By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 week ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: જૂન કોરો, ડેમો કોરા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

જૂન કોરો, ડેમો કોરા

Editor
Last updated: 2026/06/29 at 3:52 PM
34 minutes ago
Share
જૂન કોરો, ડેમો કોરા
SHARE

જૂન કોરો, ડેમો કોરા

સૌરાષ્ટ્રમાં પાણીનું સંકટ ઘેરાયું, હવે જુલાઈ જ આશાનો આધાર

83માંથી માત્ર 5 ડેમમાં જ 50 ટકાથી વધુ જળજથ્થો, રાજકોટના આજી-1માં 42.63%, ન્યારી-1માં 27.25% અને ભાદર-1માં માત્ર 14.93% પાણી

વાવણીલાયક વરસાદની રાહમાં ખેડૂતો, નર્મદાના નીર પર વધ્યો આધાર.

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં જૂન મહિનામાં વરસાદે નિરાશ કર્યા બાદ જળસંકટની આશંકા વધુ ઘેરી બની રહી છે. સામાન્ય રીતે ચોમાસાના પ્રારંભિક તબક્કામાં જ ડેમોમાં નવા પાણીની આવક શરૂ થઈ જાય છે, પરંતુ આ વર્ષે જૂન મહિનો લગભગ કોરો જ રહ્યો છે. ફ્લડ સેલના કંટ્રોલ રૂમમાં માત્ર એક જ દિવસ છૂટાછવાયા વરસાદની નોંધ થતા ખેડૂતો તેમજ પાણી પુરવઠા વિભાગ બંને ચિંતિત બન્યા છે.
ઇરીગેશન ફ્લડ સેલના અહેવાલ મુજબ રાજકોટ મહાપાલિકા અને રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળ આવેલા કુલ 83 ડેમમાંથી માત્ર પાંચ ડેમમાં જ 50 ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. બાકીના 78 ડેમમાં જળસપાટી અડધાથી ઓછી રહી છે. અનેક નાના-મધ્યમ ડેમ તો લગભગ તળિયા ઝાટક થઈ ગયા હોવાથી આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
ખેડૂતો હાલ વાવણીલાયક વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અનેક વિસ્તારોમાં વરસાદના અભાવે ખેતીની કામગીરી અટકી ગઈ છે. જો જુલાઈના પ્રથમ પખવાડિયામાં સારો વરસાદ નહીં પડે તો વાવણી મોડી પડશે અને તેની સીધી અસર ખરીફ પાકના ઉત્પાદન પર પડી શકે છે. કૃષિ નિષ્ણાતોના મતે સમયસર વરસાદ નહીં આવે તો ખેડૂતોને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે.
રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા આજી-1 ડેમમાં હાલ સૌની યોજના મારફતે નર્મદાનું પાણી છોડવામાં આવી રહ્યું છે. કુલ 29 ફૂટની ઊંડાઈ સામે હાલ પાણીની સપાટી 19.40 ફૂટ છે, જે મુજબ ડેમમાં 42.63 ટકા જળજથ્થો ઉપલબ્ધ છે. બીજી તરફ પશ્ચિમ રાજકોટ માટે મહત્વના ન્યારી-1 ડેમમાં પાણીની સપાટી સતત ઘટી રહી છે. કુલ 25.10 ફૂટની ઊંડાઈ સામે હાલ માત્ર 12.30 ફૂટ પાણી બચ્યું છે, એટલે કે માત્ર 27.25 ટકા જળજથ્થો ઉપલબ્ધ છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખી ટૂંક સમયમાં ન્યારી-1 ડેમમાં પણ સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી છોડવાની તૈયારી કરવામાં આવી રહી છે.
ભાદર-1 ડેમની સ્થિતિ પણ ખાસ સંતોષકારક નથી. કુલ 34 ફૂટની ઊંડાઈ સામે હાલ માત્ર 19.30 ફૂટ પાણી છે અને ઉપયોગી જળજથ્થો માત્ર 14.93 ટકા જ નોંધાયો છે. આ આંકડા દર્શાવે છે કે વરસાદના અભાવે સૌરાષ્ટ્રના મુખ્ય જળાશયો હજુ સુધી પૂરતા પ્રમાણમાં ભરાઈ શક્યા નથી. હાલની પરિસ્થિતિમાં સમગ્ર સૌરાષ્ટ્રની આશા હવે જુલાઈ મહિનાના વરસાદ પર ટકી છે. જો આગામી દિવસોમાં મેઘરાજા મન મૂકીને વરસશે તો ડેમોમાં નવા પાણીની આવક શરૂ થશે, ખેડૂતોને વાવણી માટે અનુકૂળ વાતાવરણ મળશે અને પીવાના પાણીની ચિંતા પણ હળવી બનશે. પરંતુ વરસાદ ફરીથી ખેંચાશે તો પાણી વ્યવસ્થાપન અને કૃષિ બંને ક્ષેત્ર માટે પડકારજનક દિવસો સામે આવી શકે છે.

