ગિરિરાજ હોસ્પિટલમાં આજથી બે દિવસીય AWR & Obesity Meet 2026 સેમિનાર
રાજકોટમાં પ્રથમ વખત AWRSCના સંયુક્ત આયોજનમાં દેશ-વિદેશના ખ્યાતનામ સર્જન્સ અદ્યતન હર્નિયા અને બેરિયાટ્રિક સર્જરી પર કરશે વૈજ્ઞાનિક ચર્ચા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટની અગ્રણી સુપર સ્પેશિયાલિટી સંસ્થા શ્રી ગિરિરાજ હોસ્પિટલ દ્વારા તા. 27 અને 28 જૂન, 2026 દરમિયાન Solo4 Culinary Arts, રાજકોટ ખાતે AWR & Obesity Meet 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં પ્રથમવાર યોજાઈ રહેલી આ વૈજ્ઞાનિક કોન્ફરન્સ શહેરના આરોગ્ય ક્ષેત્ર માટે એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ પ્રસંગ બનશે.
આ બે દિવસીય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક કોન્ફરન્સમાં ભારત તથા વિદેશના જાણીતા સર્જન્સ અને નિષ્ણાતો એક જ મંચ પર ઉપસ્થિત રહી Advanced Abdominal Wall Reconstruction (AWR), કોમ્પ્લેક્સ હર્નિયા સર્જરી, લેપ્રોસ્કોપિક સર્જરી તેમજ બેરિયાટ્રિક અને મેટાબોલિક સર્જરી ક્ષેત્રની નવીનતમ ટેક્નોલોજી, આધુનિક સર્જિકલ પદ્ધતિઓ અને સંશોધન આધારિત સારવાર અંગે માર્ગદર્શન આપશે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન લાઈવ સર્જરી, વૈજ્ઞાનિક વ્યાખ્યાનો, ઇન્ટરએક્ટિવ પેનલ ડિસ્કશન અને કેસ આધારિત ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કોન્ફરન્સની સૌથી મોટી વિશેષતા એ છે કે શ્રી ગિરિરાજ હોસ્પિટલ દ્વારા આ રાષ્ટ્રીય ફેકલ્ટિ ને જોડીને વૈજ્ઞાનિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં માત્ર દેશ-વિદેશના અગ્રણી સર્જન્સ જ નહીં પરંતુ રાજકોટની વિવિધ અગ્રણી હોસ્પિટલોના જાણીતા સર્જન્સ પણ સક્રિય યોગદાન આપી રહ્યા છે. શહેરના સર્જિકલ સમુદાયની આ એકતા રાજકોટને અદ્યતન સર્જરી અને મેડિકલ એજ્યુકેશનના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
આ કોન્ફરન્સમાં રાજકોટના જાણીતા સર્જન્સ ડૉ. રાજન જગડ, ડૉ. નિકુંજ પટેલ, ડૉ. હાર્દિક તન્ના, ડૉ. અમિત આચાર્ય, ડૉ. કાર્તિક સુતારિયા અને ડૉ. મેહુલ વિકાણી વૈજ્ઞાનિક સત્રોમાં પોતાના અનુભવ અને વિશેષતા રજૂ કરશે. આ સહભાગિતા રાજકોટના આરોગ્ય ક્ષેત્રની ગુણવત્તા, સહકાર અને શૈક્ષણિક પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
આ કોન્ફરન્સ જનરલ સર્જન્સ, ગેસ્ટ્રો સર્જન્સ, લેપ્રોસ્કોપિક સર્જન્સ, બેરિયાટ્રિક સર્જન્સ, સર્જિકલ રેસિડેન્ટ્સ તથા મેડિકલ પ્રોફેશનલ્સ માટે જ્ઞાન, કુશળતા અને નવીન ટેક્નોલોજી અંગે વ્યવહારુ માર્ગદર્શન મેળવવાની અનોખી તક સાબિત થશે.
આ પ્રસંગે ડૉ. મયંક ઠક્કરએ જણાવ્યું હતું, “AWR & Obesity Meet 2026 દ્વારા વિશ્વસ્તરીય સર્જિકલ જ્ઞાન અને ટેક્નોલોજીને રાજકોટ સુધી પહોંચાડવાનો અમારો પ્રયાસ છે. દેશ-વિદેશના નિષ્ણાતો સાથેના આ વૈજ્ઞાનિક સંવાદથી સર્જન્સને નવીન સારવાર પદ્ધતિઓ શીખવાની અને દર્દીઓને વધુ ગુણવત્તાસભર સારવાર આપવાની પ્રેરણા મળશે.”
