દિવ્યાંગોને સરકારી યોજનાઓનો લાભ અપાવવા નિઃશુલ્ક માર્ગદર્શન
ભાસ્કરભાઈ પારેખ દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન માટે વિશેષ પહેલ
અગ્ર ગુજરાત, રાજકોટ
દિવ્યાંગો માટે ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારની એનકવિધ યોજનાઓ જેવી કે પેન્શન, બસ પાસ, રેલ્વે પાસ નિરામયા યોજના (વિમો), ગાર્ડીયનશીપ સર્ટીફીકેટ, સાધન સહાય યોજના તેમજ દિવ્યાંગોની લગતી સરકારી તમામ યોજનાઓ કાર્યરત હોય છે. અપુરતા જ્ઞાન, પ્રમાણમાં સીમીત શિક્ષણ કે નિરક્ષરતા, પેપર વર્ક અંગેની આળસ અને અણઆવડત, ઉદાસીનતા કે બિમારીને લઈને વ્યાપ્ત નિરાશા વિગેરે જેવા કારણોને લઈને મોટાભાગનાં દિવ્યાંગો સરકારની મળવાપાત્ર યોજનાઓનો લાભ લઈ શકતા નથી અને હેરાન થતા હોય છે. દિવ્યાંગો માટે સતત કાર્યરત, સીનીયર સીટીઝન અને ભુતપુર્વ ગર્વમેન્ટ અધિકારી તેમજ દિવ્યાંગ બાળકો માટેની ‘પ્રયાસ’ સ્કૂલના સેક્રેટરી ભાસ્કરભાઈ પારેખ દ્વારા દિવ્યાંગો માટે ‘નિઃશુલ્ક માર્ગદર્શન કેન્દ્ર’ છેલ્લા 20 વર્ષથી ચાલી રહયું છે. જેનો અત્યાર સુધીમાં સેંકડો દિવ્યાંગોને લાભ મળી ચૂકયો છે.
ભાસ્કરભાઈ દર સોમવારે અને દર બુધવારે સવારે ૯–૩૦ થી બપોરે ૧૨–૩૦ દરમિયાન રામકૃષ્ણ આશ્રમ, ડો. યાજ્ઞીક રોડ, રૂમ નં. ૨૦૩, રાજકોટ ખાતે દર મંગળવારે ‘જનપથ’, ૨—તપોવન સોસાયટીનો ખૂણો, સરાઝા બેકરી પાસે, હોલીડે પ્લાઝા બીલ્ડીંગની સામે, અક્ષર માર્ગ મેઈન રોડ, રાજકોટ ખાતે તેમજ દર ગુરૂવારે પ્રયાસ પેરેન્ટસ એસોસીએશન ફોર સ્પેશ્યલ ચાઈલ્ડ સ્કૂલ, સ્કૂલ નં. ૬૯, અંબાજી કડવા પ્લોટ—૨, ધોળકીયા સ્કૂલ પાસે તેમજ દર શુક્રવારે સીવીલ હોસ્પિટલ, રૂમ નં. ૨૩-સી, રાજકોટ ખાતે મળશે. વિશેષ માહિતી માટે ભાસ્કરભાઈ પારેખ (મો. 94263 17763) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.


