સમસ્ત મોઢ વણિક જ્ઞાતિ દ્વારા 12માં વિશ્વ યોગ દિવસે શિબિર યોજાઇ
૫ વર્ષના બાળકથી ૭૫ વર્ષના વૃધ્ધ ઉત્સાહભેર જોડાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
સમસ્ત મોઢ વણિક જ્ઞાતિ, રાજકોટ દ્વારા 12મા આંતરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સર્વપ્રથમ વખત “યોગ શિબિર”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ ઐતિહાસિક યોગ શિબિરમાં સેંકડો જ્ઞાતિજનોએ એકસાથે સામૂહિક યોગાભ્યાસ કરીને સ્વસ્થ જીવનશૈલીનો સંકલ્પ લીધો. મોઢ વણિક કન્યા છાત્રાલય, નૂતનનગર ખાતે ૨૧ જૂન ના રોજ સવારે ૭ વાગ્યે યોગ શિબિર નો પ્રારંભ કરવામાં આવેલ હતો.
આ શિબિરમાં યોગ ટ્રેનર ખ્યાતિબેન પરીખ, મમતાબેન ત્રાંબડિયા, હનીબેન પરીખ, શર્મિલાબેન પટેલ અને બીનાબેન વાછાણીએ અમૂલ્ય સેવા આપી. તેઓએ વિવિધ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનની સરળ ટેકનિક શીખવી.
આ પ્રસંગે જ્ઞાતિના વરિષ્ઠ અગ્રણીઓ કિરીટભાઈ પટેલ, વિજયભાઈ મણિયાર, અશ્વિનભાઈ પટેલ, સાવનભાઈ ભાડલીયા, શૈલેષભાઈ શાહ, કેતનભાઈ બોઘાણી, ગીતાબેન કે. પટેલ, જયશ્રીબેન પટેલ, કલાબેન પારેખ, પ્રદીપભાઈ વડોદરીયા, મયુરભાઈ શાહ સહિત મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.
સમસ્ત મોઢ વણિક જ્ઞાતિ અંતર્ગત વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો ભાગ્યેશ વોરા, કીરેન છાપીયા, કેતન પારેખ, અતુલ વોરા, અતુલ પારેખ, નીતિન વોરા, ધર્મેશ વોરા, કેતન મેસવાણી, જીગ્નેશ મેસવાની, સંજય મણિયાર, ગોપાલ વોરા, મુકેશ પારેખ, જયેન્દ્ર મહેતા, નીતા પારેખ, મનીષ પટેલ, મોહિત રાઠોડ, સંજય ગાંધી, દિવ્યાંગ શાહ, બિમલ કલ્યાણી, અરવિંદ શાહ, પંકજ કલ્યાણી, યોગેશ પારેખ, જીગ્નેશ દોશી, દર્શિત વોરા, પાયલ દોશી, ગીતાબેન એ. પટેલ, ભારતી કલ્યાણી, સાધના દોશી, કોમલ પટેલ, અમી ભાડલીયા, પ્રતિમા પારેખ, સુષ્મા મહેતા, જાનવી મહેતા, અંજલિ વોરા, રૂપા વોરા, છાયા વજરીયા, કૃતિ રાઠોડ સહિત સૌએ ઉપસ્થિત રહી શિબિરને સફળ બનાવી. આ યોગ શિબિરમાં તમામ સંસ્થા સાથે સંકલન ભાગ્યેશ વોરા તેમજ ગ્રાઉન્ડ ની જવાબદારી કેતન પારેખ દ્વારા સુપેરે નિભાવવામાં આવ્યું હતું.


