By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    3 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    6 days ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 week ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    1 week ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: દેશભરમાં કેશ કટોકટીના ખતરાની વાગી ઘંટડી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

દેશભરમાં કેશ કટોકટીના ખતરાની વાગી ઘંટડી

Editor
Last updated: 2026/06/05 at 5:07 PM
4 minutes ago
Share
દેશભરમાં કેશ કટોકટીના ખતરાની વાગી ઘંટડી
SHARE

રોકડનો પહાડ, ATMમાં દુષ્કાળ

દેશભરમાં કેશ કટોકટીના ખતરાની વાગી ઘંટડી

રોકડ હોવા છતાં મશીનો ખાલી, ગામડાંઓમાં વધશે મુશ્કેલી ; જરૂરિયાત સામે માત્ર 57-64% રોકડ જ મળી રહી છે

ATM ઉદ્યોગે IBA અને RBI સમક્ષ વ્યક્ત કરી ગંભીર ચિંતા

અગ્ર ગુજરાત, નવી દિલ્હી
દેશમાં ચલણનો જથ્થો રેકોર્ડ સ્તરે પહોંચ્યો હોવા છતાં ATM સુધી પૂરતી રોકડ ન પહોંચતાં કેશ કટોકટી સર્જાવાની ભીતિ ઉભી થઈ છે. ATM ઉદ્યોગના સંગઠન CATMi દ્વારા ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA)ને લખાયેલા પત્રમાં ચેતવણી આપવામાં આવી છે કે ઘણા રાજ્યોમાં ATMમાં રોકડ ભરવા માટે જરૂરી નાણાં ઉપલબ્ધ નથી. આ સ્થિતિ ખાસ કરીને ગ્રામિણ અને અર્ધ-શહેરી વિસ્તારોના લોકો માટે મુશ્કેલીરૂપ બની શકે છે, જ્યાં આજે પણ રોકડ વ્યવહારોનું પ્રભુત્વ છે. ઉદ્યોગના આંકડા મુજબ માર્ચ અને એપ્રિલ દરમિયાન ATMમાં રોકડ ભરવા માટે કુલ રૂ.94,000 કરોડની જરૂરિયાત હતી. જોકે માર્ચમાં માત્ર રૂ.61,000 કરોડ અને એપ્રિલમાં રૂ.54,000 કરોડ જ ઉપલબ્ધ થયા હતા. એટલે કે જરૂરી રકમના અનુક્રમે માત્ર 64 ટકા અને 57 ટકા જેટલો જ પુરવઠો મળ્યો હતો. પરિણામે અનેક ATMમાં પૂરતી રોકડ ભરવી શક્ય બની નથી.
CATMiએ આ મુદ્દે RBIને પણ અવગત કરાવ્યું છે. સંગઠનનું કહેવું છે કે ATM સંચાલકોને મળતી વર્તમાન ઇન્ટરચેન્જ ફી વધતા ખર્ચ સામે પૂરતી નથી. હાલમાં એક બેંકના ગ્રાહક દ્વારા બીજી બેંકના ATMનો ઉપયોગ કરવામાં આવે ત્યારે રૂ.19ની ઇન્ટરચેન્જ ફી મળે છે. પરંતુ ઇંધણ, રોકડ પરિવહન, સુરક્ષા અને કર્મચારીઓના ખર્ચમાં થયેલા વધારા સામે આ આવક અત્યંત ઓછી સાબિત થઈ રહી છે.
તાજેતરના સમયમાં મધ્ય પૂર્વમાં ઊભી થયેલી અસ્થિરતા બાદ ઇંધણના ભાવમાં વધારો નોંધાયો છે. સાથે જ અનેક રાજ્યોમાં લઘુત્તમ વેતનમાં વધારો થતાં ATM કામગીરીનો ખર્ચ પણ નોંધપાત્ર રીતે વધી ગયો છે. રોકડ પહોંચાડતી કંપનીઓ અને ATM ઓપરેટરો માટે ખર્ચ અને આવક વચ્ચેનું સંતુલન જાળવવું મુશ્કેલ બન્યું છે. બીજી તરફ ડિજિટલ પેમેન્ટના વધતા વપરાશને કારણે ATM ટ્રાન્ઝેક્શનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. RBIના મે બુલેટિન મુજબ એપ્રિલ 2026માં ATM વ્યવહારોની સંખ્યા ઘટીને 446.5 મિલિયન રહી હતી, જે ગયા વર્ષે 498.4 મિલિયન હતી. કુલ વ્યવહારોનું મૂલ્ય પણ રૂ.2.64 લાખ કરોડથી ઘટીને રૂ.2.50 લાખ કરોડ પર આવી ગયું છે. ઉદ્યોગના નિષ્ણાતો કહે છે કે સામાન્ય રીતે દર વર્ષે 2.5થી 3 ટકા જેટલો ઘટાડો થતો હતો, પરંતુ આ વખતે ઘટાડો 10 ટકા કરતાં વધુ રહ્યો છે.
ગત વર્ષે ATM ઉપયોગની વધારાની ફી રૂ.21થી વધારીને રૂ.23 કરાતા ઘણા ગ્રાહકો ડિજિટલ વ્યવહારો તરફ વળ્યા છે. જોકે ATM ઓપરેટરોને મળતી ઇન્ટરચેન્જ ફીમાં થયેલો વધારો ખર્ચની સરખામણીએ નગણ્ય રહ્યો છે. આ સમગ્ર પરિસ્થિતિમાં સૌથી રસપ્રદ બાબત એ છે કે દેશમાં ચલણમાં રહેલી રોકડનો જથ્થો સતત વધી રહ્યો છે. 22 મે સુધીમાં કુલ ચલણ રૂ.42.54 લાખ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું હતું, જે એક વર્ષ અગાઉની સરખામણીએ લગભગ 12 ટકા વધુ છે. તેમ છતાં ATM સુધી રોકડ પહોંચાડવાની વ્યવસ્થામાં ઊભી થયેલી સમસ્યાઓને કારણે કેશ સંકટની સ્થિતિ ઊભી થઈ રહી છે.
જો ટૂંક સમયમાં ઉકેલ નહીં આવે તો ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોમાં ATM પર આધારિત લાખો લોકોને રોકડ ઉપાડવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

