તાર,ઝોન૧૦કોઠારીયા ગામ રણુજા મંદિર આજુબાજુ નો વિસ્તાર, ઝોન:- ૧૧ચમત્કારિક હનુમાનજી મંદિર સોરઠીયા વાળી મેઇન રોડ હુડકો વિસ્તાર, ઝોન:-૧૨અમુલ સર્કલ, ભાવનગર રોડ ખોડીયાર પરા આજુબાજુ વિસ્તાર સ્વાગત કરવામાં આવ્યું હતું.
કળશ યાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો, વડીલો તેમજ ધર્મપ્રેમી નાગરિકો પરંપરાગત વેશભૂષામાં ભાગ લીધેલો. યાત્રા દરમિયાન ભજન-કીર્તન, ધર્મધ્વજ, સાંસ્કૃતિક ઝાંખીઓ અનેઆધ્યાત્મિક સંદેશો દ્વારા સનાતન સંસ્કૃતિના મૂલ્યોને જનમાનસ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં ભવ્ય સફળતા મળેલ હતી. હનુમાન કથામાં લોક સાહિત્ય ડાયરાના ત્રણે દિવસ જુદા જુદા કલાકારો ના ડાયરાઓ ભવ્ય કાર્યક્રમો સાંજના ૬ કલાકથી બાબા બાઘેશ્વર હનુમાન કથા રેસકોર્સ ખાતે ભવ્ય લોકસાહિત્ય અને ડાયરાનો કાર્યક્રમો, તા. ૫-૬-૨૦૨૬ શુક્રવારના રોજ સી સી ધ રોકસ્ટાર બેંડ ચૈતાલી છાયા બોલીવુડ પ્લે બેગ સિંગર એન્ડ લાઈવ પર્ફોર્મર, તા.૬-૬ -૨૦૨૬ શનિવારના રોજ પૂર્વ ચેરમેન નાટ્ય અકાદમી, પૂર્વ ઉપાધ્યક્ષ ઓબીસી મોરચા ગુજરાત પ્રદેશ લોકસાહિત્યકારશ્રીયોગેશભય બોક્સા (ગઢવી) ન ભવ્ય લોક ડાયરા નો કાર્યક્રમ, તા.૭-૬-૨૦૨૬ રવિવાર ના રોજ લોકસાહિત્યકાર દેવ ભટ્ટ સિંગર ટીમ સાથે બીરજુ બારોટ ના ભવ્ય લોક ડાયરા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
રેસકોર્સ મેદાનમાં આયોજિત સનાતન સેતુ હનુમત કથા માં રાજકોટ શહેરના લોકો મા મોટી સંખ્યામાં આવવાના હોય વડાપ્રધાનના માર્ગદર્શન મુજબ લોકો આ પ્રકારના જાહેર કાર્યક્રમો માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા જોડાઈ તેવી અપીલ ના અનુસંધાને તારીખ ૫,૬,૭, જૂન ૨૦૨૬ ના રોજ સાંજના ૭થી રાત્રિના ૧૧- કથા શ્રવણનો સમય હોય લોકોની રાજકોટના વિવિધ વિસ્તારોમાંથી રેસકોર્સ આવવા જવા માટે સ્પેશિય ૭ રૂટમાં ૧૪ બસ ફડાવવામાં આવેલ છે.


