સમસ્ત રામાનંદી સાધુ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
સમાજના ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક અડધો ડઝન ફૂલ સ્કેપ ચોપડાનુ થયું વિતરણ
માતૃ શક્તિ વંદના અંતર્ગત રામાનંદી સાધુ સમાજની નારીઓને અપાયો નારી રત્ન એવોર્ડ
અગ્ર ગુજરાત, રાજકોટ
સમસ્ત રામાનંદી યુવા સમાજ રાજકોટ દ્વારા સમસ્ત રામાનંદી સાધુ સમાજ ના રાજકોટમાં વસ્તા તમામ પરીવારના ગત વર્ષમાં ઉતીર્ણ થયેલ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો માટે વિદ્યાર્થી સત્કાર સમારંભ તથા નિઃશુલ્ક ફુલ સ્કેપ ચોપડા વિતરણ “સેવા ભારતી ભવન”, મધ્યસ્થ ખંડ પ્રથમ માળ, અમુલ સર્કલ પાસે, એસટી સ્માર્ટ બસ સ્ટોપ સામે, ભાવનગર રોડ રાજકોટ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો જે ધોરણ ૧ થી ૧૨માં ઉતીર્ણ થયા હોય તેમાંથી પેલા બીજા અને ત્રીજા નંબરના વિદ્યાર્થીને જાહેર કરી સન્માન કરવમાં આવ્યું. તેમજ આવનાર રજીસ્ટ્રેશન કરેલ ૭૦૦થી વધુ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને તદન નિ:શુલ્ક અડધો ડઝન ફૂલ સ્કેપના ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું.
અગામી દિવસોમાં સમસ્ત રામાનંદી સાધુ સમાજમાં સ્ત્રી સશક્તિકરણ પ્રત્યે વધુ ધ્યાન આપી ઉમદા કાર્ય થાય તે માટે એક ટીમની પણ નિયુક્તિ કરવામાં આવી. આ કાર્યક્રમ સંતો-મહંતોની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં પરમ પૂજય ૧૦૦૮ મહામંડલેશ્વર લલીત કિશોર શરણજી (નિમ્બાર્ક પીઠ પીઠાધીશ્વર મોટા મંદિર લીંબડી), પરમ પૂજય ૧૦૦૮ મહામંડલેશ્વર સુખરામદાસ બાપુ (ખાખીમઢી રામજીમંદિર મેંદરડા), પરમ પૂજય ૧૦૦૮ મહામંડલેશ્વર ત્યાગી મનમોહનદાસ જી (જગન્નાથ જી મંદિર રાજકોટ), ડો.હાર્દિકભાઈ નિમ્બાર્ક સંયોજક, કુટુંબ પ્રબોધન રાજકોટ મહાનગર RSS, રસીલાબેન વૈષ્ણવ કોર્પોરેટર વોર્ડ-૧૭ RMC, દિવ્યાબેન સાધુ યુવા કથાકાર, વગેરેની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
માતૃ શક્તિ વંદના અંતર્ગત રામાનંદી સાધુ સમાજની નારીઓ રસિલાબેન વૈષ્ણવ (કોર્પોરેટર વોર્ડ-૧૭ રા.મ્યુ.કો.), દિવ્યાબેન સાધુ (યુવા કથાકાર), પલકબેન નિમાવત (લેબ ટેકનીશયન માઈક્રોબયોલોજી), સ્નેહાબેન અગ્રાવત (સૌરાષ્ટ્ર સનાતન સમિતી) વગેરેને નારી રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં પ્રમુખ રવિરાજભાઈ રામાવત તેમજ કાર્યક્રમના મુખ્ય ઇન્ચાર્જ હિતેશભાઈ રામાવતની આગેવાની હેઠળ અનંતભાઈ નેનુજી, કેયુરભાઈ નિમાવત, મયંક રામાવત, સિદ્ધાર્થ લશ્કરી, દેવાંગ નિમાવત, કિશોરભાઈ નિમાવત, જે.ડી.નિમ્બાર્ક, તરુણભાઈ નિમાવત, જીજ્ઞેશભાઈ અગ્રાવત, વિવેકભાઈ નિમાવત, જગદીશભાઈ ટીલાવત, અલ્પેશભાઈ અગ્રાવત, અજય દેવમુરારી, અનિલભાઈ દેવમુરારી, ચામુંડરાઈ માધવાચાર્ય, અમિતભાઈ વૈષ્ણવ, કરણભાઈ કુબાવત, તુષારભાઈ અગ્રાવત, કવનભાઈ અગ્રાવત, ધ્રુવભાઇ રામાનુજ, રજનીભાઈ રામાવત, અશોકભાઈ ટીલાવત, રાજનભાઈ દેવમુરારી, જયસનભાઈ દેવમુરારી, પાવનભાઈ કુબાવત, રેનીશભાઈ દેવમુરારી, પ્રવીણભાઈ રામપ્રસાદી, શૈલેષભાઈ દેવમુરારી, જયેશભાઈ કુબાવત, રાજુભાઈ કુબાવત, માનવભાઈ નિમાવત, વિમલભાઈ કીલજી, નૈમીશ ટીલાવત, ચંદ્રકાંત લશ્કરી, અભિષેક રામાનુજ, પ્રીત નિમાવત, શ્યામ દેવમુરારી, ભાર્ગવ દેવમુરારી, હર્ષ નિમાવત, મિહિર અગ્રાવત, પ્રીતેશ કુબાવત, આર્યન સુખાનંદી તથા સમગ્ર કાર્યક્રમનુ સંચાલન રાજકોટના સુપ્રસિદ્ધ એન્કર એવા હિરેનભાઈ રામાવત દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ સમસ્ત રામાનંદી યુવા સમાજ ટ્રસ્ટ પરિવારના તમામ લોકો એ જહેમત ઉઠાવી હતી.


