ભેળસેળીયા બેફામ : ક્રિષ્ના ભંડારના અશુધ્ધ ઘીનો વેપલો
પૃથ્થકરણ રિપોર્ટમાં વનસ્પતિ તેલની ભેળસેળ મળી, લોકોના આરોગ્ય સાથે વેપારી દ્વારા છેડછાડ
૧૯ સ્થળે મનપાના ફૂડ વિભાગના દરોડા, લાયસન્સ વગર ધંધો ખોલનાર ૯ પેઢીઓને ફટકારી નોટીસ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં ભેળસેળીયાઓ બેફામ બન્યા છે. નામાંકિત કેરીઓમાંથી પણ ભેળસેળવાળો ખોરાક સતત ઝડપાઇ રહ્યો છે. મનપા દ્વારા ક્રિષ્ના ઘી ભંડારમાંથી લેવામાં આવેલા ઘીના નમૂનામાં વનસ્પતિ તેલની ભેળસેળ ખુલવા પામી છે. નમૂના ફેઇલ થયા છે.
ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના નંદનવન થી વગડ ચોકડી વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 19 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 09 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 10 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી છે.
ફૂડ વિભાગે કૂડો’ઝ આઇસ્ક્રીમ, ઢોસા વાલા, ગુરુકૃપા આઇસ્ક્રીમ & સોડા, જલારામ સુરતી લોચો, શ્રી હરી પરાઠા, જય મેલડીમાં રસ, ખોડલ રસ, સીતારામ સુરતી ખમણ, અનુ ભાજી & પુલાવને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. તથા યશ ફાર્મસી, પુષ્ટિ પ્રોવિઝન સ્ટોર, ધારેશ્વર ડેરી ફાર્મ, મારુતિ ફૂડ્સ, મવડી ઢોસા હાઉસ, પટેલ રેસ્ટોરન્ટ, પટેલ સુરતી ઢોસા, ZAF’S TEA, ગણેશ આલૂપુરી, પાણિપુરી.કોમની ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ -2006 હેઠળ shital baklava pistacho (choco covering coated ice cream) inner layer(from 60 ml pkd): પ્રિયા એન્ટરપ્રાઇઝ, (ડિસ્ટ્રિબ્યુટર રિટેલર), ધનશ્યામ ઇન્ડ. એરીયા શેરી નં. 4, ઢેબર રોડ, વિરાણી અઘાટ અને શ્રધ્ધા કોઠી આઇસ્ક્રીમ (મેંગો) (from4.6 k.g. pkd): શ્રી બાલાજી કોઠી આઇસ્ક્રીમ, વ્રજ અક્ષર શોપ નં.3, વસંત વાટિકા સામે, અંબિકા ટાઉનશિપ, મવડી, રાજકોટ ખાતેથી નમૂના લેવામાં આવ્યા છે.


