જિલ્લા પંચાયતના વિવિધ વિભાગમાં પ્રમુખની સર્જીકલ સ્ટ્રાઇક
તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સમયસર આવી કામગીરી ઝડપી પૂર્ણ કરવા સૂચના અને ગેરહાજર કર્મચારીઓને લેખિત માં તાકીદ કરવામાં આવી: સંજયભાઈ પીપળીયા
ગ્રામીણ વિસ્તારની વિવિધ યોજનાની સમીક્ષા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા એ જિલ્લા પંચાયત કચેરી ખાતે માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ શાખા, ICDS( મહિલા અને બાળ વિકાસ),આરોગ્ય, હિસાબી, પશુપાલન, સમાજ કલ્યાણ,શિક્ષણ શાખા, ખેતીવાડી શાખા સહિતના તમામ મહત્વના વિભાગોનું સરપ્રાઈઝ ચેકિંગ કરી તમામ વિભાગો ની કામગીરી ની વિગતવાર સમીક્ષા કરી હતી અને તમામ અધિકારી અને કર્મચારીઓને સમયસર આવવા અને નિષ્ઠા પૂર્વક કામગીરી કરવા અને તમામ શાખાઓમાં સ્વચ્છતા જાળવવા કડક શબ્દો માં સૂચનાઓ આપી હતી અને ગેરહાજર રહેલા કર્મચારીઓ ને લેખિત માં તાકીદ કરવા માં આવી હતી.
સમીક્ષા કામગીરી દરમિયાન પ્રમુખે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્યની ભાજપ સરકાર દ્વારા ગ્રામ્ય જનતાના વ્યાપક વિકાસ અને સમૃદ્ધિ માટે અનેક લોકલક્ષી અને કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ખેડૂતો અને ખેતી,મહિલાઓ, બાળકો અને યુવાનો ના જીવન ને વધુ સમૃદ્ધ અને સુવિધા ઉક્ત બનાવવા ના સંકલ્પ સાથે આ યોજનાઓના અસરકારક અમલીકરણમાં જિલ્લા પંચાયતના તમામ વિભાગોની કામગીરી અત્યંત મહત્વની છે.
પ્રમુખે દરેક શાખામાં ચાલી રહેલી વિવિધ વિકાસ લક્ષી કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી અને અધિકારીઓ તથા કર્મચારીઓને કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રામ્ય જનતા લક્ષી યોજનાઓને વેગ આપવા, ગુણવત્તા જાળવવા અને તમામ કામોને સમયસર પૂર્ણ કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા સાથે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સામતભાઈ બાંભવા, કારોબારી ચેરમેન નરશીભાઈ સોજીત્રા, દંડક અમરશીભાઈ ચૌહાણ, સદસ્ય લાલજીભાઈ તળાવિયા, જસ્મીનભાઈ પીપળીયા, સદસ્ય પ્રતિનિધિ મુકેશભાઈ મેર તથા નાથાભાઈ વાસાણી ઉપસ્થિત રહ્યા હતા.
પ્રમુખે આગળ જણાવ્યું હતું કે વડાપ્રધાનના વિઝન અનુસાર જિલ્લાના સર્વાંગી વિકાસ માટે તમામ વિભાગોએ સંકલિત અને ત્વરિત ગતિએ કામગીરી કરવી જરૂરી છે. નિયમિત સમીક્ષા બેઠકો દ્વારા અડચણો દૂર કરીને ગ્રામ્ય જનતા ના છેવાડા ના માનવી સુધી સુધી વિકાસના લાભો પહોંચાડવામાં આવશે.


