By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ-મોરબીમાં દારૂના બે દરોડામાં 1.81 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટ-મોરબીમાં દારૂના બે દરોડામાં 1.81 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

Editor
Last updated: 2026/06/20 at 3:21 PM
2 months ago
Share
રાજકોટ-મોરબીમાં દારૂના બે દરોડામાં 1.81 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
SHARE

સૌરાષ્ટ્રમાં દારૂના કાળા કારોબાર પર SMCનો સકંજો

રાજકોટ-મોરબીમાં દારૂના બે દરોડામાં 1.81 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

કુવાડવામાં 26 હજારથી વધુ અને વાંકાનેરમાં 28 હજારથી વધુ બોટલો ઝડપાઈ; કુખ્યાત બુટલેગર ફિરોજ સંધી સહિત અનેક આરોપીઓ વોન્ટેડ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ અને મોરબી જિલ્લામાં દારૂબંધીના કાયદા વચ્ચે પણ વિદેશી દારૂનો ગેરકાયદે વેપાર કેટલો સંગઠિત રીતે ચાલી રહ્યો છે તેનો વધુ એક મોટો પર્દાફાશ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા કરવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસ દરમિયાન રાજકોટના કુવાડવા જીઆઈડીસી વિસ્તારમાં તથા મોરબી જિલ્લાના વાંકાનેર નજીક SMC દ્વારા પાડવામાં આવેલા બે અલગ-અલગ દરોડાઓમાં કુલ 1.81 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બંને કાર્યવાહી દરમિયાન હજારો બોટલ વિદેશી દારૂ મળી આવતા રાજ્યમાં કાર્યરત દારૂના નેટવર્ક અંગે અનેક સવાલો ઉભા થયા છે.
રાજકોટના કુવાડવા રોડ વિસ્તારમાં આવેલા આરકે-9 ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં SMCને ચોક્કસ બાતમી મળી હતી કે એક ઔદ્યોગિક પ્લોટમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી તેનું કટીંગ કરવામાં આવી રહ્યું છે. બાતમીના આધારે એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ સી.કે. સિસોદિયા અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો.
પોલીસની ટીમ અચાનક ત્રાટકતા સ્થળ પર દોડધામ મચી ગઈ હતી. જોકે પોલીસ એક આરોપી પરેશ કુરજી પટેલને ઝડપી લેવામાં સફળ રહી હતી. સ્થળ પરથી ટ્રક અને અન્ય વાહનોમાં રાખવામાં આવેલ વિદેશી દારૂની કુલ 26,304 બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂ.70.38 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત દારૂના પરિવહન માટે ઉપયોગમાં લેવાયેલા બે વાહનો અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન આ સમગ્ર કૌભાંડમાં રાજકોટના જંગલેશ્વર વિસ્તારના કુખ્યાત બુટલેગર ફિરોજ હાસમ સંધી અને સુલતાન હાસમ સંધીના નામ ખુલ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ આ દારૂનો જથ્થો તેમના માટે મંગાવવામાં આવ્યો હતો. હાલ બંને સહિત કુલ છ આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
આ કેસમાં સૌથી ચર્ચાસ્પદ બાબત એ છે કે ફિરોજ સંધીનું નામ અગાઉ પણ અનેક વખત દારૂના કેસોમાં સામે આવ્યું હોવા છતાં તે કાયદાની પકડથી દૂર રહ્યો છે. થોડા સમય પહેલાં એરપોર્ટ પોલીસ મથક વિસ્તારમાં તેની ક્રેટા કારમાંથી દારૂ ઝડપાયો હોવાની ઘટના પણ સામે આવી હતી. જોકે તે સમયે પણ તેની ધરપકડ થઈ નહોતી. જેના કારણે સ્થાનિક પોલીસ અને અન્ય એજન્સીઓની કામગીરી અંગે ચર્ચાઓ શરૂ થઈ છે. હવે SMCની કાર્યવાહી બાદ આ નેટવર્ક પાછળ કોણ-કોણ સંકળાયેલું છે તે અંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
બીજી તરફ, મોરબી જિલ્લાના વાંકાનેર નજીક આવેલા વઘાસિયા ટોલનાકા પાસે પણ SMCએ મોટી સફળતા મેળવી હતી. હાઇવે પરથી પસાર થઈ રહેલા નાગાલેન્ડ પાસિંગના કન્ટેનર ટ્રકને શંકાના આધારે રોકીને તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાં ખાસ તૈયાર કરાયેલા ગુપ્ત ચોરખાનામાંથી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 28,912 બોટલો મળી આવી હતી.
આ જથ્થાની કિંમત રૂ.55.74 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત ટ્રક, મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ રૂ.80.86 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ટ્રકના ડ્રાઈવર અને માલિક અચલરામ રાજુરામની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન રાજસ્થાનના શિકાર વિસ્તારના મનીષ શર્માનું નામ સપ્લાયર તરીકે સામે આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ દારૂનો જથ્થો ગુજરાતમાં કોના માટે મોકલવામાં આવ્યો હતો તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. પોલીસે સપ્લાયર, ટ્રાન્સપોર્ટર અને અન્ય સંકળાયેલા વ્યક્તિઓ સુધી પહોંચવા માટે તપાસનો વ્યાપ વધાર્યો છે. આ મામલે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક અઠવાડિયાંથી SMC દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારમાં સતત દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટ અને મોરબીમાં થયેલી આ બે મોટી કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે દારૂના ગેરકાયદે વેપારીઓ રાજ્યમાં નવા-નવા રસ્તાઓ અપનાવીને દારૂની હેરાફેરી કરી રહ્યા છે. ઔદ્યોગિક પ્લોટોમાં કટીંગથી લઈને કન્ટેનરમાં બનાવેલા ગુપ્ત ચોરખાનાં સુધીની પદ્ધતિઓનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. એક તરફ સરકાર દારૂબંધીના કડક અમલના દાવા કરી રહી છે ત્યારે બીજી તરફ લાખો રૂપિયાનો દારૂ સતત ઝડપાઈ રહ્યો છે, જે દારૂના સુવ્યવસ્થિત નેટવર્કની હાજરી તરફ ઈશારો કરે છે. ખાસ કરીને રાજકોટમાં વારંવાર એક જ નામ સામે આવતું હોવા છતાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલુ રહેતા સ્થાનિક સ્તરે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે.
હાલ બંને કેસમાં પોલીસ દ્વારા સંગઠિત ગુનાખોરી સહિતની ગંભીર કલમો હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો કામે લાગી છે. આગામી દિવસોમાં આ નેટવર્કના વધુ તાર બહાર આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

