By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    3 hours ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 day ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    3 days ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: PDM ફાટક પાસે નિર્માણ થનાર સૌથી લાંબા અંડરપાસની પ્રક્રિયા શરૂ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

PDM ફાટક પાસે નિર્માણ થનાર સૌથી લાંબા અંડરપાસની પ્રક્રિયા શરૂ

Editor
Last updated: 2026/06/19 at 4:50 PM
1 hour ago
Share
PDM ફાટક પાસે નિર્માણ થનાર સૌથી લાંબા અંડરપાસની પ્રક્રિયા શરૂ
SHARE

PDM ફાટક પાસે નિર્માણ થનાર સૌથી લાંબા અંડરપાસની પ્રક્રિયા શરૂ

ચૂંટણી સમયમાં અટકેલી કામગીરી હાથ પર લેતા શાસકો, LOP સર્વે, ટેન્ડર પ્રક્રિયા અને રેલવેની મંજૂરી સહિતની વિવિધ કામગીરી શરૂ

શહેરનો સૌથી લાંબો ઝેડ આકારનો અંડરબ્રિજ નિર્માણ થશે: ૭૦૦૦ મીટરની લંબાઈ ધરાવતો બ્રિજ રૂ.૪૦.૮૬ કરોડના ખર્ચે બનાવાશે

પ્રારંભિક સર્વે પૂર્ણ, નાની મોટી ૫૦થી વધારે મિલકતો કપાતમાં આવવાની શક્યતા

અગ્ર ગુજરાત, રાજકોટ

ગોંડલ રોડ પર જવા માટે મહત્વના ગણાતા PDM માલવીયા કોલેજ પાસેના ફાટક પર ઝેડ આકારનો અંડરબ્રિજ રૂ.૪૦.૮૬ કરોડના ખર્ચે મંજૂર કરાયો હતો. ચૂંટણી સમયે કામગીરી અટકી હતી તે પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટને ફાટક મુક્ત બનાવવાની દિશામાં વધુ એક મોટું પગલું લેવામાં આવ્યું છે. શહેરના મુખ્ય માર્ગો ગોંડલ રોડ અને ઢેબર રોડને જોડતા PDM રેલવે ફાટક નીચે રૂ.50 કરોડના અંદાજિત ખર્ચે કુલ 700 મીટર લંબાઈનો અંડરબ્રિજ બનાવવાની યોજનાને સરકારના GUDM (ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન) વિભાગે સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. આ અંડરબ્રિજ રાજકોટનો સૌથી લાંબો અંડરબ્રિજ બનશે, જે પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીના કાર્યકાળમાં શરૂ કરાયેલા ફાટક મુક્ત રાજકોટ અભિયાનને આગળ ધપાવશે. આ અંડરબ્રિજ બનતા હજારો લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે.

આ બ્રિજ માટે પ્રારંભિક સર્વે પૂર્ણ થઈ ગયો છે. મનપાએ બ્રિજની ડિઝાઈન તૈયાર કરવા અને કપાતમાં આવતી મિલકતોનો સર્વે કરવા માટે સલાહકારની નિમણૂક કરી હતી. જેણે પોતાનો પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરી લીધો છે. રિપોર્ટ મુજબ, અંદાજે 50 કરતા વધારે મિલકતોમાં નાની-મોટી કપાત આવી શકે છે. ખાસ કરીને ઢેબર રોડ પર ઢેબર કોલોનીથી ગોપાલનગર શેરી નં. 1 સુધીની મિલકતો કપાત હેઠળ આવી શકે છે. મનપાએ ઢેબર રોડ પરની આ મિલકતોને ‘લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ’ (LOP) હેઠળ મૂકી છે એટલે કે જાહેર હિતમાં મનપા દ્વારા આ મિલકતોના અમુક ભાગની કપાત કરવામાં આવશે.

