By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગોંડલમાં ગાંજાના જથ્થા સાથે પેડલર ઝડપાયો ઘરેથી જ ચલાવતો હતો વેચાણનો ધંધો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ગોંડલમાં ગાંજાના જથ્થા સાથે પેડલર ઝડપાયો ઘરેથી જ ચલાવતો હતો વેચાણનો ધંધો

Editor
Last updated: 2026/06/10 at 4:22 PM
2 months ago
Share
ગોંડલમાં ગાંજાના જથ્થા સાથે પેડલર ઝડપાયો ઘરેથી જ ચલાવતો હતો વેચાણનો ધંધો
SHARE

ગોંડલમાં ગાંજાના જથ્થા સાથે પેડલર ઝડપાયો ઘરેથી જ ચલાવતો હતો વેચાણનો ધંધો

રૂરલ એસઓજીએ 1.399 કિલો ગાંજો જપ્ત કર્યો, સપ્લાયર ઇમરાન બકાલીની શોધખોળ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં નશીલા પદાર્થોના કારોબાર સામે રૂરલ એસઓજીને મહત્વની સફળતા મળી છે. ગુંદાળા શેરી વિસ્તારમાં આવેલા એક મકાનમાં ગાંજાનો જથ્થો સંગ્રહ કરીને તેનું વેચાણ કરવામાં આવતું હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી કુખ્યાત પેડલર સદામ અશરફ તૈલીને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી ગાંજાનો જથ્થો સહિત કુલ રૂ.63 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નશાખોરીના દૂષણને નાબૂદ કરવા માટે “સે નો ટુ ડ્રગ્સ” અભિયાન સક્રિય રીતે અમલમાં મૂકવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે રૂરલ એસઓજીની ટીમો સતત પેટ્રોલિંગ અને બાતમીદારો મારફતે મળતી માહિતીના આધારે કાર્યવાહી કરી રહી છે. એસઓજી પીઆઈ એફ.એ. પારગીની દેખરેખ હેઠળ કામગીરી દરમિયાન પોલીસને ટેકનિકલ સર્વેલન્સ તેમજ બાતમીદારો પાસેથી જાણકારી મળી હતી કે ગોંડલના ગુંદાળા શેરી વિસ્તારમાં રહેતો એક શખ્સ પોતાના રહેણાંક મકાનમાં ગાંજાનો જથ્થો રાખી તેનું વેચાણ કરી રહ્યો છે. માહિતીની ખાતરી કર્યા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસની ટીમે શંકાસ્પદ મકાન પર દરોડો પાડી સર્ચ હાથ ધરતાં મકાનમાંથી પ્લાસ્ટિકની કાળી કોથળીમાં છુપાવી રાખેલો વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન ગાંજાનું વજન 1.399 કિલો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ગાંજાની કિંમત રૂ.58,850 આંકી હતી. ઉપરાંત અન્ય વસ્તુઓ સહિત કુલ રૂ.63 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે સદામ અશરફ તૈલી (રહે. ગુંદાળા શેરી, નાની બજાર, ગોંડલ)ની ધરપકડ કરી ગોંડલ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપીની પૂછપરછ દરમિયાન ગાંજાનો જથ્થો સપ્લાય કરનાર તરીકે ઇમરાન હનીફ બકાલી (રહે. ચોરી દરવાજા, ગોંડલ)નું નામ સામે આવ્યું હતું. જેના આધારે પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે.
પોલીસ તપાસમાં વધુ એક મહત્વની બાબત સામે આવી છે કે સદામ તૈલી અગાઉ પણ નશીલા પદાર્થોના ગુનાઓમાં સંડોવાયેલો રહ્યો છે. તેની સામે ગોંડલ સીટી પોલીસ સ્ટેશન તેમજ રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ અગાઉ ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે પોલીસ હવે તેની જૂની ગુનાહિત પ્રવૃત્તિઓ અને નશાના નેટવર્ક અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
આ સમગ્ર સફળ કામગીરીમાં એસઓજી પીઆઈ એફ.એ. પારગી, ગોંડલ એ-ડિવિઝન પીઆઈ જે.આર. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જી.જે. ઝાલા, પી.બી. મિશ્રા સહિતના અધિકારીઓ અને સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસનું માનવું છે કે આવી સતત કાર્યવાહીઓથી જિલ્લામાં નશાના કારોબાર પર અસરકારક નિયંત્રણ લાવી શકાય છે.

You Might Also Like

સિંહોની સુરક્ષા માટે આંબરડી સફારી પાર્કમાં ૧૦૦ હેકટરમાં બનશે ખેક ખાસ સમિતિ ક્ષેત્ર

સાળંગપુર દર્શન કરી પરત ફરતા વેરાવળના નાયબ મામલતદારનું અકસ્માતમાં કરૂણ મોત

સોનું-ચાંદીમાં તેજી, ક્રૂડમાં ઉછાળો; રૂપિયો દબાણમાં, સેન્સેક્સ-નિફ્ટી સાવધ!

રાજકોટમાં ‘નશા મુક્ત યુવા – વિકસિત ભારત’ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ

રાજકોઠ ડિવીઝનનના જામનગર યાર્ડમાં વિન્ડમિલ લાઇનના ટ્રેક લેઆઉટમાં સુધારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજુલા સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી, પીપાવાવ પોર્ટ જતો ટ્રેક બંધ
ગુજરાત

રાજુલા સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી, પીપાવાવ પોર્ટ જતો ટ્રેક બંધ

Editor By Editor 2 days ago
શાપર-વેરાવળમાં લેન્ડ ગ્રેબીંગની ફરિયાદમાં બેના આગોતરા જામીન મંજૂર
રિક્ષાના ભાડામાં વધારો, ચાલકોને દિવાળી: ગ્રાહકોને હોળી
વીર જવાનો માટે લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયની દીકરીઓએ મોકલી 1,111 રાખડીઓ
માંગરોળમાં ધારાસભ્ય ભગવાનજી કરગડીયા શિસ્તના સીમાડા ઓળંગ્યા, લોકો સાથે ગાળાગાળી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?