વિરપુર પો.સ્ટે. નોંધાયેલ પોક્સોના ગુન્હાના આરોપીને ઝડપી પાડતીમહીસાગર એલ.સી.બી.
રીપોર્ટ આસીફ લુણાવાડા
અગ્ર ગુજરાત, મહીસાગર
પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનનાઓએ નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે સુચન કરેલ હોય જે અનુસંધાને મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ.એમ.કે.ખાંટનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા એલ.સી.બી સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના અ.હે.કો. નરેન્દ્રકુમાર કાંતિભાઇ નાઓને બાતમી મળેલ કે વિરપુર પો.સ્ટે ગુ.ર.નં. ૧૧૧૮૭૦૦૮૨૬૦૦૪૨/૨૦૨૬ BNS- 2023 ની કલમ ૧૩૭(૨), ૮૭ મુજબનો નાસતો ફરતો આરોપી- મહેંદ્રભાઇ રમેશભાઇ ખાંટ રહે, જોજા, તા. વિરપુર જી. મહીસાગર નાનો વિરપુર બસ સ્ટેશન ખાતે આવનાર છે તેવી ચોક્કસ બાતમીના આધારે એલ.સી.બી. સ્ટાફના માણસોએ બાતમી વાળી જગ્યાએ જઇ વોચમાં રહેલ દરમ્યાન ઉપરોકત કામનો આરોપી આવતા આરોપીને ઝડપી પાડી હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે વિરપુર પો.સ્ટે. સોપવામાં આવેલ છે.