You Might Also Like

શ્રાવણ પહેલા જ રાજકોટ ગ્રામ્યમાં જુગારની મોસમ ખીલી,ચાર દરોડામાં 27 પત્તાપ્રેમીઓ પકડાયા

શંકાસ્પદ ડેરી પ્રોડક્ટ માવા-પનીર સામે રાજકોટ ગ્રામ્ય SOGનો સપાટો

લાલ મરચામાં પ્રતિબંધિત રંગ-તેલની ભેળસેળ કરનાર વેપારીને કોર્ટે ફટકારી સજા

બાલાજી હોસ્પિટલ સામે રઘુવંશી સમાજનો આક્રોશ, રેલી યોજી ન્યાયની માંગ

પડવલામાં સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદે માટી ખનન સમયે જ પોલીસ ત્રાટકી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વોર્ડમાં સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ જાળવી રાખવા કોર્પોરેટરને તાલીમ અપાઇ
રાજકોટ

વોર્ડમાં સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ જાળવી રાખવા કોર્પોરેટરને તાલીમ અપાઇ

Editor By Editor 4 days ago
ધોરાજીમાં મોટરસાયકલ સાથે ડમ્પર અથડાતા દાદી-પૌત્રનું ઘટના સ્થળે મોત
ખોડાપીપરમાં સરકારી જમીન પર પાંચ દુકાનો ઊભી કરી દેવાતા લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી
થિરુવંતપુરમ-પોરબંદર એક્સપ્રેસમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
નર્મદા કોર્ટની સજા સામે રાહત આપવા ધારાસભ્ય ચૈતર વસાવાની HCમાં અરજી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?