રાજકોટમાં વેચાતુ ઝેર, ૯૦૦ કિલો વાસી ખોરાક ઝડપાયો
કુંડલીયા કોલેજ, જામટાવર, વિરાણી, પી.ડી.માલવીયા, હોકર્સ ઝોન સહિત ૨૧૭ સ્થળે દરોડા : સ્ટોરેજ અને હાઇજેનીક કન્ડિશન બાબતે ૬૭ પેઢીને નોટીસ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં ભેળસેળીયા તત્વો સામે તૂટી પડવા મેયરે આપેલા આદેશ બાદ સતત ચોથા દિવસે મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં ૮૮૭ કિલો જેટલો વાસી ખોરાક મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. શહેરની નામાંકિત હોસ્પિટલો, રેસ્ટોરન્ટમાંથી આ ખોરાક ઝડપાતા ભારે ખળભળાટ મચી ગયો છે.
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા શહેરની ખાણીપીણીની દુકાનો અને રેસ્ટોરન્ટમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન વેસ્ટ ગેટ-1, 150 ft રીંગ રોડ, ટાટ ફૂડ્સ, શિવાંશ સેલ્સ એજન્સી, નિરવાના એન્ટરપ્રાઇઝ (બર્ગોનોમિસ), S.N હોસ્પિટાલિટી, કે.ટી. ફૂડ વેન્ચર (કાફે,રેસ્ટરો), સંકલ્પ ઢોસા (ગુરુ કૃપા), રેવન્સ ફૂડ L.L.P, પિઝાહટ, વિશ્વા ફૂડ, ડ્રેઝલર પિઝા, પટેલ વિહાર રેસ્ટોરન્ટ, નાણાંવટી ચોક, જાસલ કોમ્પ્લેક્સ સામે, 150 ફૂટ રિંગ રોડ, જે.ઠાકર રેસ્ટોરન્ટ, જાસલ કોમ્પ્લેક્સ સામે, 150 ft રિંગ રોડ, ક્રિષ્ના દાળ પકવાન, જામટાવર પાછળ, કટક-બટક ફૂડઝોન, જાસલ કોમ્પ્લેક્સ સામે, 150 ft રિંગ રોડ, બાલાજી રેસ્ટોરન્ટ (બાલાજી કેટરિંગ), નાણાંવટી ચોક, જાસલ કોમ્પ્લેક્સ સામે, 150 ft રિંગ રોડ, સ્ટર્લિંગ હોસ્પિટલ કેન્ટીન, સહજાનંદ રેસ્ટોરન્ટ, દેવજીવન હોટલ, રૈયાધાર મેઈન રોડ, રામાપીર ચોકડી, જાનકી કોમ્પ્લેક્સ, નંદનવન રેસ્ટોરન્ટ, કોર્પોરેટ લેવલ U-F-1,અયોધ્યા ચોક,150 ft રિંગ રોડ, HCG હોસ્પિટલ LLP, અયોધ્યા ચોક, સિનર્જી હોસ્પિટલ કેન્ટીન, (મહિમા એન્ટરપ્રાઇઝ), નાણાવટી ચોક થી સિનર્જી સર્કલ 150 ફૂટ રિંગ રોડ, પંકજ ઇન્ટરનેશનલ પ્રા.લી. ધ ગ્રાન્ડ રેજન્સી, ઢોલામારુ રેસ્ટોરન્ટ, ઢેબર રોડ, ધ પાઈનેવીંટા હોટલ, ગોંડલ રોડ, બોમ્બે ગેરેજ, પેટ્રોલ પંપની બાજુમાં, મરાસા હોસ્પિટાલીટી પ્રા.લી.,સર્વર પોર્ટીકો હોટલ, એસ. કુમાર એસોશીએટ પ્રા.લી. કંફર્ટ ઇન લેગસી હોટલ, લીમડા ચોક, જોય એન્ટરપ્રાઇઝ, કસ્તુરબા રોડ, આર.કે.એન્ટરપ્રાઇઝ (ટેમ્પટેશન રેસ્ટોરન્ટ), કસ્તુરબા રોડ, યોગી આનંદ કોમ્પ્લેક્સ, સરગમ ફૂડ્સ, બિલખા પ્લાઝા, ગ્રા. ફ્લોર,કસ્તુરબા રોડ, ચરખા ઇટરી, મહાત્માગાંધી મ્યુઝિયમ પરિસર, જવાહર રોડ, ખોડિયાર રેસ્ટોરન્ટ તથા બજરંગ રેસ્ટોરન્ટ, સાઈબાબા સર્કલ, બિઝનેસ પોઈન્ટ શોપ નં-13, પર્વ રેસ્ટોરન્ટ, રોલેક્સ રોડ, કોઠારીયા, બર્ગર ભાઉ, સુરભી પોસિબલ-3, ઓમકાર સ્કૂલ સામે, કોઠારીયા રોડ, રાજકોટ.
આકાશવાણી ચોક, યુનિવર્સિટી ગેટની પાસે હોકર્સ ઝોન, કુંડલીયા કોલેજ પાસે હોકર્સ ઝોન, જામ ટાવર પાસે હોકર્સ ઝોન, વિરાણી હોકર્સ ઝોન, પીડી માલવિયા હોકર્સ ઝોન, કુવાડવા રોડ થી ગ્રીનલેંડ ચોકડી સુધી બંને બાજુ હોકર્સ ઝોન, મેઘાણી રંગ ભુવન હોકર્સ ઝોન, હેમુ ગઢવી હોલ સામે હોકર્સ ઝોન, પીડીએમ કોલેજ સામે હોકર્સ ઝોન, રેલનગર આસ્થા હોકર્સ ઝોન, પારુલ બગીચો હોકર્સ ઝોન સ્થળેથી કુલ મળી 217 પેઢી, રેસ્ટોરંટ, તથા હોકર્સ ઝોનની તપાસ કરતાં કુલ 887 K.G અખાદ્ય વાસી જથ્થાનો નાશ કરી કુલ 62 પેઢીને સ્ટોરેજ તથા હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ રૂ.1,08,000/- ની પેનલ્ટી વસૂલવામાં આવેલ છે.


