વી.વી.પી. કોલેજ ખાતે ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન દ્વારા પ્રોજેક્ટ ફેર યોજાયો
વિદ્યાર્થીઓએ ટેકનોલોજી આધારિત પ્રોજેકટ રજૂ કર્યા : છાત્રોનું સન્માન
અગ્ર ગુજરાત, રાજકોટ
વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ, રાજકોટના ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જીનીયરીંગ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે પ્રોજેકટફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ટેકનોલોજી આધારિત પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતાં.
આ પ્રદર્શનમાં પ્રથમ ક્રમે ચિરાગ રાદડિયા, હર્ષ લાડવા અને અદનાન ભારમલ કે જેઓનો ‘3-in-1 Hybrid CNC Machine’ પ્રોજેક્ટ રહ્યો છે, જે ફુલી ઓટોમેટેડ મોડેલ પ્રિન્ટીંગની ક્ષમતા દર્શાવે છે,. દ્વિતીય ક્રમે કુશલ શંખલપરા, કૃષ્ણ માકડિયા અને આદિત્ય રાવલ દ્વારા નિર્મિત ટેકનોલોજીથી સજ્જ ‘Face recognition attendance system (Rpi Based)’ જે ચહેરા દ્વારા હાજરી નોંધવાની સુવિધા ધરાવે છે. તૃતીય ક્રમે આદિત્ય તલસાણીયા અને કનિષા પોપટાણી કે જેઓનો નવીનતમ ‘Digital Hourglass’ પ્રોજેક્ટ વિજેતા જાહેર થયો છે, જ્યારે ચતુર્થ ક્રમે આદિત્ય તલસાણીયા દ્વારા પ્રસ્તુત ‘ IoT Based Water Heater’ પ્રોજેક્ટ રહ્યો હતો.
આ પ્રોજેકટફેરમાં રજૂ થયેલ પ્રોજેક્ટ્સ ‘સ્માર્ટ હોમ અને એગ્રીકલ્ચર સિસ્ટમ’, જે IoT ટેકનોલોજી દ્વારા સ્માર્ટ સિંચાઈ અને ઘરનું નિયંત્રણ સક્ષમ બનાવે છે, તેમજ ‘બ્લાઈન્ડ સપોર્ટ સિસ્ટમ’, જે દ્રષ્ટિબદ્ધ વ્યક્તિઓને દિશા અને અવરોધ વિશે સૂચના આપે છે, એવા પ્રોજેક્ટ્સ સૌનું ધ્યાન ખેંચી લેવા જેવા રહ્યાં હતા. વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને પ્રાયોગિક સમજણને ઉજાગર કરતા હતા.
આ પ્રસંગે ઉદ્યોગ અને શૈક્ષણિક ક્ષેત્રના નિષ્ણાત મહાનુભાવો શ્રી કલ્પેશભાઈ ગજેરા, પ્રો. નિરંજનભાઈ અગ્ર્રાવત, પાર્થ સેજપાલ અને પ્રો. રશ્મિન તન્ના ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સને બિરદાવ્યા હતા.
પ્રોજેકટફેરનું આયોજન સંસ્થાના આચાર્ય ડૉ. પિયુષ વણઝારાના માર્ગદર્શન હેઠળ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન વિભાગના વડા ડૉ.ચાર્મી પટેલ, ડૉ. જિગ્નેશ જોષી અને પ્રો. રવિન સરધારા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રોજેક્ટ ફેરના આયોજન બદલ સંસ્થાના ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુક્લ, ડો.સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણિયાર, ડો. નરેન્દ્રભાઈ દવે તથા ડો.નવીનભાઈ શેઠ દ્વારા વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓની નવીનતા, શોધખોળ તેમજ ટેકનિકલ કુશળતા વધે છે તેવું જણાવ્યું હતું અને આગામી દિવસોમાં વધુ પ્રગતિની આશા વ્યક્ત કરી હતી.


