ઉનામાં હૈયું કંપાવતી ઘટના ,બે માસૂમ સગીર બાળકોને દારૂ પીવડાવ્યો!
મારા ભૂલકાંને કોણે દારૂ નો નશો કરાવ્યો? માતા-પિતાનો આક્રંદ
સગીરોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા, પોલીસ આવતા જ સમાધાનનો ખેલ અને ઘીના ઠામમાં ઘી પડ્યું: સમાજ માટે લાલબતી સમાન કિસ્સો
અગ્ર ગુજરાત, ઉના
ઉના પંથકમાં માનવતાને શરમાવે તેવી કલંકિત ઘટના સામે આવી છે. બે નિર્દોષ, માસૂમ સગીર વયના બાળકો ને કોઈ હેવાનિયત ભર્યા નરાધમે દારૂ પીવડાવી દેતાં માસૂમ સગીર ના પરિવારમાં હોબાળો મચી ગયો હતો.બાળકોને નિશાન બનાવવાની ઘટનાએ સમાજનું માથું શરમથી ઝુકાવી દીધું છે.દારૂ નો નશો કરાવનાર શખ્સો મજાક કરવા પીવડાવ્યો કે અન્ય કોઈ ઇરાદે તેવા અનેક સવાલ ઊભા થવા પામેલ છે.
પ્રાપ્ત વિગત મુજબ ઉના પંથકના બે સગીર વયના ભૂલકાંઓને કોઈ અજાણ્યા શખ્સે છેતરીને કે જબર દસ્તીથી દારૂ પીવડાવી દીધો.દારૂનું સેવન કરતાં જ બંને બાળકોની તબિયત એકદમ લથડી પડી. અને નશા માં ચકનાચૂર બાળકો ની સ્થિતિ જોતા પરીવારજનો ના પગ તળેથી જમીન સરકી ગઈ ઘરમાં આક્રંદ અને ચીસોનું વાતાવરણ સર્જાયું.પરિવારજનો એ તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરતાં 108 ઘટનાસ્થળે પહોંચી અને બંને માસૂમોને યુદ્ધના ધોરણે ઉના સરકારી હોસ્પિટલમાં નાશ ની હાલત માં ખસેડવામાં આવ્યા.હોસ્પિટલના બિછાને તરફડતા પોતાના જીગરના ટુકડાને જોઈ માતા-પિતા હૈયાફાટ રુદન કરી રહ્યા હતા.
આક્રોશ સાથે કહ્યું મારા 12 વર્ષના દીકરાને દારૂ કોણે પીવડાવ્યો?મારા માસૂમ ભૂલકાંનો શું વાંક?પરિવારજનોની ચીસોથી હોસ્પિટલનું વાતાવરણ ગમગીન બની ગયું હતું.તબીબોએ તાત્કાલિક સારવાર શરૂ કરી. સદનસીબે સમયસર સારવાર મળી જતાં તબીબે બંને બાળકોની હાલત હાલ સ્ટેબલ હોવાનું જણાવ્યું છે. જોકે દારૂની અસર હજુ સંપૂર્ણ રીતે નાબૂદ થઈ નથી અને બાળકોને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે ઘટનાની જાણ પોલીસને થતાં ઉના પોલીસનો કાફલો તાત્કાલિક સરકારી હોસ્પિટલ દોડી આવ્યો.
પોલીસે બાળકોના નિવેદન લેવાની અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરે થોડી જ વારમાં આખરે સમાધાન થઈ ગયું અને સમાધાન સાથે અનેક સવાલ પણ ઊભા થયા કે માસૂમ નો વાંક શું બાળકોને નિશાન બનાવવાની ઘટનાએ દારૂબંધીની પોલ ખોલી નાખી છે. જ્યારે પુખ્ત વયના લોકો જ દારૂથી મોતને ભેટી રહ્યા છે, ત્યારે નિર્દોષ બાળકોને દારૂ પીવડાવવાનું દુષ્કૃત્ય સમાજ માટે લાલબત્તી સમાન છે.


