માધવ શરાફી મંડળીના ૨૭માં પ્રવેશ નિમિતે તા.૧૫ જુલાઇએ કસુંબીનો રંગ ડાયરો
નામાંકિત કલાકારો ભજનની રમઝટ બોલાવશે
અગ્ર ગુજરાત, રાજકોટ
સભાસદોના સવૉગી વિકાસના ધ્યેયને વરેલ માધવના કમૅચારીઓ, ડીરેકટર્સ તથા શાખાઓના વ્યવસ્થાપક મંડળ એક પરિવારની ભાવનાથી ઝળહળતા ૨૬ વર્ષ પુરા કરી ર૭માં વર્ષમાં પ્રવેશે છે.
માધવના ૨૭માં સ્થાપના દિન નિમીત્તે તા. ૧૫ જુલાઈ ૨૦૨૫ મંગળવારે રાત્રે હેમુગઢવી હોલ ખાતે ત્યાગ, શોર્યે અને સંવેદનાને પ્રકટ કરતો પ્રાચીન ભજન, અને શાશ્વત લોકસાહિતનો માણવા જેવો ઘરનો ડાયરો એટલે “કસુંબી નો રંગ” યોજાનાર છે. જેમા વિશ્વભરમાં લોક સાહિતના જીવંત અધ્યાય સ્વરૂપે સુપ્રસિધ્ધ લાખણશીભાઈ ગઢવી તથા તેમની સાથે ભકિતભજનના આરાધક સાગર મેસવાણીયા લોકસાહિત્ય તથા ભકિતભજનોની સફરમાં રાજકોટને મંત્રમુગ્ધ કરશે.
દરેક સભાસદોએ પ્રવેશપાસ સંસ્થાના કાયૉલય: માધવ ભવન અક્ષર માર્ગે, એસ.બી.આઈ. બેંક સામે, કાલાવડ રોડ રાજકોટ ખાતેથી ૧૦ થી૫ ના સમય દરમ્યાન મેળવી સંસ્થાના ચેરમેન ડો. પ્રકાશ મોઢાની ખાસ ભલામણ છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા ડો. એન.ડી. શીલુ(એમ.ડી), ડો. પ્રકાશ મોઢા(ચેરમેન), ડો. કેતન બાવીશી(વાઈસ ચેરમેન), ડો. તત્સ જોષી, તેજશભાઈ પંડયા, ભાસ્કરભાઈ રાજયગુરુ, જયંતીભાઈ રાજકોટીયા, એન.સી.બરછા, મહેશભાઈ શીલુ, ડો. મિતાબેન ઓઝા, કલ્પનાબેન શુકલ સહિતના ડીરેકટર્સ મિત્રો સતત પ્રવૃતિશીલ છે.
મોરબી શાખાના ડો. વિજય ગઢીયા, બોટાદ શાખાના ચિરાગ મહેતા, ધોરાજી શાખાના રણછોડભાઈ વઘાસીયા, મહિલા શાખાના સોનલબેન આખજા તથા દક્ષાબેન રાજયગુરુ માધવના વિકાસમાં તથા આ પ્રકારના મનોરંજન સમારોહમાં મહત્વનું યોગદાન આપે છે. ચંદ્રેશભાઈ કાપડીયા (જનરલ મેનેજર), આશુતોષભાઈ શીલુ (સી.ઈ.ઓ.), જયવિરસિંહ ઝાલા, વિજય પુરોહીત, વિરેન્દ્ર ચૌહાણ, વિવેકભાઈ શીલુ સહિતના કમૅચારી ગણ અથાગ મહેતન કરી રહયાછે.


