મોઢ વણિક જ્ઞાતિ દ્વારા મેયર સહિતના પદાધિકારીઓનું સન્માન
અગ્ર ગુજરાત, રાજકોટ
ગતરોજ સમસ્ત મોઢ વણિક જ્ઞાતિ રાજકોટ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા ના નવનિયુક્ત મેયર નેહલભાઈ શુક્લ ડે. મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા,શાસકપક્ષના નેતા હિરેનભાઈ ખીમાણીયા તથા દંડક સંજયસિંહ રાણાનુ ઉપરણા અને સ્મૃતિચિન્હ અર્પણ કરી અભિવાદન કરવાનો ગરિમાપૂર્ણ કાર્યક્રમ સ્ટેન્ડિંગ કમિટી ના કોન્ફરન્સ રૂમ ખાતે રાખેલ હતો અને મેયર નેહલભાઈ શુક્લ તેમજ સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયા સાથે રાજકોટના વિકાસમાં મોઢ વણિક જ્ઞાતિ તરફથી હંમેશા સહકાર ની ખાતરી આપેલ હતી.
ઉપરોક્ત પદાધિકારી અભિવાદન માં સમસ્ત મોઢ વણિક જ્ઞાતિ રાજકોટ અંતર્ગત મોઢ વણિક મહાજન, મોઢ વણિક યુવા ગ્રુપ, મોઢ વણિક સમાજ, મોઢ વણિક વિદ્યાર્થી ભવન, મોઢ વણિક કન્યા છાત્રાલય, મોઢ વણિક મિત્ર મંડળ, માતંગી પાટોત્સવ સમિતિ, મોઢ યુથ ઓર્ગેનાઇઝેશન, મોઢ વણિક સમાજ મહિલા મંડળ, મોઢ મહિલા સત્સંગ મંડળ તેમજ મોઢ મહોદય સંસ્થા ના હોદ્દેદારો નુ પ્રતિનિધિ મંડળ જેમાં સર્વ ભાગ્યેશ વોરા, કીરેન છાપિયા, ધર્મેશ શેઠ, દિવ્યાંગ શાહ, પ્રનંદ કલ્યાણી, પ્રતિમા પારેખ, મહેન્દ્ર મહેતા, સંજય મણિયાર,યશ રાઠોડ,ગીતાબેન પટેલ, સુનીલ વોરા, કેતન પારેખ, અતુલ વોરા, આર.બી.જીવાણી, મનીષ પટેલ, રિપલ છાપિયા, સુનીલ મહેતા,અતુલ પારેખ, શ્રેયાંસં મહેતા, ફાલ્ગુની કલ્યાણી, અશ્વિન વડોદરિયા, કેતન મેસવાણી, નીતિન મણિયાર, પિયુષ પટેલ, હિરેન કલ્યાણી,સુષ્મા મહેતા,પવન પરીખ, કિરીટ કલ્યાણી, પ્રશાંત ગાંગડીયા, રક્ષા પારેખ, જશવંત મહેતા,ધર્મેશ વોરા,ઈલેશ પારેખ, બિમલ કલ્યાણી, અરવિંદ શાહ, મોહિત રાઠોડ, દીપક કલ્યાણી, દર્શિત વોરા, સાહિલ મહેતા, મનોજ અંબાણી,અશ્વિન પટેલ સહિતના મોઢ વણિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