જરૂરિયાત સામે ઓછી રોકડ

માર્ચ-એપ્રિલમાં ATM માટે રૂ.94,000 કરોડની જરૂર, ઉપલબ્ધ માત્ર રૂ.61,000 કરોડ અને રૂ.54,000 કરોડ.

ATM ખાલી રહેવાની ભીતિ

ઘણા રાજ્યોમાં પૂરતી કેશ સપ્લાય ન મળતાં ATM સમયસર રિફિલ થઈ શકતા નથી.

ગ્રામિણ વિસ્તારો પર સૌથી મોટી અસર

ડિજિટલ વ્યવસ્થા ઓછી હોવાથી ગામડાંના લોકો રોકડ માટે ATM પર વધુ નિર્ભર.

ઇન્ટરચેન્જ ફી અપર્યાપ્ત

ATM ઓપરેટરોને મળતી રૂ.19ની ફી વધતા ખર્ચ સામે પૂરતી નથી.

ઇંધણ અને સ્ટાફ ખર્ચ વધ્યો

કેશ ટ્રાન્સપોર્ટ, સુરક્ષા અને કર્મચારીઓના ખર્ચમાં મોટો વધારો.

ATM ટ્રાન્ઝેક્શનમાં 10.4% ઘટાડો

એપ્રિલમાં ATM વ્યવહારો 498.4 મિલિયનથી ઘટીને 446.5 મિલિયન રહ્યા.

ડિજિટલ પેમેન્ટનો પ્રભાવ

લોકો UPI અને અન્ય ડિજિટલ માધ્યમ તરફ વળતાં રોકડ ઉપાડ ઓછા થયા.

ચલણનો જથ્થો રેકોર્ડ સ્તરે

દેશમાં કુલ રોકડ રૂ.42.54 લાખ કરોડ સુધી પહોંચી છતાં ATMમાં કેશ અછતનો વિરોધાભાસ.

You Might Also Like

ગોંડલના શેમળામાં તળાવમાં ડૂબી જતાં એક જ પરિવારના 3 બાળકોના મોત, એક ગંભીર

મહીસાગર જિલ્લા ન્યાયાલય ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી

ધોરાજી ગુજ્જર ક્ષત્રિય કડિયા સેવા સમાજ દ્વારા કાલે ભાગવત સપ્તાહ

ધ્રોલના લતીપર ગામમાં પિતાના ઠપકાથી વ્યથિત થઈ યુવાનનો આપઘાત

માંગરોળમાં મકોડા વડલીથી કંકાસા રોડમાં ભાજપનો વિકાસ અટવાયો..!

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શાસકોએ તામજામવાળા વિકાસ કામોને હોલ્ડમાં રાખ્યા, પ્રજાહિતને પ્રધાન્ય
રાજકોટ

શાસકોએ તામજામવાળા વિકાસ કામોને હોલ્ડમાં રાખ્યા, પ્રજાહિતને પ્રધાન્ય

Editor By Editor 13 minutes ago
જન્મ-મરણના દાખલાની વ્યવસ્થા વોર્ડવાઈઝ કરવા મનપામાં માંગ
ઘર પાસે રીક્ષા પાર્કિંગના ઝઘડામાં થયેલી હત્યામા એક આરોપીને આજીવન કેદની સજા
વેપારીઓને પ્રેમજાળમાં ફસાવી લાખોની ખંડણી વસૂલતી ‘પીયુ’ ઝડપાઈ
આટકોટમાં અપહરણની આશંકાએ લોહિયાળ ખેલ, જે સગીરા માટે બખેડો થયો તેણે જ ઘરે ફાંસો ખાધો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?