સરકારી કચેરીઓ વહિવટદારોનું હબ બની
રાજયમાં બે અલગ બનાવમાં લાંચ લેતા ઇજનેર અને કલાર્ક ઝડપાયા
સુરત મનપાનો કલાર્ક 3૫૦૦ અને તારાપુરમાં એન્જિનિયર ૧૦ હજાર લેતા એસીબીની ઝપટે ચડયા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજ્યમાં લાંચિયાઓ બેફામ હોય તેમ લાગે છે. છેલ્લા કેટલાય દિવસોથી સતત કોઈ ને કોઈ જીલ્લામાં કોઈ એન્ટી કરપ્શન બ્યુરોના હાથે ઝડપાઈ રહ્યું છે.ત્યારે લાંચિયા બાબુઓના વધુ બે કિસ્સાઓ સામે આવ્યા છે.જો પ્રથમ સુરતના કેસની વાત કરીએ તો…. સુરત એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ વરાછા ઝોનમાં સફળ ટ્રેપ ગોઠવી 3,500ની લાંચ લેતા સુરત મહાનગરપાલિકાના ક્લાર્કને રંગેહાથ પકડ્યો છે.આરોપી રાકેશકુમાર ચંદુભાઈ શ્રીમાળી ની ધરપકડ આરોપીનો હોદ્દો આકારણી માં ક્લાર્ક તરીકેનો છે
ફરિયાદી દ્વારા તેમના મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા રૂમમાં સાડીનો સામાન રાખવામાં આવતો હતો. આ રૂમને ગોડાઉન તરીકે દર્શાવી આરોપીએ મિલકત વેરામાં અંદાજે રૂ.12,000નો વધારો થશે તેવી વાત કરી હતી.પરંતુ, મિલકતને રેસિડેન્શિયલ તરીકે જ ચાલુ રાખવા માટે “વ્યવહાર” પેટે રૂ.3,500ની લાંચની માંગણી કરવામાં આવી હતી.ફરિયાદના આધારે ગોઠવાયેલા ટ્રેપ દરમિયાન આરોપીએ ફરિયાદી પાસેથી રૂ.3,500ની લાંચની માંગણી કરી સ્વીકારતા ઝડપાઈ ગયો હતો.
જયારે બીજા કેસની વાત કરીએ તો આણંદ જીલ્લાના તારાપુર પાલિકાનો લાંચિયો વેપકોસ લીમીટેડનો ફિલ્ડ એન્જિનિયર ઝડપાયો ફિલ્ડ એન્જિનિયર જયેશભાઈ ડાહ્યાભાઈ જાદવે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય માટે લાંચની માંગણી કરી હતી 4 લાખના મકાન સહાયના હપ્તા માટે લાંચ માંગવામાં આવી હતી સહાયના હપ્તા મુજબ લાંચની રકમ ચૂકવવાનું નક્કી કરાયું હતું પ્રથમ 70 હજારના હપ્તા સામે 10 હજારની લાંચ નક્કી થઈ હતી વચેટિયા નગીનભાઈ રાજુભાઈ તળપદાએ અગાઉ 2 હજાર લીધા હતા બાકીના 8 હજાર સ્વીકારતા જયેશ જાદવ ઝડપાયો પ્રજાજન નગીન તળપદા સામે પણ ગુનો નોંધાયો જેની એસીબી શોધખોળ કરી રહી છે.


