By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: પેકેજીંગ હબના નામે દેશભરમાં ઠગાઈ, રાજકોટના વેપારીની ઓળખનો થયો દુરુપયોગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

પેકેજીંગ હબના નામે દેશભરમાં ઠગાઈ, રાજકોટના વેપારીની ઓળખનો થયો દુરુપયોગ

Editor
Last updated: 2026/06/12 at 4:44 PM
12 minutes ago
Share
પેકેજીંગ હબના નામે દેશભરમાં ઠગાઈ, રાજકોટના વેપારીની ઓળખનો થયો દુરુપયોગ
SHARE

પેકેજીંગ હબના નામે દેશભરમાં ઠગાઈ, રાજકોટના વેપારીની ઓળખનો થયો દુરુપયોગ

વેપારીના GST નંબર અને સરનામાનો દુરુપયોગ કરી ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી ગ્રાહકો પાસેથી એડવાન્સ પેમેન્ટ ઉઘરાવ્યા, સાયબર ક્રાઈમે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટના એક જાણીતા પેકેજીંગ બોક્સના વેપારીના ધંધાના નામ, જીએસટી નંબર અને સરનામાનો દુરુપયોગ કરીને અજાણ્યા શખ્સોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર નકલી આઈડી બનાવી અનેક ગ્રાહકો સાથે ઓનલાઈન છેતરપીંડી આચર્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અલગ-અલગ રાજ્યોના ગ્રાહકો દ્વારા માલનો ઓર્ડર આપ્યા બાદ પણ સામાન ન મળતા મૂળ વેપારીનો સંપર્ક કરવામાં આવતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ મામલે રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટના આનંદનગર મેઈન રોડ પર આવેલા અમૃત પાર્ક શેરી નં. 1માં રહેતા અને ‘પેકેજીંગ હબ’ નામે પેકેજીંગ બોક્સનો વ્યવસાય કરતા હિતેશભાઈ છગનભાઈ કાકડિયાએ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ચાર વર્ષથી આજી નદીના પુલ પાસે આવેલી મીરા ઉદ્યોગ ઇન્ડસ્ટ્રીઝ ખાતે ‘પેકેજીંગ હબ’ નામે પેકેજીંગ બોક્સનું ઉત્પાદન અને વેચાણ કરે છે. ધંધાના પ્રચાર-પ્રસાર માટે વર્ષ 2021થી તેઓ packaginghub1 નામનું સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચલાવી રહ્યા છે. જોકે, છેલ્લા લગભગ એક વર્ષથી કોઈ અજાણ્યા શખ્સોએ તેમના સત્તાવાર એકાઉન્ટને મળતા આવતા નામો સાથે અનેક નકલી ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી હતી. આ ફેક આઈડીમાં પેકેજીંગ હબનું નામ, ધંધાનું સરનામું તેમજ જીએસટી નંબરનો ઉપયોગ કરીને ગ્રાહકોનો વિશ્વાસ જીતવામાં આવતો હતો. ત્યારબાદ ગ્રાહકો પાસેથી ઓનલાઈન ઓર્ડર લેવામાં આવતા અને એડવાન્સ પેમેન્ટ મેળવ્યા બાદ માલની ડિલિવરી કરવામાં આવતી નહોતી.
ફરિયાદી હિતેશભાઈએ જણાવ્યું હતું કે, ગત 6 માર્ચના રોજ એક ભોગ બનનાર વ્યક્તિનો તેમને ફોન આવ્યો હતો. આ વ્યક્તિએ રૂ. 2,400ના પેકેજીંગ બોક્સનો ઓર્ડર આપ્યો હતો. ગ્રાહકે મોકલેલા બિલ અને ઇન્વોઇસમાં પેકેજીંગ હબનો જીએસટી નંબર અને સરનામું દર્શાવવામાં આવ્યું હતું. તપાસ કરતાં જાણવા મળ્યું કે ગ્રાહકે packaging8 નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મારફતે વાતચીત કરી હતી અને જણાવાયેલા ક્યૂઆર કોડ તથા રાજકોટ નાગરિક બેંકના એક ખાતામાં રકમ ટ્રાન્સફર કરી હતી. જોકે, પેમેન્ટ કર્યા બાદ પણ તેને માલ મળ્યો નહોતો. આ બનાવ પછી વધુ તપાસ કરતા હિતેશભાઈને જાણવા મળ્યું કે આ કોઈ એકલદોકલ ઘટના નથી. અગાઉ પણ દેશના વિવિધ ભાગોમાંથી અનેક લોકો દ્વારા તેમને ફોન કરવામાં આવ્યા હતા. દિલ્હીની રહેવાસી ગુરપ્રીત કૌર, નવસારીના વૈભવ ચોપરા, સહારનપુરની આશના ગર્ગ સહિતના ગ્રાહકોએ પણ સમાન ફરિયાદ કરી હતી. તેમણે packaging_all_box, real_packaging અને unique_packaging જેવા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મારફતે પેકેજીંગ બોક્સનો ઓર્ડર આપ્યો હતો અને નક્કી કરેલી રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી હતી. પરંતુ ત્યારબાદ કોઈ માલ મળ્યો નહોતો અને સંપર્ક કરનારાઓ પણ ગાયબ થઈ ગયા હતા. ફરિયાદ અનુસાર, છેતરપીંડી કરનાર શખ્સોએ વેપારીના જીએસટી નંબર અને ધંધાકીય વિગતોનો ઉપયોગ કરીને નકલી બિલો તૈયાર કર્યા હતા, જેના કારણે ગ્રાહકોને વિશ્વાસ આવી ગયો હતો કે તેઓ મૂળ વેપારી સાથે જ વ્યવહાર કરી રહ્યા છે. આ સમગ્ર ઘટનાને કારણે માત્ર ગ્રાહકોને જ આર્થિક નુકસાન થયું નથી, પરંતુ પેકેજીંગ હબની બજારમાં રહેલી પ્રતિષ્ઠાને પણ ભારે આંચકો પહોંચ્યો છે.
હિતેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે મેહના ઇબ્રાહીમ સહિતના કેટલાક ભોગ બનનારાઓએ અગાઉ સાયબર ક્રાઈમ વિભાગમાં અરજી પણ કરી હતી. અનેક ફરિયાદો અને પુરાવાઓ સામે આવતા આખરે તેમણે પોતે પણ કાયદાકીય કાર્યવાહીનો માર્ગ અપનાવ્યો હતો. ફરિયાદના આધારે રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે અજાણ્યા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સંચાલકો તેમજ સંબંધિત બેંક ખાતાધારકો સામે માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમ (IT Act) અને છેતરપીંડી સંબંધિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી લીધો છે. હાલ પોલીસ દ્વારા ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, ઉપયોગમાં લેવાયેલા મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટની વિગતો અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનના આધારે આરોપીઓ સુધી પહોંચવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
સાયબર ક્રાઈમ નિષ્ણાતોના જણાવ્યા મુજબ સોશિયલ મીડિયા પર વેપારી સંસ્થાઓના નામે બનાવાતા નકલી એકાઉન્ટો દ્વારા છેતરપીંડીના બનાવોમાં છેલ્લા કેટલાક સમયથી વધારો જોવા મળી રહ્યો છે. ગ્રાહકોએ ઓનલાઈન ખરીદી કરતી વખતે સત્તાવાર વેબસાઈટ, વેરિફાઈડ સોશિયલ મીડિયા એકાઉન્ટ અને બેંક વિગતોની ખાતરી કર્યા બાદ જ કોઈપણ પ્રકારનું પેમેન્ટ કરવું જોઈએ. હાલ આ સમગ્ર મામલે સાયબર ક્રાઈમ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે અને આરોપીઓને ઝડપી લેવા માટે ટેકનિકલ સર્વેલન્સ સહિતની કાર્યવાહી શરૂ કરી છે.