ડૉ. કેયુર યાજ્ઞિકએ જણાવ્યું હતું, કે “આ કોન્ફરન્સને સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ સર્જન્સ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. લાઈવ સર્જરી, વૈજ્ઞાનિક સત્રો અને નિષ્ણાતો સાથેની ચર્ચાઓ દ્વારા ઉપસ્થિત ડેલિગેટ્સને અદ્યતન સર્જિકલ ટેક્નિક્સનો વ્યવહારુ અનુભવ મળશે.”
આ બે દિવસીય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક કોન્ફરન્સમાં ભારત ઉપરાંત અમેરિકા, ઓસ્ટ્રેલિયા, સ્કોટલેન્ડ અને બ્રાઝિલના વિશ્વવિખ્યાત હર્નિયા તથા બેરિયાટ્રિક સર્જન્સ ઉપસ્થિત રહી Advanced Abdominal Wall Reconstruction (AWR), કોમ્પ્લેક્સ હર્નિયા સર્જરી, લેપ્રોસ્કોપિક સર્જરી તેમજ બેરિયાટ્રિક અને મેટાબોલિક સર્જરી ક્ષેત્રની અદ્યતન ટેક્નોલોજી, આધુનિક સર્જિકલ પદ્ધતિઓ અને સંશોધન આધારિત સારવાર અંગે માર્ગદર્શન આપશે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન લાઈવ સર્જરી, વૈજ્ઞાનિક વ્યાખ્યાનો, ઇન્ટરએક્ટિવ પેનલ ચર્ચાઓ તથા કેસ આધારિત ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કોન્ફરન્સમાં આંતરરાષ્ટ્રીય ફેકલ્ટી તરીકે પ્રો. બી. રમણા બાલાસુબ્રમણ્યમ (મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા), ડૉ. ફ્લાવિયો માલ્ચેર માર્ટિન્સ ડી ઓલિવેરા (ન્યૂયોર્ક, અમેરિકા), ડૉ. કેલી સ્લેટર (ક્વીન્સલેન્ડ, ઓસ્ટ્રેલિયા), ડૉ. એરિક એમ. પાઉલી (હર્શી, પેન્સિલવેનિયા, અમેરિકા), ડૉ. પ્રશાંત શ્રીરામોજુ (ન્યૂયોર્ક, અમેરિકા), ડૉ. પ્રકાશ ગટ્ટા (ટેક્સાસ, અમેરિકા), ડૉ. રોડ્રિગો ગાલ્હેગો (બ્રાઝિલ) તથા ડૉ. આર્ટર ઝાનેલાટો (સ્કોટલેન્ડ) જેવા વિશ્વપ્રસિદ્ધ સર્જન્સ તેમના અનુભવ અને અદ્યતન સર્જિકલ ટેક્નિક્સ અંગે માર્ગદર્શન આપશે. આ તમામ નિષ્ણાતો દ્વારા વિવિધ દેશોમાં અપનાવવામાં આવતી આધુનિક સર્જિકલ પદ્ધતિઓ, નવીન સંશોધનો અને જટિલ હર્નિયા તથા ઓબેસિટી સર્જરીના વ્યવહારુ પાસાઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવશે.
આ ઉપરાંત દેશના અગ્રણી સર્જન્સ જેમ કે ડૉ. શરદ શર્મા, ડૉ. ધનંજય પાંડે, ડૉ. સદાશિવ, ડૉ. સાઈ ભારત, ડૉ. પાર્થસારથી ગોવિંદરાજુ, ડૉ. પરવીન ભાટિયા અને ડૉ. રાકેશ શિવહારે પણ વૈજ્ઞાનિક સત્રોમાં માર્ગદર્શન આપશે.
કોન્ફરન્સની મુખ્ય વિશેષતાઓ:
- આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ખ્યાતનામ સર્જન્સની ઉપસ્થિતિ
- લાઈવ સર્જરી ડેમોન્સ્ટ્રેશન
- Advanced Abdominal Wall Reconstruction (AWR) અને કોમ્પ્લેક્સ હર્નિયા સર્જરી પર વિશેષ સત્રો
- Laparoscopic Surgery અંગે અદ્યતન માર્ગદર્શન
- Bariatric & Metabolic Surgery અંગે નવીન અપડેટ્સ
- વૈજ્ઞાનિક પેનલ ચર્ચાઓ અને કેસ આધારિત માર્ગદર્શન
- સર્જન્સ અને યુવા તબીબો માટે આધુનિક સર્જિકલ ટેક્નિક્સ શીખવાની ઉત્તમ તક