83માંથી માત્ર 5 ડેમ જ અડધાથી વધુ ભરેલા

કુલ ડેમ : 83
50%થી વધુ ભરેલા : 5
50%થી ઓછા ભરેલા : 78

રાજકોટના મુખ્ય જળાશયોની સ્થિતિ

આજી-1 : 42.63%
ન્યારી-1 : 27.25%
ભાદર-1 : 14.93%

ખેડૂતોની ચિંતા વધી

વાવણીલાયક વરસાદની રાહ
ખરીફ પાક પર સંકટ
મોડી વાવણીની શક્યતા

સૌની યોજનાનો સહારો

આજી-1માં નર્મદાનું પાણી છોડાઈ રહ્યું છે
ટૂંક સમયમાં ન્યારી-1માં પણ પાણી છોડાશે

જૂન મહિનાની સ્થિતિ

માત્ર એક દિવસ નોંધપાત્ર વરસાદ
મોટાભાગે કોરો મહિનો
ડેમોમાં નવી આવક નહિવત્

જો જુલાઈમાં વરસાદ નહીં પડે તો…

પાણીની તંગી વધશે
ડેમોની સપાટી વધુ ઘટશે
ખેડૂતોને મોટું આર્થિક નુકસાન
પીવાના પાણી માટે વધુ આયોજન કરવું પડશે

રાજકોટના ડેમોની હાલની સપાટી

આજી-1 : 19.40 ફૂટ (કુલ ઊંડાઈ 29 ફૂટ)
ન્યારી-1 : 12.30 ફૂટ (કુલ ઊંડાઈ 25.10 ફૂટ)
ભાદર-1 : 19.30 ફૂટ (કુલ ઊંડાઈ 34 ફૂટ)

You Might Also Like

 પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક રામાશ્રય પાંડેનું જામનગર–વિરમગામ સેક્શનનું સેફ્ટી નિરીક્ષણ

 રાજકોટ બન્યું સર્જિકલ જ્ઞાનનું કેન્દ્ર: AWR & Obesity Meet 2026ને મળ્યો જંગી પ્રતિસાદ

મેંગોપીપલ પરિવારનો શિક્ષણને પ્રોત્સાહન આપતો સેવાયજ્ઞ, જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ

વિરાણી હાઇસ્કૂલમાં ‘નશા મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

ખોડલધામના સર્વરોગ નિદાન કેમ્પમાં આરોગ્યસેવાનો મહાયજ્ઞ, 700થી વધુ લોકોએ લીધો લાભ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પુના – મહારાષ્ટ્ર ખાતે “રાજ્યમાતા ગૌમાતા સંવાદ યાત્રા”નો ભવ્ય પ્રારંભ
રાજકોટ

પુના – મહારાષ્ટ્ર ખાતે “રાજ્યમાતા ગૌમાતા સંવાદ યાત્રા”નો ભવ્ય પ્રારંભ

Editor By Editor 5 days ago
રાજુલાના વડ ગામે વાડી વિસ્તારમાં સિંહણે મહિલા પર કર્યો હુમલો
 જિલ્લા પંચાયતના વિવિધ વિભાગમાં પ્રમુખની સર્જીકલ સ્ટ્રાઇક
MCXમાં સોના – ચાંદીમાં ઘટાડો, ક્રૂડ નરમ; શેરબજારમાં તેજીનો માહોલ
 રાજકોટ બન્યું સર્જિકલ જ્ઞાનનું કેન્દ્ર: AWR & Obesity Meet 2026ને મળ્યો જંગી પ્રતિસાદ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?