By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: ફાર્મા કંપનીઓના ગેરકાયદે નેટવર્ક પાછળ કોણ? કોંગ્રેસનો સરકારને સવાલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ફાર્મા કંપનીઓના ગેરકાયદે નેટવર્ક પાછળ કોણ? કોંગ્રેસનો સરકારને સવાલ

Editor
Last updated: 2026/06/06 at 4:49 PM
2 months ago
Share
ફાર્મા કંપનીઓના ગેરકાયદે નેટવર્ક પાછળ કોણ? કોંગ્રેસનો સરકારને સવાલ
SHARE

ફાર્મા કંપનીઓના ગેરકાયદે નેટવર્ક પાછળ કોણ? કોંગ્રેસનો સરકારને સવાલ

ડ્રગ્સ-હવાલા નેટવર્કના આરોપો: શું માત્ર કંપનીઓ જ કે પછી કોઈ રાજકીય છત્રછાયા પણ? મનીષ દોશી

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાત દેશનું સૌથી મોટું ફાર્મા ઉત્પાદન કેન્દ્ર છે. શું સરકાર સમગ્ર મામલે “વ્હાઇટ પેપર” જાહેર કરીને જણાવશે કે કઈ કંપનીઓ તપાસ હેઠળ છે, કેટલા પ્રમાણમાં ગેરકાયદે નિકાસ થઈ અને નિયમનકારી તંત્ર ક્યાં નિષ્ફળ ગયું? શું આ કંપનીઓને કોઈ ભાજપ નેતા અથવા રાજકીય પ્રભાવશાળી વ્યક્તિનું સંરક્ષણ મળતું હતું? છેલ્લા 10 વર્ષમાં આ કંપનીઓના માલિકો અને ભાજપના નેતાઓ વચ્ચે થયેલી મુલાકાતો અને વ્યવસાયિક સંબંધોની તપાસ થશે? તે અંગે ભાજપ સરકારનો જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે રાજકોટ નજીક હડમતાળાની ફાર્મા કંપનીમાં ED દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સાથે સંકળાયેલા હોવાના પ્રાથમિક અહેવાલો અત્યંત ચિંતાજનક છે. ગુજરાત દેશનું સૌથી મોટું ફાર્માસ્યુટિકલ ઉત્પાદન કેન્દ્ર ગણાય છે. આવી સ્થિતિમાં કરોડો રૂપિયાના ગેરકાયદે નાણાકીય વ્યવહારો, શંકાસ્પદ દવા નિકાસ અને આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથેના સંભવિત સંબંધો સમગ્ર રાજ્યની પ્રતિષ્ઠા પર પ્રશ્નાર્થ ઊભો કરે છે.

જો ગુજરાતના સુરત, અંકલેશ્વર અને અન્ય ફાર્મા હબમાં આવેલી કંપનીઓ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સાથે સંકળાયેલી હોવાનું EDની તપાસમાં સામે આવ્યું છે, તો રાજ્ય અને કેન્દ્રના ડ્રગ કન્ટ્રોલ વિભાગો આ ગેરકાયદે પ્રવૃત્તિઓને વર્ષો સુધી શોધી કેમ શક્યા નહીં? શું તપાસ હેઠળ આવેલી ફાર્મા કંપનીઓના માલિકો, ડિરેક્ટરો અથવા તેમના સંબંધિત વ્યક્તિઓએ ભાજપ અથવા અન્ય રાજકીય પક્ષોને ફંડિંગ કર્યું છે? સરકાર આ સંબંધોની સંપૂર્ણ માહિતી જાહેર કરશે? શું આ માત્ર વહીવટી નિષ્ફળતા છે કે પછી કોઈ પ્રભાવશાળી લોકોના આશીર્વાદ હેઠળ આ સમગ્ર નેટવર્ક કાર્યરત હતું?

ભાજપ સરકારને સીધા પ્રશ્નો પૂછતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, શું ભાજપ સરકાર સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરાવશે કે કોઈ વર્તમાન અથવા ભૂતપૂર્વ ભાજપ નેતા, તેમના પરિવારજનો અથવા નજીકના સહયોગીઓનો આ ફાર્મા કંપનીઓ સાથે સીધો કે આડકતરો સંબંધ હતો કે નહીં? જો આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કના તાર ગુજરાત સુધી પહોંચે છે, તો શું રાજ્ય સરકાર તેની નૈતિક જવાબદારી સ્વીકારશે? શું આ કંપનીઓના માલિકો અથવા ભાગીદારોના કોઈ રાજકીય સંબંધો છે? છેલ્લા 10 વર્ષમાં આ કંપનીઓની કેટલી વખત તપાસ કરવામાં આવી હતી? ડ્રગ કન્ટ્રોલ વિભાગે કોઈ અનિયમિતતા નોંધેલી હતી કે નહીં?

ગુજરાતને વિકાસનું મોડેલ ગણાવવામાં આવે છે, પરંતુ જો ગુજરાતની ધરતી પરથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ અને શંકાસ્પદ દવા નેટવર્કના તાર જોડાતા હોય તો માત્ર કંપનીના સંચાલકો જ નહીં, તેમને સંરક્ષણ આપનાર દરેક વ્યક્તિને કાયદાના સકંજામાં લાવવી જોઈએ. સત્ય બહાર આવવું જોઈએ, ભલે તે કેટલું પણ અસ્વસ્થ કરનારું કેમ ન હોય.

You Might Also Like

સિંહોની સુરક્ષા માટે આંબરડી સફારી પાર્કમાં ૧૦૦ હેકટરમાં બનશે ખેક ખાસ સમિતિ ક્ષેત્ર

સાળંગપુર દર્શન કરી પરત ફરતા વેરાવળના નાયબ મામલતદારનું અકસ્માતમાં કરૂણ મોત

સોનું-ચાંદીમાં તેજી, ક્રૂડમાં ઉછાળો; રૂપિયો દબાણમાં, સેન્સેક્સ-નિફ્ટી સાવધ!

રાજકોટમાં ‘નશા મુક્ત યુવા – વિકસિત ભારત’ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ

રાજકોઠ ડિવીઝનનના જામનગર યાર્ડમાં વિન્ડમિલ લાઇનના ટ્રેક લેઆઉટમાં સુધારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોઠ ડિવીઝનનના જામનગર યાર્ડમાં વિન્ડમિલ લાઇનના ટ્રેક લેઆઉટમાં સુધારો
ગુજરાતરાજકોટ

રાજકોઠ ડિવીઝનનના જામનગર યાર્ડમાં વિન્ડમિલ લાઇનના ટ્રેક લેઆઉટમાં સુધારો

Editor By Editor 8 hours ago
“વેટીવર ઘાસ”: જમીન, જળ અને જીવનને સુરક્ષિત બનાવતું પ્રકૃતિનું અનમોલ વરદાન
ઉપલેટા તાલુકાના બિસ્માર રસ્તાઓ સામે ગ્રામજનોનો વિરોધ
રાજુલાના ખાખબાઇ ગામે નદીના ભયજનક પ્રવાહમાં ન્હાવા પડેલા યુવક સામે કાર્યવાહી
વિરપુર અને જુનાગઢના મોબાઈલ ટાવરમાંથી કોપર વાયર ચોરતી ગેંગના ૬ ઝડપાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?