You Might Also Like

રાજકોટમાં જામશે હોકીનો મહાકુંભ, મેદાનો ખેલાડીઓના કાંડાના કૌવતના સાક્ષી બનશે

ચોમાસમાં વધુ એક ડિમોલેશનનો તખ્તો, હિંગળાજનગરમાં નોટીસ

સાંઢીયા પૂલના લોકાર્પણની પૂર્વ સંધ્યાએ યોજાશે ‘હેપ્પી સ્ટ્રીટ’

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ ચાર કોર્ષને મંજૂરી આપતા કુલપતિ

સરકાર કંપનીઓની ગુલામ, ખેડૂતો સાથે અન્યાય : કોંગ્રેસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ચાલતી એસટી બસમાં કંડક્ટરને આવ્યો હાર્ટ એટેક, ફરજ દરમિયાન જ નિધન
રાજકોટ

ચાલતી એસટી બસમાં કંડક્ટરને આવ્યો હાર્ટ એટેક, ફરજ દરમિયાન જ નિધન

Editor By Editor 2 days ago
રૂપિયાને ટેકો આપવા સરકાર-RBI ની ડબલ સ્ટ્રાઈક
ફેડરેશન ઓફ આયુષ ડોક્ટર રાજકોટના પ્રમુખ પદે પ્રોકટોલોજિસ્ટ ડો.એમ.વી.વેકરીયાની વરણી
લોકસાહિત્યના સંપાદક અને વિવેચક જયમલભાઇ પરમારની કાલે પુણ્યતિથિ
PM તરીકે મોદીના ૧૨ વર્ષ પૂર્ણ થતા જાગનાથ મંદિરે મંત્રોચ્ચાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?