By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    4 hours ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: બિનખેતી જમીનમાં હવે 7/12નો અંત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગાંધીનગર

બિનખેતી જમીનમાં હવે 7/12નો અંત

Editor
Last updated: 2026/07/01 at 5:16 PM
10 minutes ago
Share
બિનખેતી જમીનમાં હવે 7/12નો અંત
SHARE

પ્રોપર્ટી કાર્ડ જ બનશે એકમાત્ર માન્ય દસ્તાવેજ

બિનખેતી જમીનમાં હવે 7/12નો અંત

મહેસૂલ વિભાગનો ઐતિહાસિક નિર્ણય : ડબલ રેકર્ડ અને વિસંગતતાઓનો આવશે અંત, જમીનના વ્યવહારોમાં વધશે પારદર્શિતા અને વિશ્વસનીયતા

અગ્ર ગુજરાત, ગાંધીનગર

ગુજરાત સરકારે જમીન રેકર્ડના આધુનિકીકરણ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરતાં બિનખેતી (એનએ) થયેલી જમીનો માટે પ્રોપર્ટી કાર્ડને જ એકમાત્ર માન્ય અને અદ્યતન દસ્તાવેજ તરીકે સ્વીકારવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. મહેસૂલ વિભાગે તા. 29 જૂન, 2026ના રોજ જાહેર કરેલા 37 પાનાના વિગતવાર પરિપત્રમાં રાજ્યભરમાં બિનખેતી થયેલા સર્વે નંબરો માટે વર્ષોથી ચાલતા ગામ નમૂના નં.-7 (VF-7)ને તબક્કાવાર બંધ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી જમીનના રેકર્ડમાં રહેલી ગેરસમજ, વિસંગતતા અને ડબલ નોંધણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તેવી અપેક્ષા છે.
હાલમાં બિનખેતી થયેલા સર્વે નંબરો માટે ગામ નમૂના નં.-7 તેમજ પ્રોપર્ટી કાર્ડ એમ બંને પ્રકારના રેકર્ડ જળવાતા હોવાથી અનેક જગ્યાએ એક જ ગામ નમૂના સામે એકથી વધુ પ્રોપર્ટી કાર્ડ અથવા એક જ પ્રોપર્ટી કાર્ડ સામે એકથી વધુ ગામ નમૂના નં.-7 જેવી પરિસ્થિતિ સર્જાતી હતી. રી-સર્વે, જમીનના વિભાજન, પ્લોટિંગ અને અન્ય ફેરફારો બાદ આ વિસંગતતાઓ વધુ ગંભીર બનતી હતી, જેના કારણે જમીનના સોદા, બેંક લોન અને કાનૂની પ્રક્રિયામાં મુશ્કેલીઓ ઉભી થતી હતી.
નવી વ્યવસ્થા હેઠળ રાજ્યના તમામ બિનખેતી સર્વે નંબરોનું પ્રોપર્ટી કાર્ડ સાથે સો ટકા મેપિંગ કરવામાં આવશે. જે જગ્યાએ હજુ સુધી પ્રોપર્ટી કાર્ડ તૈયાર થયા નથી ત્યાં નવા કાર્ડ બનાવવાની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવશે. જ્યારે જૂના પ્રોપર્ટી કાર્ડમાં ધારકનું નામ, સિટી સર્વે નંબર, બ્લોક નંબર, પ્લોટ નંબર, ક્ષેત્રફળ અથવા અન્ય વિગતોમાં ક્ષતિ હશે ત્યાં નિયમ મુજબ સુધારા કરીને જ ગામ નમૂના નં.-7 બંધ કરવામાં આવશે.
મહેસૂલ વિભાગે જિલ્લા કલેક્ટર, સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ, સેટલમેન્ટ કમિશનર અને અન્ય સંબંધિત અધિકારીઓને વિગતવાર માર્ગદર્શિકા આપી છે. તમામ કેસોમાં પ્રોપર્ટી કાર્ડની વિગતો, હકદારોના નામ અને ક્ષેત્રફળની સચોટ ચકાસણી કર્યા બાદ જ અંતિમ કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ જમીનના તમામ રેકર્ડને ઓનલાઈન પોર્ટલ પર પણ અપડેટ કરવામાં આવશે જેથી જમીન માલિકોને એકસરખો અને વિશ્વસનીય ડેટા ઉપલબ્ધ થઈ શકે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી જમીનના દસ્તાવેજોમાં એકરૂપતા આવશે અને ડબલ રેકર્ડની સમસ્યા દૂર થશે. જમીનની ખરીદી-વેચાણ, બેંક લોન, વારસાઈ નોંધણી, કોર્ટ કેસ સહિતની વિવિધ કાનૂની પ્રક્રિયામાં વધુ પારદર્શિતા આવશે. મહેસૂલ વિભાગનું માનવું છે કે આ સુધારાથી જમીન રેકર્ડ વધુ વિશ્વસનીય બનશે અને ભવિષ્યમાં મિલકત સંબંધિત વિવાદોમાં નોંધપાત્ર ઘટાડો થશે.

