રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન
રસોડાથી રસ્તા સુધી લાગેલી ભાવની આગથી જનતા ‘ મોંઘવારીની જેલ’માં કેદ
મોંઘવારીની જેલનું નિર્માણ કરી સામાન્ય જનતાને કેદી દર્શાવી, ખાદ્યતેલના ડબ્બાનો વિશેષ ડ્રેસ પહેર્યો, નીટ પેપર લીક કૌભાંડનો રથ કાઢી છાત્રોને થયેલા અન્યાયને દર્શાવતા પ્રતિકો મૂકાયા
કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન અને સુત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદન પાઠવ્યું
અગ્ર ગુજરાત, રાજકોટ
સમગ્ર દેશ આજે બે ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. એક તરફ બેકાબૂ મોંઘવારીના કારણે સામાન્ય જનતાનું જીવન દુષ્કર બન્યું છે તો બીજી તરફ NEET સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સતત સામે આવી રહેલા પેપર લીક કૌભાંડના કારણે લાખો યુવાનોના સપનાઓ અને ભવિષ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા છે. દેશની જનતા અને યુવાનોને આર્થિક તથા માનસિક રીતે બરબાદ કરતી આ બંને સમસ્યાઓ સામે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાની આગેવાની હેઠળ રાજકોટ જિલ્લા પ્રમુખ હિતેશ ભાઈ વોરા, અને રાજકોટ ના પ્રભારી જેનીબેન ઠુંમર સહિત કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કોંગ્રેસ દ્વારા સરકારની નિષ્ફળ નીતિઓ સામે અનોખી રીતે વિરોધ નોંધાવવા માટે “મોંઘવારીની જેલ” નું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ જેલમાં “સામાન્ય જનતા”ને કેદી તરીકે દર્શાવી એ સંદેશ આપવામાં આવ્યો હતો કે આજે દેશની પ્રજા મોંઘવારીના બોજ હેઠળ જેલવાસ ભોગવી રહી છે. ગેસ સિલિન્ડર, પેટ્રોલ, ડીઝલ, ખાદ્યતેલ, દૂધ, દાળ, ડુંગળી, બટાકા, ટામેટા સહિતની રોજિંદી જીવનજરૂરી વસ્તુઓના ભાવમાં થયેલા અસહ્ય વધારાએ સામાન્ય પરિવારોનું બજેટ ખોરવી નાખ્યું છે.
આ ઉપરાંત કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા ખાદ્યતેલના ડબ્બાના વિશેષ વેશ (ડ્રેસ) ધારણ કરીને વિરોધ કરવામાં આવ્યો હતો.પ્રતિક દ્વારા દર્શાવવામાં આવ્યું હતું કે રસોડાની સૌથી આવશ્યક વસ્તુ ગણાતા ખાદ્યતેલના ભાવોમાં થયેલા બેફામ વધારાએ ગૃહિણીઓ અને સામાન્ય પરિવારોને ભારે આર્થિક સંકટમાં ધકેલી દીધા છે. આજે સામાન્ય માણસ પોતાની આવકનો મોટો હિસ્સો માત્ર જીવનજરૂરી વસ્તુઓ ખરીદવામાં જ ખર્ચી નાખવા મજબૂર બન્યો છે.
NEET પેપર લીક કૌભાંડના વિરોધમાં ” રથ” તૈયાર કરવામાં આવ્યો હતો. રથ પર પેપર લીક, ભ્રષ્ટાચાર અને વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્યાયને દર્શાવતા પ્રતિકો મૂકવામાં આવ્યા હતા. આ રથ દ્વારા કેન્દ્ર સરકારની નિષ્ફળતા અને શિક્ષણ વ્યવસ્થામાં ફેલાયેલા ભ્રષ્ટાચાર સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તેમજ દોષિતો સામે કડક કાર્યવાહી અને વિદ્યાર્થીઓને ન્યાય આપવાની માંગ કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદિપસિંહ જાડેજા રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વોરા રાજકોટ શહેરના પ્રભારી જેનીબેન ઠુંમર સહિત ડૉ. હેમાંગભાઈ વસાવડા,જસવંતસિંહ ભટ્ટી મહેશભાઈ રાજપુત ડી.