પ્રાથમિક જાણકારી મુજબ રોડની એક જ બાજુએ કપાત આવે એવી શક્યતા છે. રેલવે તંત્રએ પણ મનપાને સંપૂર્ણ સહયોગ આપવા ખાતરી આપી છે. આ ફાટકનો ઉપયોગ ST બસો સહિતના ભારે વાહનો દ્વારા થતો હોવાથી 700 મીટરની મોટી લંબાઈનો બ્રિજ બનાવવાની જરૂરિયાત છે. હવે LOP હેઠળ આવતી તમામ કપાતની મિલકતોનો સર્વે TP વિભાગ દ્વારા કરવામાં આવશે. આ સાથે જ રેલવેની મંજૂરી અને ટેન્ડર પ્રક્રિયા સહિત જરૂરી કામગીરી હાથ ધરવામાં આવશે. ટૂંક સમયમાં કપાતમાં આવતી 50થી વધુ મિલકતોને નોટિસ પણ આપવામાં આવશે.

ગત વર્ષે સરકારે ગ્રાન્ટ ફાળવી’તી

રાજકોટ મહાનગરપાલિકા અને રેલવે વિભાગે શહેરની મધ્યમાં આવતા આ રેલવે ફાટક પર ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે આ પ્રોજેક્ટને પ્રાથમિકતા આપી છે. આ પ્રોજેક્ટ માટે ગત વર્ષે રાજ્ય સરકારે 40 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી. તાજેતરમાં ધારાસભ્ય રમેશ ટીલાળાએ પણ આ અંડરબ્રિજ ઝડપથી બનશે એવી જાહેરાત કરી હતી. ત્યારે હવે GUDM વિભાગની સૈદ્ધાંતિક મંજૂરી બાદ પ્રોજેક્ટને આગળ વધારવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

એસ્ટિમેટ તૈયાર કરીને સ્ટેન્ડિંગમાં મૂકાશે

રાજકોટનાં PDM રેલવે ફાટક નીચે રૂ. 50 કરોડનાં ખર્ચે શહેરનો સૌથી લાંબો 700 મીટરનો અંડરબ્રિજ બનાવવામાં આવનાર છે. ગોંડલ રોડ અને ઢેબર રોડને જોડતા PDM કોલેજ પાસેના રેલવે ફાટક પર અંડરબ્રિજ બનાવવા માટે સૈધ્ધાંતિક મંજૂરી આપી રૂ.40.83 કરોડની ફાળવણી પણ કરી છે. ત્યારે હવે આ અંડરબ્રિજના ખર્ચનું એસ્ટિમેટ તૈયાર કરીને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પણ દરખાસ્ત રજૂ કરવામાં આવશે. જે મંજૂર થયા બાદ આ અંડરબ્રિજનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે. આ બ્રિજ બન્યા બાદ શહેરનાં હજારો નાગરિકોને ટ્રાફિક સમસ્યામાંથી મોટી રાહત મળશે.

You Might Also Like

ધરાર, જ્યુબેલી, પરાબજાર, યાજ્ઞિક રોડ પર દબાણ કરનાર પર મનપા દ્વારા કાર્યવાહી

વરસાદની આગાહી બાબતે જાથા અને અંબાલાલ પટેલ વચ્ચે શાબ્દિક યુદ્ધ

હાઈ-વે પરના ગેરકાયદે દબાણો તાત્કાલિક દૂર અને નવા બાંધકામો બંધ કરવા આદેશ

રાજકોટ સહિત ગુજરાતમાં શિક્ષણને કલંકિત કરતી બદીઓ સામે રાજ્યવ્યાપી ઝુંબેશના મંડાણ

લાયસન્સ-બેજ નંબર વગર પણ ઉમેદવારો કંડકટરની ભરતી માટે અરજી કરી શકશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતપુરના દેવકીગાલોલ નજીક રોડ પરથી ઈંગ્લિશ દારૂનો જથ્થા ભરેલી કાર ઝડપાઇ
ગુજરાત

જેતપુરના દેવકીગાલોલ નજીક રોડ પરથી ઈંગ્લિશ દારૂનો જથ્થા ભરેલી કાર ઝડપાઇ

Editor By Editor 6 days ago
 વરસાદી સિઝન માટે મનપાનું આરોગ્ય વિભાગ સજ્જ
હળવદના કોયબામાં રબ્બરની કંપનીમાં ભીષણ આગ, ટાયરની વાસથી શ્વાસ રૂંધાયા
ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી
 તા.27મીએ સુરેન્દ્રનગરમાં “કિસાન મહાપંચાયત”: આપની જાહેરાત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?