રાજુલાની રોગી કલ્યાણ સમિતિમાં વિજયભાઈ વાઘની નિમણૂંક
ખાલી જગ્યામાં સામાજીક કાર્યકરને સ્થાન અપાયું
અગ્ર ગુજરાત, રાજુલા
રાજુલા શહેરમાં આવેલ સરકારી હોસ્પિટલ ખાતે કાર્યરત રોગી કલ્યાણ સમિતિમાં ખાલી પડેલી અનુસૂચિત જાતિના સામાજિક કાર્યકરની સભ્ય તરીકેની જગ્યા પર સ્થાનિક અગ્રણીની નિમણૂક કરવામાં આવી છે. સરકારી જોગવાઈઓ અને નિયમો અનુસાર રોગી કલ્યાણ સમિતિમાં અનુસૂચિત જાતિના એક સામાજિક કાર્યકરને સભ્ય તરીકે રાખવા અનિવાર્ય છે. આ મીટિંગમાં સમિતિના તમામ સભ્યો દ્વારા સર્વાનુમતે ચર્ચા-વિચારણા કરીને નિર્ણય લેવાયો હતો. જે અંતર્ગત રાજુલાના નગરપાલિકાના ભાજપના વોર્ડ નં-૭ના સદસ્ય અને અનુસૂચિત જાતિના સક્રિય આગેવાન વિજયભાઇ શામજીભાઈ વાઘને આ સમિતિના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. નવનિયુક્ત સભ્ય વિજયભાઇ વાઘના જોડાવાથી હોસ્પિટલના વહીવટી અને લોકકલ્યાણના કાર્યોને વધુ વેગ મળશે તેમજ દર્દીઓની સુવિધાઓમાં વધારો કરવા માટે સમિતિને નવું બળ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. આ વરણીને આવકારતા વિજયભાઇ વાઘ દ્વારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો આભાર વ્યક્ત કર્યો હતો.


