શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળા નંબર ૯૯/૧૦૦ માં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
કુમકુમ તિલક દ્વારા બાળકોનું સ્વાગત
અગ્ર ગુજરાત, સુરત
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત નાના વરાછા વિસ્તાર ની કવિવર રવિન્દ્રનાથ ટાગોર અને ઉમાશંકર જોશી પ્રાથમિક શાળામાં બાલવાટિકા અને ધોરણ-૧ માં પ્રવેશ પામનાર વિદ્યાર્થીઓને વાજતે ગાજતે મહેમાન શ્રીઓની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્રમ તારીખ ૨૪/૦૬/૨૬ ના રોજ યોજાયો
કાર્યક્રમની શરૂઆત મહેમાનોને કુમકુમ તિલક કરી દીપ પ્રાગટ્ય વિધિથી કરવામાં આવેલ. રાજ્ય સરકાર દ્વારા પ્રવેશ પામનાર તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવેલ. મહેમાનના દસ્તે તમામ બાળકો ને કુમકુમ પગલા પાડીને બાળકોનું સન્માન કરવામાં આવેલ. નાના વરાછા વિસ્તારના કોર્પોરેટર સુરેશભાઈ ધામેલીયા, વિશાલભાઈ રાઠોડ, કાવ્યા બેન કથીરિયા, સુરત મહાનગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ ગુજરાતી, સી.આર.સી અશોકભાઈ ગુજરાતી અને આમંત્રિત અન્ય દાતાઓ ખાસ હાજર રહ્યા હતા. સ્થાનિક કોર્પોરેટરએ શાળાની ભૌતિક સુવિધામાં અને શિક્ષણની ગુણવત્તામાં વધારો થાય એ માટે શાળાને પોતાના તરફથી પૂરતી મદદ કરવાની ખાત્રી આપેલ.
આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી મુકેશભાઈ કાપડિયા, મિતલબેન શાસ્ત્રીય, તેમજ સ્ટાફ મિત્રોએ જંગી જાહેરત ઉઠાવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના બાળકો દ્વારા કરવામાં આવેલ અંતે રાષ્ટ્રગીત ગાયને કાર્યકમ ને પૂર્ણ થયેલો જાહેર કરેલ.


