By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading:  લખનઉ કોચિંગ કલાસમાં મોતનું તાંડવ, ૧૫ છાત્રો ભૂંજાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

 લખનઉ કોચિંગ કલાસમાં મોતનું તાંડવ, ૧૫ છાત્રો ભૂંજાયા

Editor
Last updated: 2026/06/23 at 4:00 PM
2 months ago
Share
 લખનઉ કોચિંગ કલાસમાં મોતનું તાંડવ, ૧૫ છાત્રો ભૂંજાયા
SHARE

 સુરતના તક્ષશિલા કાંડની યાદ અપાવતી હૃદયદ્રાવક ઘટના

 લખનઉ કોચિંગ કલાસમાં મોતનું તાંડવ, ૧૫ છાત્રો ભૂંજાયા

 કલાસિસમાં ભીષણ આગ લાગતા મોતની ચિચિયારીઓ ગુંજી, જીવ બચાવવા વિદ્યાર્થીઓએ નીચે કુદકા માર્યા

 પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપતા માતા બેભાન, વાલીઓમાં સંચાલકો સામે આક્રોશ

 SITની રચના, માલિક સહિત ચાર શખ્સોની ધરપકડ : ફાયર સેફટીની વ્યવસ્થા નહી હોવાથી ખેલાયો મોતનો ખેલ

 

અગ્ર ગુજરાત, લખન.

સુરતના તક્ષશિલા કાંડની ભયાનક યાદ અપાવતી ઘટના લખનઉમાં બની હતી. કોચિંગ કલાસીસમાં આગ લાગતા ૧૫ વિદ્યાર્થીઓ જીવતા ભૂંજાયા હતા. કેટલાક છાત્રોએ જીવ બચાવવા નીચે કુદકા માર્યા હતા તો કેટલાક બાથરૂમમાં સંતાઇ ગયા હતા. સમગ્ર ઘટનાથી લખન. સહિત સમગ્ર દેશ મચમચી ગયો છે.

લખનઉ વિકાસ પ્રાધિકરણ (LDA)ના વીસી પ્રથમેશ કુમારે જણાવ્યું- બિલ્ડિંગ માલિકને નોટિસ જારી કરીને 15 દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે. ત્યારબાદ બિલ્ડિંગ પર બુલડોઝર ચલાવવામાં આવશે. આ બિલ્ડિંગ રામેશ્વરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ કૉલેજના માલિક વીરેન્દ્ર શુક્લાની છે. પોલીસે બેદરકારીપૂર્વક હત્યાનો ગુનો નોંધીને વીરેન્દ્ર સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે.

LDAના 4 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બિલ્ડિંગને મંજૂરી આપનારા 16 અધિકારીઓ પર પણ કાર્યવાહી થઈ શકે છે. બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા નહોતી. ઇમરજન્સીમાં બહાર નીકળવા માટે કોઈ અલગ રસ્તો નહોતો. દુર્ઘટના સમયે છતનો દરવાજો પણ બંધ હતો, તેથી લોકો બહાર નીકળી શક્યા નહીં અને ગૂંગળામણથી તેમનો જીવ ગયો હતો.

પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, ઓફિસનો મુખ્ય ગેટ થમ્બ ઇમ્પ્રેશનથી ખુલતો હતો. આગ ફેલાયા પછી ગેટ આપમેળે લોક થઈ ગયો હતો. તેને ખોલવામાં મોડું થયું, જેના કારણે અકસ્માત વધુ ગંભીર બન્યો. આ અકસ્માત સોમવારે બપોરે 2:30 વાગ્યે અલીગંજ વિસ્તારમાં ACમાં બ્લાસ્ટ થવાને કારણે થયો હતો.

40 મિનિટ પછી ફાયર બ્રિગેડ પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો. SDRF-NDRF એ 7 કલાક રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું. દિવાલો તોડીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા. મૃત્યુ પામેલાઓમાં યુપીના 11 લોકો છે. તેમાં લખનઉના 8, કાનપુરના 2 અને બારાબંકીનો 1 વ્યક્તિ સામેલ છે. આ ઉપરાંત, પશ્ચિમ બંગાળના 2 અને મધ્ય પ્રદેશ-હરિયાણાના 1-1 લોકોએ જીવ ગુમાવ્યા છે.

જોઈન્ટ સીપી બબલૂ કુમારે જણાવ્યું હતું કે ચાર વ્યક્તિઓ સામે અજાણતા હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. આમાં બિલ્ડિંગના માલિક અને બિલ્ડિંગમાં કાર્યરત સંસ્થાઓના માલિકોનો સમાવેશ થાય છે. ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછ બાદ તેમને જેલમાં ધકેલવામાં આવશે. તપાસ દરમિયાન બહાર આવનારા તથ્યોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. અલીગંજમાં જ્યાં આગ લાગી હતી તે ઇમારતની આસપાસના રહેણાંક મકાનોમાંથી બોર્ડ હટાવવામાં આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, બિલ્ડિંગના માલિકો કોમર્શિયલ પ્રવૃત્તિઓ છુપાવવા માટે આવું કરી રહ્યા છે.

