કોટડાસાંગાણીમાં કાકા-ભત્રીજાએ એકબીજાના ઘરની મહિલાઓની છેડતી કરી
બંને શખ્સોએ મર્યાદા ઓળંગી મહિલાઓ પાસે મોબાઈલ નંબર માંગ્યા હોવાનો આક્ષેપ : પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી
અગ્ર ગુજરાત, રાજકોટ
કોટડાસાંગાણી પંથકનો ચકચારી બનાવ સામે આવ્યો છે. કૌટુંબિક કાકા-ભત્રીજાએ મહિલાઓની ઈજ્જત પર હાથ નાંખવાનો પ્રયાસ કરી બીભત્સ ઈશારા કરતાં બંને શખ્સો સામે કોટડાસાંગાણી પોલીસે આકરી કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
બનાવ અંગે કોટડાસાંગાણીના વડીયા ગામે રહેતી 30 વર્ષીય પરિણીતાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કૌટુંબિક કાકાજી સસરાનું નામ આપતાં કોટડાસાંગાણી પોલીસે જાતીય સતામણી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેણી છેલ્લા ચારેક મહીનાથી અરડોઇ ફાટક પાસે સ્માર્ટ કારખાનામા કામ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. સંતાનમા બે દીકરા છે. ગઈકાલે સવારથી તેણી અને તેના પતિ બન્ને કૌટુંબિક દાદીમા ગુજરી ગયેલ હોય જેથી તેની ઉતરક્રિયા ગયેલ હતા.
તેણીના પતિ રસોડામા કામ કરતા હોય અને આશરે 12 વાગ્યે તેણીના પતિએ બહાર બોલાવી વાત કરેલ કે, આરોપી કાકાએ મને ગાળો દીધેલ છે અને અહીંથી જતા રહેવાનુ કહી તાવીથો મારવાની ધમકી આપેલ છે. જેથી બંને ઘરે જતા રહેલ હતાં.
તેમજ આ મારા કુટુંબી કાકા ચારેક દીવસ પહેલા એટલે કે તા. 18 ના સાંજના છએક વાગ્યે તેણી ઘરની બહાર ઉભી હતી અને પતિ સુરત ગયેલ હોય અને ઘરે એકલી હોય ત્યારે તે ઘર પાસે આવેલ અને કહેલ કે, તારે વીમલ ગુટખા ખાવી છે, જેથી તેને ના પાડેલ તો આ કાકાએ તેણી પાસે ફોન નંબર માંગી રાત્રીના સમયે ફોન કરવાનુ કહેતા કાકાને કહેલ કે, મારી પાસે મોબાઇલ નથી તેમ વાત કરતા કાકા જતા રહેલ હતા.
ત્યારબાદ ફરીયાદી અને કાકાનું ધર એકજ દીવાલે હોય જેથી અવાર નવાર તેણીના પતિ સુઇ ગયા બાદ ધરની દીવાલ ટપી આવીને ખરાબ ઇસારોઓ કરેલ હતા અને તેને ખરાબ ઇસારાઓ કરવાની ના પાડેલ હોય જેથી ગઈકાલે તેણીના પતિને ગાળો આપેલ હતી.
વધુમાં ફરીયાદીએ બનાવના કારણ અંગે જણાવ્યું હતું કે, આરોપી કુટુંબીક કાકા અગાઉ ત્રણ મહીના પહેલા દારુ પી તેઓને જાહેરમાં બોલતા હોય જેથી પોલીસને બોલાવી ધરપકડ કરાવેલ જેનો ખાર રાખી તેણીની પજવણી કરી ધમકી આપી હતી.
જ્યારે સામાપક્ષે વડીયામાં જ રહેતાં 40 વર્ષીય પરિણીતાએ નોંધાવેલ ફરીયાદમાં સામેવાળા ફરીયાદી મહિલાના પતિનું નામ આપી જણાવ્યું હતું કે, તેણી કારખાનામા કામ કરે છે અને તેના પતિ કડીયા કામ કરે છે.
ગઈકાલે સવારના અગીયાર વાગ્યા આસપાસ તેણી ઘરે ચોકડીમાં નાહતી હતી ત્યારે બાજુમા ઘરની દીવાલની અડીને જેઠનો દિકરો દિવાલ ઉપરથી જોતો હતો. જેથી તેને ઠપકો આપતા તે ગાળો બોલવા લાગેલ અને ત્યારબાદ ત્યાથી જતો રહેલ હતો.
તેણીને કુટુંબમાં મરણ થયેલ હોય ત્યારે ત્યાં જમવા ગયેલ ત્યારે પતિને હું નાહવા બેસેલ અને આરોપી દિવાલ ઉપરથી જોતો હતો તેવી વાત કરેલ જેથી તેણીના પતિએ ઠપકો આપેલ કે, તારા કાકી થાય છે.
જેથી આરોપીએ તેઓને પણ ગાળો બોલવા લાગેલ અને કહેલ કે, તમે મને ત્રીસ હજાર રૂપીયા આપો, જો રૂપીયા નહી આપો તો મારી પત્ની છેડતીનો કેશ કરે છે. તેમજ અવાર નવાર આ આરોપી ઘરે ઇટના ઘા મારે છે અને દિકરીઓ નાહતી હોય ત્યારે અગાશી ઉપરથી જોતો હોય છે.


