By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    7 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    1 week ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: જેતપુરમાં PGVCLએ પરપ્રાંતિય શ્રમિકને ફટકાર્યુ રૂ.3૨.૭૨ લાખનું બીલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

જેતપુરમાં PGVCLએ પરપ્રાંતિય શ્રમિકને ફટકાર્યુ રૂ.3૨.૭૨ લાખનું બીલ

Editor
Last updated: 2026/06/09 at 3:33 PM
23 minutes ago
Share
જેતપુરમાં PGVCLએ પરપ્રાંતિય શ્રમિકને ફટકાર્યુ રૂ.3૨.૭૨ લાખનું બીલ
SHARE

જેતપુરમાં PGVCLએ પરપ્રાંતિય શ્રમિકને ફટકાર્યુ રૂ.3૨.૭૨ લાખનું બીલ

સ્માર્ટ મીટર લગાવ્યા બાદ પરિવારને વીજકંપનીની બેદરકારીનો લાગ્યો ઝાટકો

 

અગ્ર ગુજરાત, જેતપુર

રાજકોટ જિલ્લાના જેતપુરમાંથી પીજીવીસીએલ (PGVCL) કંપનીની એક ખૂબ જ ગંભીર બેદરકારી સામે આવી છે, જેને કારણે એક ગરીબ પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. જેતપુરના જૂનાગઢ રોડ પર આવેલ ગણેશનગર વિસ્તારમાં રહેતા એક પરપ્રાંતીય મજૂર પરિવારને અધધ ₹૩૨,૭૨,૨૨૨ નું વીજ બિલ મળતા પરિવારના હોશ ઊડી ગયા છે. સામાન્ય રીતે જે ઘરનું બિલ માત્ર એક-બે હજાર રૂપિયા આવતું હોય, ત્યાં લાખો રૂપિયાનું બિલ ડિસ્પ્લે થતાં ગ્રાહકને મોટો આંચકો લાગ્યો છે.

મળતી માહિતી મુજબ, ગણેશનગરમાં રહેતા અને કંપનીમાં મજૂરી કામ કરતા અભયસિંહ રાઠોડ દ્વારા પોતાની પત્ની દીપિકા રાઠોડના નામે વીજ કનેક્શન લેવામાં આવ્યું છે. અગાઉ તેમનું મીટર ફોલ્ટ થતાં ગત ૨૫ માર્ચ, ૨૦૨૬ના રોજ નવું સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું હતું. સ્માર્ટ મીટર લાગ્યા બાદ જ્યારે ગુગલ પે (Google Pay) એપ્લિકેશન પર બિલ ચેક કરવામાં આવ્યું, ત્યારે તેમાં ₹૩૨.૭૨ લાખથી વધુની રકમ જોઈને આખો પરિવાર ચોંકી ઉઠ્યો હતો. આ ઘટનાને પગલે ગભરાયેલા મજૂર પરિવારે જૂનું સાદું મીટર ફરીથી લગાવી આપવાની માંગ કરી છે.

મકાન માલિક અભયસિંહ રાઠોડ એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે “હું કંપનીમાં મજૂરી કામ કરીને માંડ દિવસના ૭૦૦-૮૦૦ રૂપિયા કમાઉં છું. છેલ્લા ૬ વર્ષથી અમે અહીં રહીએ છીએ અને અમારું બિલ ક્યારેય ૧૫૦૦ કે ૨૦૦૦ રૂપિયાથી વધુ નથી આવ્યું. નવું સ્માર્ટ મીટર લગાવ્યા પછી સીધું ૩૨ લાખ ૭૨ હજાર રૂપિયાનું બિલ આવ્યું છે! આ આંકડો જોઈને છેલ્લા ૨૪ કલાકથી અમારા ઘરમાં જમવાનું પણ નથી બન્યું. અમે ભારે ટેન્શનમાં છીએ. જો હું મારી આખી જિંદગીની કમાણી કે ગામની જમીન અને ઘર વેચી દઉં, તો પણ આટલી રકમ ચૂકવી શકું તેમ નથી. અમારી માંગ છે કે પીજીવીસીએલ અમારું સાદું મીટર પાછું લગાવે અને જે સાચું બિલ હોય તે જ અમારી પાસેથી લેવામાં આવે.”

આ બાબતે પીજીવીસીએલના નાયબ ઈજનેર એમ. એમ. સરધારા એ જણાવ્યું કે “ગ્રાહકના બિલની વિગતોના આધારે અમારા બિલિંગ વિભાગમાં તપાસ કરવામાં આવી છે. ગ્રાહકના મોબાઈલમાં જે બિલનો મેસેજ દેખાઈ રહ્યો છે તે ખરેખર સિસ્ટમમાં ભૂલ (Error) હોવાને કારણે ઓટોમેટિક જનરેટ થઈને પહોંચી ગયો છે. પીજીવીસીએલ કંપની દ્વારા સિસ્ટમમાંથી આવું કોઈ ઓફિશિયલ બિલ બનાવવામાં આવ્યું નથી. સિસ્ટમની ટેકનિકલ ખામીના કારણે જ આ મેસેજ ગ્રાહક સુધી પહોંચ્યો છે.

આ કિસ્સાએ PGVCLની કામગીરી પર અને તેમની ઓટોમેટેડ સિસ્ટમની ચોકસાઈ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. સામાન્ય મજૂર પરિવારને પડતી આ મુશ્કેલી વહીવટી તંત્રની ગંભીર બેદરકારી દર્શાવે છે.

અમુ સિંગલ જેતપુર

You Might Also Like

દેશભરમાં ચોમાસાની ધમાકેદાર દસ્તક

ક્રુડમાં રાહતના સંકેતઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો શક્ય

વલ્લભીપુરમાં પશુચોર ‘મસડા ગેંગ’ને દબોચી લેતી પોલીસ

રાજુલાના હર્ષનગર વિસ્તારમાં લાખોના ખર્ચે બનેલા નવા RCC રોડમાં ભ્રષ્ટાચારની બૂ

ઉના મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાઓનો દીપ્તિમાન સત્કાર સમારંભ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વન્યજીવો પર ખતરો! દિપડાની ચામડાની તસ્કરીનું રેકેટ
સુરત

વન્યજીવો પર ખતરો! દિપડાની ચામડાની તસ્કરીનું રેકેટ

Editor By Editor 6 days ago
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગામડાઓમાં ૨૦ હજારથી વધુ ચેકડેમ-તળાવનું નિર્માણ
રાજકોટના ચિત્રકાર વલ્લભભાઈનુ નામ આતરરાષ્ટીય ફલક પર ઝળહળ્યું
શાપરમાં ખેડૂતની કરોડોની જમીન પર જમાવ્યો કબજો : ભાજપ અગ્રણી સહિત 6 સામે લેન્ડ ગ્રેબિંગ
જનગણનાની ફરજમાં ગયેલી મહિલા શિક્ષિકાનો અર્ધનગ્ન સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?