દીવમાં SIR સંદર્ભે બે દિવસના કેમ્પનું આયોજન
અગ્ર ગુજરાત, દીવ
દીવ કલેકટર રાહુલ દેવ બુરાના નેતૃત્વમાં SIR (સ્પેશિયલ ઈન્ટેનિસવ રિવિઝન)ની પ્રક્રિયા દીવમાં કાર્યરત છે. અધિકારીઓ, ઈલેકશન વિભાગના કર્મચારીઓ અને BLO સતત આ કામગીરી ખૂબ જ ખંત અને જહેમતથી કરી રહ્યા છે જનતાને વધુ સરળતા આપવા દીવ કલેકટર દ્વારા બે દિવસના કેમપનું આયોજન કરવામાં આવેલ છે. દીવના ૪૭ મતદાન મથકો ઉપર શનિવાર તા.૨૭ જુન બપોરે ત્રણથી ૬ વાગ્યા સુધી અને રવિવારે ૨૮ જુન સવારે સાડા નવથી સાંજના ૬ વાગ્યા સુધી કેમ્પ થશે. દીવ જીલ્લાની જનતાને જાણ કરવામાં આવે છે કે તેમના ફોર્મ BLOને આપેલ ન હોય તો કેમ્પમાં જમા કરાવે અને ફોર્મ ભરવામાં તકલીફ કે સમસ્યા થતી હોય તો કેમ્પમાં BLOનો સંપર્ક કરે અને ત્યાં પણ સમસ્યાનું નિરાકરણ ન થાય તો ઈલેકશન કચેરીનો સંપર્ક કરે.