પી મકવાણા,નરેન્દ્ર સોલંકી,અતુલભાઇ રાજાણી સંજય અજુડીયા વશરામભાઈ સાગઠીયા, મુકેશભાઈ ચાવડા,અર્જુનભાઈ ચૌહાણ ઇબ્રાહીમભાઇ સોરા દીપ્તિબેન સોલંકી રસીલાબેન ગરૈયા, સુધા બા વાઘેલા મનીષાબેન રોજાસરા,નીતિન ભાઈ ભંડેરી આદિત્ય સિહ ગોહિલ, બ્રિજરાજ રાણા, મુકુંદભાઈ ટાંક, રવિ જીતિયાં, જયદીપ મયાત્રા,ગોપાલ અનડકડ ,સુરેશ બથવાર રૈયાભાઈ બાંભવા જીતુભાઈ રાઠોડ, કેબી જોશી રતિલાલભાઈ ડોબરીયા ટીનુભા જાડેજા ઠાકરશીભાઈ ગજેરા ઉમેશભાઈ ઝાપડિયા,સામતભાઈ માલકીયા જયંતીભાઈ માલકીયા,ભરતકુમાર ગોયાણી અફઝલભાઈ મહેતર, યુનુસભાઈ જુણેજા, તુષારભાઈ નંદાણી સુરેશભાઈ ગરૈયા પ્રદીપભાઈ ભંડેરી મુકેશભાઈ રબારી, મેહુલભાઈ મકવાણા હિરલબેન રાઠોડ,નયના બા જાડેજા, કંચનબેન વાળા, યોગીતાબા જાડેજા બીપીનભાઈ રાઠોડ, રાઠોડ ધ્રુમિલ, મનીષા બા વાળા, આભા દેસાઈ, શાંતાબેન મકવાણા જસુબેન ચંદ્રિકાબેન વરાણીયા વિભૂતિબેન ત્રિવેદી, દીપુ રવિયા,,હેમાંગીની ગોંડલિયા, ભાવનાબેન વાઘેલા નિલેશભાઈ મારુ,ઉકેશ રબારી,ભાવેશ વાઘેલાહસુભાઈગોસ્વામી,
સલીમભાઈ જીતેશ વાઘેલા,મેપાભાઈ કણસાગરા કારિયાણી નરેશભાઈ સાગઠીયા, ગૌરવ ખીમસુરીયા, યજ્ઞેશ દવે મહિપાલભાઈ હરેશભાઈ ભારાઈ પ્રવીણભાઈ રોજાસરા, અક્ષાંશ ગોસ્વામી,રમેશભાઈ ચુડાસમા,રસિકભાઈ ભટ્ટ,વિજયસિંહ જાડેજા દુર્ગેશભાઈ ચૌહાણ જય સોલંકી માધવ ઉપાધ્યાય મયુર રાઠોડ પરેશ પટેલ નરેન્દ્ર પટેલ રાહુલ સોલંકી જીતેન્દ્રભાઈ ઠાકોર અમિતભાઈ ઠાકોર અલ્પેશભાઈ વાઘેલા દિલીપભાઈ આસવાણી ભુપતભાઈ ગોસાઈ મિલનભાઈ પરમાર સમીરભાઈ ચૌહાણ અલ્પેશભાઈ મીર આર્યન પટેલ મુકેશભાઈ મકવાણા ગૌરવ પૂજારા, જીગ્નેશભાઈ વાગડિયા, દીપેનભાઈ ભગદેવ, આગેવાનો અને કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને પેપર લીક કૌભાંડ મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. “મોંઘવારીની જેલ” અને “તેલના ડબ્બા”ના અનોખા પ્રતિકો સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યા હતા અને તેના માધ્યમથી સામાન્ય જનતાની વ્યથા સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સરકાર નિષ્ક્રિય દર્શક બનીને તમાશો જોઈ રહી છે: શહેર પ્રમુખ
શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે,
“દેશમાં મોંઘવારીનો એવો વિસ્ફોટ થયો છે કે સામાન્ય માણસનું જીવવું મુશ્કેલ બની ગયું છે. ગેસ સિલિન્ડર, પેટ્રોલ, ડીઝલ, ખાદ્યતેલ, દૂધ, દાળ, શાકભાજી સહિત દરેક વસ્તુના ભાવ આસમાને પહોંચ્યા છે. પ્રજાની આવક વધી નથી પરંતુ ખર્ચ અનેકગણો વધી ગયો છે. આજે સામાન્ય જનતા મોંઘવારીની જેલમાં કેદ થઈ ગઈ છે અને સરકાર નિષ્ક્રિય દર્શક બનીને તમાશો જોઈ રહી છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “દેશ ચલાવવો સરકારનું કામ છે, માત્ર પ્રચાર કરવો નહીં. જ્યારે જનતા મોંઘવારીના મારથી ત્રાહિમામ પોકારી રહી હોય, યુવાનો બેરોજગારીથી પરેશાન હોય અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમાતી હોય ત્યારે સરકારને પોતાની નિષ્ફળતાની જવાબદારી સ્વીકારી લેવી જોઈએ. જો જનતાને રાહત આપી શકતા નથી તો સત્તા પર રહેવાનો કોઈ નૈતિક અધિકાર પણ રહેતો નથી.”
સરકારની નિષ્ફળતાથી દુખદ ઘટનાઓ બની: જેનીબેન
પેપર લીકના કારણે અનેક વિદ્યાર્થીઓ ભારે માનસિક તણાવમાં આવ્યા છે અને કેટલાક વિદ્યાર્થીઓએ આત્મહત્યા જેવા પગલાં પણ ભર્યા છે. આ માત્ર આત્મહત્યા નથી, પરંતુ ભ્રષ્ટ અને નિષ્ફળ વ્યવસ્થાના કારણે થયેલી દુઃખદ ઘટનાઓ છે. સરકારે આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ અને જવાબદારો સામે કડકમાં કડક સજા કરવી જોઈએ.


