સોમવારે નવગ્રહ જિનાલયના આંગણે આદિશ્વર દાદાનો અભિષેક
અગ્ર ગુજરાત, રાજકોટ
જ્યાનંદ ધામ, નવગ્રહ જિનાલય અવધ રોડ, રાજકોટના આંગણે નીજ જેઠ સુદ પૂનમ તા.૨૯/૬/૨૬ સોમવારના ૬/૩૦ કલાકે આદેશ્વર દાદાના અભિષેક તેમજ પક્ષાલ કરવામા આવશે. પ.પૂ. આ. દેવેશ યુગ દીવાકર શ્રી ધર્મસૂરીશ્વરજી સમુદાયના પ. પૂ. સાધ્વીજી પ.પૂ. શ્રી દિવ્યાશ્રીજી મ.સા. ના શિષ્યા શ્રી ઉર્મિલયશાશ્રીજી મ.સા., શ્રી સ્નેહલયશાશ્રીજી મ.સા., શ્રી નીલરત્નાશ્રીજી મ. સા., શ્રી તીર્થમાલાશ્રીજી મ.સા. આખો દિવસ સ્થિરતા કરશે તો દર્શન વંદન નો લાભ લેવા વિનંતી છે. આવેલ ભાવિકોને ભાતું આપવામાં આવશે. ભાતાના લાભાર્થિ તરુણભાઈ જે મહેતા પરિવાર હ: ભારતીબેન મહેતા તરફ્થી આપવામાં આવશે. જેની જયાનંદ ધામ રાજકોટના વિશાલભાઈ શાહ, નિર્મલભાઈ શાહ, કેતનભાઈ દોશી, દિપકભાઈ શેઠની યાદી જણાવે છે.