શું બદલાશે?

બિનખેતી જમીનમાં પ્રોપર્ટી કાર્ડ જ અંતિમ દસ્તાવેજ રહેશે.
ગામ નમૂના નં.-7 (VF-7) તબક્કાવાર બંધ થશે.
ડબલ રેકર્ડની પ્રથા સમાપ્ત થશે.
તમામ વિગતો ઓનલાઈન અપડેટ થશે.

શા માટે લેવાયો નિર્ણય?

એક જ સર્વે નંબર સામે અનેક પ્રોપર્ટી કાર્ડ બનતા હતા.
રી-સર્વે અને પ્લોટિંગથી વિસંગતતા વધતી હતી.
જમીનના સોદા અને કાનૂની પ્રક્રિયામાં મુશ્કેલીઓ ઉભી થતી હતી.
સમગ્ર રાજ્યમાં એકરૂપ અને વિશ્વસનીય જમીન રેકર્ડ તૈયાર કરવાનો હેતુ.

સુધારાની પ્રક્રિયામાં શું થશે?

ધારકના નામની ચકાસણી.
સિટી સર્વે, બ્લોક અને પ્લોટ નંબરની ખરાઈ.
ક્ષેત્રફળ અને હકદારોની વિગતોમાં સુધારા.
તમામ રેકર્ડનું પ્રોપર્ટી કાર્ડ સાથે મેપિંગ.

જમીન માલિકોને શું લાભ મળશે?

ખરીદી-વેચાણમાં સરળતા.
બેંક લોન મેળવવામાં સહેલાઈ.
કાનૂની વિવાદોમાં ઘટાડો.
પારદર્શક અને વિશ્વસનીય જમીન રેકર્ડ ઉપલબ્ધ થશે.

અધિકારીઓને અપાયેલી મુખ્ય સૂચનાઓ

નવા પ્રોપર્ટી કાર્ડ ઝડપથી તૈયાર કરવા.
જૂના કાર્ડમાં રહેલી તમામ ક્ષતિઓ દૂર કરવા.
ગામ નમૂના નં.-7 બંધ કરતાં પહેલાં સંપૂર્ણ ચકાસણી કરવી.
ઓનલાઈન પોર્ટલ પર તમામ માહિતી અપડેટ કરીને એકસરખો ડેટા ઉપલબ્ધ કરાવવો.

You Might Also Like

રાજયમાં બે IAS સહિત એક સાથે 3૫૭ અધિકારી-કર્મચારીઓ નિવૃત

આરોપીઓના વરઘોડા કાઢવા પર મૂકેલા DGPના પ્રતિબંધનો ગાંધીનગરમાં જ ઉલાળ્યો

ગુજરાત કેડરના ૧૮ અધિકારીઓને IAS તરીકેચ સરકારે આપ્યું પ્રમોશન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તા.૨૭-૨૮ ફરી ગુજરાત પ્રવાસે

 વર્ગ-૧ અને ૨ની ભરતીમાં ફરજીયાત અનુભવને રદ કરવા કરાયેલી દરખાસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજુલાના વડ ગામે વાડી વિસ્તારમાં સિંહણે મહિલા પર કર્યો હુમલો
ગુજરાત

રાજુલાના વડ ગામે વાડી વિસ્તારમાં સિંહણે મહિલા પર કર્યો હુમલો

Editor By Editor 4 days ago
આયરલૅન્ડની સંસદમાં સાંસદો માટે ‘હિમાલયીન સમર્પણ ધ્યાનયોગ’ શિબિર યોજાઈ
APK ફાઈલ બનાવતી ગેંગના અભણ ભેજાબાજો ઝડપાયા
 વર્ગ-૧ અને ૨ની ભરતીમાં ફરજીયાત અનુભવને રદ કરવા કરાયેલી દરખાસ્ત
પ્રાથમિક શાળાઓમાં નિર્માણ પામશે આધુનિક ટેકનોલોજીથી સજ્જ LBD લેબ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?