By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    22 hours ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    3 days ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    4 days ago
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગીર સોમનાથમાં રૂ. 310 કરોડના સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ગીર સોમનાથમાં રૂ. 310 કરોડના સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ

Editor
Last updated: 2026/06/13 at 4:22 PM
6 days ago
Share
ગીર સોમનાથમાં રૂ. 310 કરોડના સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ
SHARE

ગીર સોમનાથમાં રૂ. 310 કરોડના સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ

‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ હેઠળ પાંચ આરોપીઓ ઝડપાયા; 290 ફરિયાદો સાથે જોડાયેલા બે મ્યુલ એકાઉન્ટમાંથી કરોડોના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા

 

અગ્ર ગુજરાત, વેરાવળ

ગીર સોમનાથ જિલ્લા પોલીસે સાયબર ગુનેગારો સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરતાં આશરે રૂ. 310 કરોડના આંતરરાજ્ય સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ અંતર્ગત હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન સાયબર ઠગાઈ માટે બેન્ક ખાતાઓ ભાડે આપતા પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. સમગ્ર મામલો બહાર આવતા જિલ્લામાં જ નહીં પરંતુ રાજ્યભરમાં ચકચાર મચી ગઈ છે.

જૂનાગઢ રેન્જના ડીઆઈજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે સમન્વય (Samanvay) પોર્ટલ તથા NCCRP પોર્ટલ પર નોંધાયેલી ફરિયાદોના વિશ્લેષણ દરમિયાન શંકાસ્પદ બેન્ક ખાતાઓની ઓળખ કરી હતી. તપાસમાં સામે આવ્યું કે કેટલાક ખાતાધારકો પોતાના બેન્ક ખાતા સાયબર ઠગોને ભાડે આપતા હતા અને તેના બદલામાં કમિશન મેળવી રહ્યા હતા.

તપાસ દરમિયાન બેન્ક ઓફ ઇન્ડિયાના એક ખાતામાં નોંધાયેલા વ્યવહારો ચોંકાવનારા સાબિત થયા હતા. આ ખાતું NCCRP પોર્ટલ પર નોંધાયેલી 193 ફરિયાદો સાથે જોડાયેલું હોવાનું સામે આવ્યું હતું અને તેમાં અંદાજે રૂ. 282 કરોડના શંકાસ્પદ સાયબર ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયા હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ કેનરા બેન્કના એક ખાતામાં 97 ફરિયાદો સાથે સંકળાયેલા અંદાજે રૂ. 37 કરોડના શંકાસ્પદ વ્યવહારો નોંધાયા હતા.

આમ માત્ર બે ખાતાઓ મારફતે જ દેશના વિવિધ રાજ્યોમાં રહેતા 290 જેટલા ભોગ બનનારાઓ પાસેથી કુલ રૂ. 310 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ રકમ વિવિધ ઓનલાઈન ઠગાઈ, રોકાણના નામે છેતરપિંડી અને અન્ય સાયબર ગુનાઓમાંથી એકત્ર કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ગીર સોમનાથ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં મ્યુલ એકાઉન્ટ સંબંધિત ગુનો નોંધ્યા બાદ શરૂઆતમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેની પૂછપરછ, ડિજિટલ પુરાવા અને ટેક્નિકલ એનાલિસિસના આધારે સમગ્ર નેટવર્કની કડીઓ ખુલતી ગઈ હતી. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો રચી સઘન તપાસ હાથ ધરવામાં આવતા વધુ ચાર આરોપીઓ સુધી પોલીસ પહોંચી હતી.

પોલીસે આકાશ ભરતકુમાર પાલા (વેરાવળ), હિરેન રાજગોર (રાજકોટ), આશુતોષ ઠાકર (દેવભૂમિ દ્વારકા), અજય દાફડા (રાજકોટ) અને દીપકગીરી અપરનાથી (વેરાવળ) સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ-કોણ સંકળાયેલ છે તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.

આ સમગ્ર ઓપરેશન સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ. ઝણકાતના નેતૃત્વમાં પીએસઆઈથી લઈને કોન્સ્ટેબલ કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.

પોલીસે જનતાને ખાસ અપીલ કરી છે કે કોઈપણ વ્યક્તિ પોતાના બેન્ક ખાતા, મોબાઇલ નંબર, આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા અન્ય ઓળખ સંબંધિત દસ્તાવેજો અજાણ્યા લોકોને ભાડે કે ઉપયોગ માટે ન આપે. આવા ખાતાઓનો ઉપયોગ સાયબર ગુનાઓમાં થતો હોય છે અને ખાતાધારકોને પણ કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. ગીર સોમનાથ પોલીસ દ્વારા ભવિષ્યમાં પણ આવા મ્યુલ એકાઉન્ટ ધારકો અને સાયબર ગુનેગારો સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

You Might Also Like

રાજુલામાં પ્રજાના પૈસાનું પાણી કરનારા કોન્ટ્રાક્ટરો સામે તંત્ર લાલઘૂમ

જેતપુરમાં પ્રોહિબિશનના ગુનામાં મહિનાથી ફરાર આરોપીને દબોચી લેવાયો

વેરાવળના મંડોરમાં ગેરકાયદે સિંહ દર્શનનો પર્દાફાશ, મોરબીના બે સહિત સાત શખ્સો ઝડપાયા

રાજુલા શહેર અને ગ્રામ્યમાં ટ્રકમાંથી બેટરી ચોરી કરતા ૩ આરોપીઓ ઝડપાયા

રાજુલાના ખેરા ગામમાં પોલીસ પર હુમલો કરનાર ૯ આરોપીઓની ધરપકડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
18 રાજ્યોનું દેવું 90 લાખ કરોડને પાર
રાષ્ટ્રિય

18 રાજ્યોનું દેવું 90 લાખ કરોડને પાર

Editor By Editor 2 days ago
રાજુલાના કોવાયામાં સિંહનો આતંક! યુવકને ફાડી ખાધો
જેતપુરના ચારણિયા ગામે ખેતરમાં રમતા માસૂમનું પાણીની કુંડીમાં ડૂબી જતાં મોત
 મચ્છરોના લારવા મળતા 3૭૧ આસામીઓને નોટીસ, ૨૦૫૬ જેટલા કલોરીન ટેસ્ટ
રાજકોટ રેલવે ડિવિઝનની પેન્શન અદાલતમાં ૨૨ કેસનો નિકાલ કરાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?