જિલ્લામાં બેસ્ટ પરર્ફોમન્સ બદલ રાજકોટ ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસીએશનનું સન્માન
અમદાવાદ ખાતે યોજાયો એવોર્ડ વિતરણ સમારોહ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ડિસ્ટ્રિક્ટને પોતાના ડિસ્ટ્રિક્ટમાં ગર્લ્સ અને બોયઝની બધી કેટેગરીમાં ટુર્નામેન્ટ કરી ડિસ્ટ્રિક્ટ ટીમનું સિલેકસન કરવા માટે એવોર્ડ અને પ્રાઇઝ આપવામાં આવેલ.
અં-20 બોયઝમાં સ્વ. અશોક પરમાર ઓપન રાજકોટ ફૂટબોલ ટુર્નામેન્ટ. જીનીયસ કપ બેબી લીગ અંદર 8, 10, 12, 14,17. અંડર 14,17 બોય્જ અને ગર્લ્સ. સ્વ. શેઠ જેંતિભાઇ કુંડલિયા મેમોરિયલ અંદર 14 અને 17 ફૂટબોલ ટુર્નામેન્ટ. સ્વ. પીટર જેક અને સ્વ. ડી. આર. ગોસાઈ મેમોરિયલ સિનિયર ફૂટબાલ ટુર્નામેન્ટ. સન સાઈન સુપર કપ 5 એ સાઈડ ફૂટબાલ ટુર્નામેન્ટ.
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) માં છેલ્લા 3 વર્ષ થી મીડિયા મેનેજર તરીકે સેવા બજાવી રહેલ રાજકોટ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ આસોસીએસનના ટ્રેઝરર અમૃતલાલ બૌરાસીના કર્યાને પણ બિરદાવવા માં આવેલ.
રાજકોટ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, ઉપપ્રમુખ બી. કે. જાડેજા, સેક્રેટરી રોહિત બુંદેલા સહિતના એસોસિએશન ના સભ્યોએ સન્માન બદલ આભાર વ્યક્ત કરેલ છે.


