By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading:  ડિગ્રી-ડિપ્લોમાં ફાર્મસીના પ્રવેશ માટેની યાદી જાહેર, ૧3૪૬૧ વિદ્યાર્થીઓ મેરીટમાં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 ડિગ્રી-ડિપ્લોમાં ફાર્મસીના પ્રવેશ માટેની યાદી જાહેર, ૧3૪૬૧ વિદ્યાર્થીઓ મેરીટમાં

Editor
Last updated: 2026/06/20 at 3:09 PM
2 months ago
Share
 ડિગ્રી-ડિપ્લોમાં ફાર્મસીના પ્રવેશ માટેની યાદી જાહેર, ૧3૪૬૧ વિદ્યાર્થીઓ મેરીટમાં
SHARE

 ડિગ્રી-ડિપ્લોમાં ફાર્મસીના પ્રવેશ માટેની યાદી જાહેર, ૧3૪૬૧ વિદ્યાર્થીઓ મેરીટમાં

 તા.૨૫ જૂન સુધી ચોઇસ ફિલિંગની વિદ્યાર્થીઓને તક : ૧૪,૪૧૮ છાત્રોએ કરાવ્યું’તું રજીસ્ટ્રેશન

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજ્યની પ્રથમ વર્ષ ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી વિદ્યાશાખા માટેની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 15 જૂનના પૂર્ણ કરવામાં આવી હતી. જે બાદ હવે પ્રથમ વર્ષના ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી કોર્સ માટે ACPC દ્વારા પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ વિદ્યાર્થીઓ માટે મોક રાઉન્ડની ચોઇસ ફિલિંગ પણ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે 14 હજારથી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવ્યું હતું, જેમાંથી 13461 જેટલા વિદ્યાર્થીઓનો મેરીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 25 જૂન સુધી ચોઇસ ફિલિંગની તક આપવામાં આવી છે.

રાજ્યની પ્રથમ વર્ષ બી.ફાર્મ અને ડી.ફાર્મ પ્રવેશ પ્રક્રિયામાં મહત્વપૂર્ણ તબક્કો શરૂ થયો છે. ટેક્નિકલ શિક્ષણ વિભાગ હેઠળની એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ (ACPC) દ્વારા પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. તમામ બોર્ડના પરિણામો જાહેર થઈ જતા વિદ્યાર્થીઓને વધુ સમય મળે તે માટે મેરીટ જાહેર કરવાની સાથે મોક રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. આ વર્ષે કુલ 14,418 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી.

GUJCET અને બોર્ડ આધારિત મેરીટમાં 13,461 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં 5,639 વિદ્યાર્થી અને 7,822 વિદ્યાર્થીનીઓનો સમાવેશ કરાયો છે. નિયમ મુજબ સરકારી અને અનુદાનિત સંસ્થાઓની 95 ટકા તેમજ સ્વનિર્ભર સંસ્થાઓની 50 ટકા બેઠકો પર GUJCET આધારિત પ્રવેશ આપવામાં આવશે. જ્યારે સરકારી સંસ્થાઓની 5 ટકા બેઠકો પર NEET/JEEના આધારે પ્રવેશ ફાળવવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાનું મેરીટ નંબર ACPCની વેબસાઇટ પર લોગિન કરીને ચકાસી શકશે.

આ વર્ષે GUJCET આધારિત મેરીટમાં ગુજરાત બોર્ડના વિદ્યાર્થી મિલન ખુંધાર પ્રથમ ક્રમે આવ્યો છે. તેમને 99.95 મેરીટ માર્ક્સ મળ્યા છે. મેરીટ યાદીમાં ગુજરાત બોર્ડના 12,049, CBSEના 1,223, ICSEના 84 અને Cambridge, NIOS, IB સહિત અન્ય બોર્ડના 106 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. કેટેગરી મુજબ જનરલના 4,539, EWSના 2,686, SCના 908, SEBCના 4,130 અને STના 1,198 વિદ્યાર્થીઓ મેરીટમાં સામેલ થયા છે. વિદ્યાર્થીઓને 25 જૂન સુધી ચોઇસ ફિલિંગ કરવાની તક આપવામાં આવી છે, જ્યારે 27 જૂને ફાઇનલ મેરીટ લિસ્ટ અને મોક રાઉન્ડનું પરિણામ જાહેર કરવામાં આવશે.

પ્રવેશ પ્રક્રિયામાં રાજ્યની કુલ 160 ફાર્મસી સંસ્થાઓનો સમાવેશ થાય છે. તેમાં બી.ફાર્મની 122 સંસ્થાઓમાં કુલ 10,482 બેઠકો છે, જ્યારે ડી.ફાર્મની 38 સંસ્થાઓમાં 2,338 બેઠકો ઉપલબ્ધ છે. આમ બંને કોર્સ મળીને કુલ 12,820 બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. તેમાંથી 7,558 સરકારી ક્વોટાની બેઠકો પર ACPC દ્વારા પ્રવેશ આપવામાં આવશે. જ્યારે 5,262 મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો માટે સ્વનિર્ભર સંસ્થાઓ અલગથી કાર્યવાહી કરશે. ACPCએ વિદ્યાર્થીઓને શક્ય તેટલી વધુ કોલેજો અને કોર્સ માટે ચોઇસ ફિલિંગ કરવાની સલાહ આપી છે તેમજ પોતાનો યુઝર આઈડી અને પાસવર્ડ કોઈની સાથે શેર ન કરવા પણ સૂચના આપવામાં આવી છે.

You Might Also Like

શ્રાવણ પહેલા જ રાજકોટ ગ્રામ્યમાં જુગારની મોસમ ખીલી,ચાર દરોડામાં 27 પત્તાપ્રેમીઓ પકડાયા

શંકાસ્પદ ડેરી પ્રોડક્ટ માવા-પનીર સામે રાજકોટ ગ્રામ્ય SOGનો સપાટો

લાલ મરચામાં પ્રતિબંધિત રંગ-તેલની ભેળસેળ કરનાર વેપારીને કોર્ટે ફટકારી સજા

બાલાજી હોસ્પિટલ સામે રઘુવંશી સમાજનો આક્રોશ, રેલી યોજી ન્યાયની માંગ

પડવલામાં સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદે માટી ખનન સમયે જ પોલીસ ત્રાટકી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જંતર-મંતરને લોહિયાળ બનાવવાનું કાવતરું નિષ્ફળ
રાષ્ટ્રિય

જંતર-મંતરને લોહિયાળ બનાવવાનું કાવતરું નિષ્ફળ

Editor By Editor 5 days ago
સ્વ. વિજયભાઈ રૂપાણીની જન્મજયંતી નિમિત્તે ભવ્ય ૨૧ કુંડી મારૂતિ મહાયજ્ઞ અને નિરાજન આરતી યોજાઈ
સૌરાષ્ટ્ર-કચ્છના 355 ગામોમાં ગીરગંગા ટ્રસ્ટ દ્વારા જળસંચયના ભગીરથ કાર્યોનો ધમધમાટ
રવિવારથી દેશભકિતનો જામશે માહોલ, રાજકોટમાં તા.૧૨મીએ તિરંગા યાત્રા
લગ્નના વચનો આપી ત્યક્તા પર વારંવાર દુષ્કર્મ, શાપરમાં યુવક ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?