By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    22 hours ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    3 days ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    4 days ago
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ૧૪ વર્ષના શુભમની હત્યા બાદ મૃતદેહના કટકા કરી પુરાવા ભૂંસ્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

૧૪ વર્ષના શુભમની હત્યા બાદ મૃતદેહના કટકા કરી પુરાવા ભૂંસ્યા

Editor
Last updated: 2026/06/13 at 4:39 PM
6 days ago
Share
૧૪ વર્ષના શુભમની હત્યા બાદ મૃતદેહના કટકા કરી પુરાવા ભૂંસ્યા
SHARE

રાજકોટને હચમચાવતી બિહારી ઠેકેદારની હેવાનિયત

૧૪ વર્ષના શુભમની હત્યા બાદ મૃતદેહના કટકા કરી પુરાવા ભૂંસ્યા

બે મજૂર સગીરોને ડરાવી સામે જ મૃતદેહના ટુકડા કર્યા; આજી નદીમાંથી મળેલું માથું શુભમ હસદાનું હોવાનું ડીએનએથી સાબિત

પહેલા ધડનો નિકાલ બેડી પાસે કર્યો, ત્‍યારે પણ એક સગીરને સાથે લઇ ગયો હતોઃ તેના બે દિવસ પછી માથાનો નિકાલ કર્યો હતોઃ રિમાન્‍ડ મેળવવા તજવીજ

અગ્ર ગુજરાત, રાજકોટ

આજી નદીમાંથી વર્ષ ૨૦૧૮માં મળેલા એક અજાણ્યા બાળકના કપાયેલા માથાના રહસ્ય પરથી આખરે પડદો ઊંચકાયો છે. શહેર ક્રાઇમ બ્રાન્ચે આઠ વર્ષ જૂના આ કેસનો ભેદ ઉકેલી કાઢતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પશ્ચિમ બંગાળના ૧૪ વર્ષીય શુભમ વિનોદભાઈ હસદાની હત્યા તેના જ ઠેકેદાર અજીતમૌલા અજમતમૌલાએ કરી હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં સામે આવેલી વિગતો મુજબ આરોપીએ બાળકની હત્યા કર્યા બાદ ત્રણ દિવસ સુધી મૃતદેહ ઘરના બાથરૂમમાં સંતાડી રાખ્યો હતો અને ત્યારબાદ મૃતદેહના ટુકડા કરી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની તપાસ મુજબ શુભમને મજૂરી માટે પશ્ચિમ બંગાળથી રાજકોટ લાવવામાં આવ્યો હતો. આરોપી અજીતમૌલા પાસે અન્ય સગીર બાળકો પણ કામ કરતા હતા. શુભમ વારંવાર વતન જવાની જીદ કરતો અને કામમાં ધ્યાન આપતો ન હોવાથી આરોપીએ તેની સાથે મારપીટ કરી હતી. રામનાથપરાના મકાનમાં થયેલી આ મારકૂટ દરમિયાન શુભમનું મોત નીપજ્યું હતું.
ઘટનાના સમયે અન્ય બે સગીર બાળકો પણ ત્યાં હાજર હતા. શુભમના મોત બાદ અજીતમૌલાએ બંને બાળકોને ધમકી આપી હતી કે જો તેઓ કોઈને જાણ કરશે તો તેમની પણ આવી જ હાલત કરવામાં આવશે. મૃતદેહને છુપાવવા માટે આરોપીએ તેને બાથરૂમમાં મૂકી દીધો હતો અને ત્રણ દિવસ સુધી ત્યાં જ રાખ્યો હતો. પોલીસ તપાસમાં વધુ ભયાનક વિગતો પણ સામે આવી છે. મૃતદેહ કોથળામાં ન સમાતાં આરોપી ગુજરી બજારમાંથી મટન કાપવાના છરા ખરીદી લાવ્યો હતો. ત્યારબાદ તેણે બંને સગીર બાળકોને બોલાવી મૃતદેહના ટુકડા કરવામાં મદદ કરવા કહ્યું હતું. બાળકો ડરી ગયા હોવાથી તેમણે ઇનકાર કર્યો હતો. ત્યારે આરોપીએ તેમને મૃતદેહની બાજુમાં જ બેસાડી રાખ્યા અને પોતે શુભમના મૃતદેહના ટુકડા કર્યા હતા.
આરોપીએ પહેલા ધડને કોથળામાં ભરી બેડી વિસ્તાર નજીક ફેંકી દીધું હતું. આ સમયે પણ એક સગીર બાળકને સાથે લઈ ગયો હતો. ત્યારબાદ માથું વધુ એક દિવસ સુધી બાથરૂમમાં રાખ્યા પછી તેને આજી નદીમાં ફેંકી આવ્યો હતો. સમગ્ર ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સામાન્ય રીતે પોતાના કામકાજમાં લાગી ગયો હતો.
ગયા વર્ષે બાળમજૂરી અને સગીરોને ગેરકાયદે રીતે રાખવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે અજીતમૌલાની ધરપકડ કરી હતી. તે દરમિયાન એક બાળક લાંબા સમયથી ગુમ હોવાની માહિતી સામે આવી હતી. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે જૂના રેકોર્ડ, ગુમ થયેલા બાળકોની વિગતો અને આજી નદીમાંથી મળેલા માથાના કેસને સાંકળીને તપાસ શરૂ કરી હતી. ડીએનએ પરીક્ષણ અને એફએસએલની મદદથી મૃતકની ઓળખ શુભમ હસદા તરીકે થઈ હતી.
આરોપીએ પૂછપરછ દરમિયાન ગુનાની કબૂલાત પણ કરી હતી. ગઇકાલે તેની વિધિવત ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં પોલીસે તેને હત્યાના સ્થળે તેમજ જ્યાંથી બાળકનું માથું મળ્યું હતું તે સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જોઈન્ટ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક, ડીસીપી જગદીશ બાંગરવા અને એસીપી ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ સી.બી. જાડેજા તથા તેમની ટીમ વધુ તપાસ ચલાવી રહી છે. આરોપીના ૧૪ દિવસના રિમાન્ડ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

You Might Also Like

કોઠારીયા સોલ્વન્ટના ચકચારી હત્યા કેસમાં આરોપી ઈમરાન કાદરીને સેશન્સ કોર્ટથી જામીન

કોઠારીયામાં યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

ભાગીદારોના ત્રાસથી કંટાળી વેરાવળના યુવાને રાજકોટમાં 10મા માળેથી મોતની છલાંગ લગાવી

પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી શખ્સે હોટેલના આચર્યું દુષ્કર્મ, વિડીયો પણ ઉતાર્યા

 હોસ્પિટલો, કલીનીક, ભંગારના ડેલા, સેલર મચ્છર માટે જવાબદાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વરસાદી સિઝન માટે મનપાનું આરોગ્ય વિભાગ સજ્જ
રાજકોટ

 વરસાદી સિઝન માટે મનપાનું આરોગ્ય વિભાગ સજ્જ

Editor By Editor 4 days ago
જેતપુરના દેવકીગાલોલ નજીક રોડ પરથી ઈંગ્લિશ દારૂનો જથ્થા ભરેલી કાર ઝડપાઇ
RTOમાં ૦૦૦૧ નંબર ૧૦.૫૨ લાખમાં વેંચાયો, ૯૦૦૯ની પ.3૭ લાખમાં ખરીદાયો
સોમનાથ મહાદેવના ચરણોમાં દિવંગત વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ
ઓછા ગુણવાળા સનધિ અધિકારી બની શકે તો ૯૦ વાળા શું કરી શકે : SP ગુર્જર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?