2016નો તોડી પાડવાનો આદેશ ક્યાં દબાઈ ગયો?

તપાસમાં બહાર આવ્યું છે કે અલીગંજમાં આવેલી જે ત્રણ માળની ઇમારતમાં આ કોચિંગ સેન્ટર ધમધમતું હતું, તે ગેરકાયદેસર હોવાનું ઘણા સમય પહેલા સાબિત થઈ ચૂક્યું હતું. લખનૌ વિકાસ સત્તામંડળ (LDA) દ્વારા ૨૦૧૬માં જ આ ઇમારતને તોડી પાડવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, આદેશના માત્ર બે મહિના બાદ જ, કોઈ પણ પ્રકારના માળખાકીય સુધારા વિના, આ આદેશને રહસ્યમય સંજોગોમાં રદ કરી દેવામાં આવ્યો હતો. આ આદેશ પાછો ખેંચવાની પાછળ કયા કારણો હતા? શું કોઈ મોટા માથાઓનો હાથ હતો? આ સવાલો અત્યારે લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.

નિયમોનો ઉલાળ્યો : રહેણાંકમાં કલાસિસ

કોઈપણ ઈમારત જ્યારે નિર્મિત થાય છે, ત્યારે તેનો નકશો રહેણાંક (Residential) કે વાણિજ્યિક તે મુજબ નક્કી થાય છે. અલીગંજની આ ઇમારતનો નકશો સ્પષ્ટપણે ‘રહેણાંક’ હેતુ માટે મંજૂર થયેલો હતો. આમ છતાં, ત્યાં કોચિંગ સેન્ટર કેવી રીતે શરૂ થયું? અધિકારીઓની નાક નીચે આટલી મોટી ગેરકાયદેસર પ્રવૃત્તિ વર્ષો સુધી ચાલતી રહી અને કોઈએ તેને રોકવાની તસ્દી ન લીધી. આ બેદરકારી જ 15 વિદ્યાર્થીઓના મોતનું મુખ્ય કારણ બની છે.

બેદરકારી, ભ્રષ્ટાચાર કે આકસ્મિક?

15 બાળકોના મોત માત્ર એક ‘આગની ઘટના’ નથી, પરંતુ વર્ષોથી ચાલતી ભ્રષ્ટાચાર અને બેદરકારીની પરાકાષ્ઠા છે. જો સરકારી અધિકારીઓએ ૨૦૧૬માં જ પોતાની ફરજ નિભાવી હોત અને ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી દીધું હોત, તો આજે પરિસ્થિતિ અલગ હોત. આ ઘટનાએ એ સાબિત કર્યું છે કે કાગળ પરના નિયમો અને વાસ્તવિકતા વચ્ચેનો ગાળો જ્યારે ભ્રષ્ટાચારથી ભરાય છે, ત્યારે તેના ભોગ નિર્દોષોએ બનવું પડે છે. હવે સવાલ એ છે કે શું જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થશે, કે પછી આ તપાસ દબાવી દેવામાં આવશે? તેવા વાલીઓમાં સવાલ ઉઠી રહ્યાં છે.

 

You Might Also Like

EMI બાકી હોય તો પણ દાદાગીરી નહીં ચાલે

જંતર-મંતરને લોહિયાળ બનાવવાનું કાવતરું નિષ્ફળ

ત્રણ વર્ષમાં રૂ. 3,708 કરોડની છેતરપીંડી

દીવના દરિયામાં ડૂબતા માણસનું પોલીસ દ્વારા રેસ્કયું

શેરબજારમાં આજથી નવા યુગની શરૂઆત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વ્યાજ માફી યોજનામાં પ્રથમ દિવસે જ મનપાને રૂ.૧૪.3૦ લાખથી વધુ આવક
ગુજરાતરાજકોટ

 વ્યાજ માફી યોજનામાં પ્રથમ દિવસે જ મનપાને રૂ.૧૪.3૦ લાખથી વધુ આવક

Editor By Editor 4 days ago
રાજકોટમાં વાદળછાયુ વાતાવરણ, તા.૧૦મી સુધી હળવાથી ભારે વરસાદની આગાહી
જેતપુર પાસે ભેળસેળિયા દૂધનો મોટો પર્દાફાશ : 5400 લિટર જથ્થો નાશ કરાયો
હાપા–નાહરલાગુન સ્પેશિયલ ટ્રેનના કોચ સંયોજનમાં અસ્થાયી ફેરફાર
સ્વ. વિજયભાઈ રૂપાણીની જન્મજયંતી નિમિત્તે ભવ્ય ૨૧ કુંડી મારૂતિ મહાયજ્ઞ અને નિરાજન આરતી યોજાઈ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?