રાજકોટમાં કલા, સ્પોર્ટ્સ અને કોર્પોરેટ ક્ષેત્રે નવો અધ્યાય શરૂ કરતી ‘પ્રાઇમ વિઝન ઇવેન્ટ્સ’
રાજકોટમાં કલા અને મનોરંજનને નવું પ્લેટફોર્મ પૂરું પાડવા ‘પ્રાઇમ વિઝન ઇવેન્ટ્સ’નો ભવ્ય પ્રારંભ: ટૂંક સમયમાં યોજાશે મ્યુઝિકલ અને કોમેડી નાઇટ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના સાંસ્કૃતિક, રમતગમત અને મનોરંજન જગતમાં એક નવું અને પ્રોફેશનલ છોગું ઉમેરાવા જઈ રહ્યું છે. રંગીલા રાજકોટના યુવા અને ઉત્સાહી આંત્રપ્રિન્યોર આર્યન પઠાણ દ્વારા સ્થાપિત પ્રીમિયમ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ‘પ્રાઇમ વિઝન ઇવેન્ટ્સ’ (Prime Vision Events) નો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ કંપની માત્ર કોઈ એક મનોરંજન શો પૂરતી સીમિત નથી, પરંતુ રાજકોટના આંગણે ઇવેન્ટ મેનેજમેન્ટના ક્ષેત્રે એક નવો વળાંક લાવવા માટે સજ્જ થઈ છે. ‘પ્રાઇમ વિઝન ઇવેન્ટ્સ’ મુખ્યત્વે વિવિધ કેટેગરીમાં બહુ મોટા પાયે કામ કરશે. લાઇવ મ્યુઝિકલ અને કલ્ચરલ કોન્સર્ટ્સ: ગુજરાત અને દેશના ખ્યાતનામ કલાકારો સાથે ભવ્ય મ્યુઝિક નાઇટ્સ. સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ અને પ્રીમિયર લીગ: સ્થાનિક સ્તરે રમતગમતને પ્રોત્સાહન આપવા માટે ક્રિકેટ ટુર્નામેન્ટ્સ અને બોક્સ ક્રિકેટ લીગનું આયોજન. કોર્પોરેટ અને બિઝનેસ ઇવેન્ટ્સ: કંપની પ્રોફાઇલ લોન્ચિંગ, સેમિનાર્સ અને બિઝનેસ એવોર્ડ નાઇટ્સ. સ્થાનિક ટેલેન્ટ પ્રમોશન: રાજકોટના ઉભરતા અને સુપર ટેલેન્ટેડ કલાકારોને એક આંતરરાષ્ટ્રીય કક્ષાનું સત્તાવાર મંચ પૂરું પાડવું. ‘પ્રાઇમ વિઝન ઇવેન્ટ્સ’ ના ફાઉન્ડર આર્યન પઠાણે કંપનીના વિઝન અંગે જણાવ્યું હતું કે, “અમારો મુખ્ય ઉદ્દેશ્ય રાજકોટની જનતાને આંતરરાષ્ટ્રીય સ્તરનું મેનેજમેન્ટ અને અદભુત મનોરંજન પૂરું પાડવાનો છે. અમારી દરેક ઇવેન્ટ પ્રોફેશનલિઝમ અને યુનિકનેસથી ભરપૂર હશે.”
કંપનીના સત્તાવાર લોન્ચિંગની સાથે જ પ્રથમ ધમાકેદાર ઇવેન્ટની જાહેરાત પણ કરવામાં આવી છે. આગામી ૧૮ જુલાઈ ૨૦૨૬ (શનિવાર) ના રોજ જામનગર રોડ પર આવેલી પ્રખ્યાત ‘મા ની મોજ રેસ્ટોરન્ટ’ ખાતે રાજકોટના ૧૦ શ્રેષ્ઠ સ્થાનિક સિંગર્સ અને સ્ટેન્ડ-અપ કોમેડિયન્સ સાથે એક ભવ્ય ‘મ્યુઝિકલ અને સ્ટેન્ડ-અપ કોમેડી નાઇટ ૨૦૨૬’ યોજાવા જઈ રહી છે. આ ઇવેન્ટના સત્તાવાર પાસ ઓનલાઇન ટિકિટિંગ પ્લેટફોર્મ BookMyShow પર પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાશે. ઇવેન્ટના ઓફિશિયલ “Coming Soon” પોસ્ટર્સ સોશિયલ મીડિયા પર લોન્ચ થતાની સાથે જ ભારે આકર્ષણ જમાવી રહ્યા છે.
વધુ વિગત અને પૂછપરછ માટે ફાઉન્ડર અને ઓર્ગેનાઇઝર આર્યન પઠાણ મો.નં. +91 76210 93152નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.


