By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    13 minutes ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    1 day ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    3 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    4 days ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઓટોમેશન અને એર ફિલ્ડ રબર ટેકનોલોજીથી બનશે બે ડેમ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

ઓટોમેશન અને એર ફિલ્ડ રબર ટેકનોલોજીથી બનશે બે ડેમ

Editor
Last updated: 2026/07/07 at 4:23 PM
18 minutes ago
Share
ઓટોમેશન અને એર ફિલ્ડ રબર ટેકનોલોજીથી બનશે બે ડેમ
SHARE

રાજયમાં જળ વ્યવસ્થાપન માટે નવી દિશા

ઓટોમેશન અને એર ફિલ્ડ રબર ટેકનોલોજીથી બનશે બે ડેમ

છોટા ઉદેપુરમાં રાજવાસણા ગામ પાસે હેરણ નદી પર રૂ.૮૨.૭૭ કરોડ અને તાપીની અંબિકા નદી પર ૭૯.૧3 કરોડના ખર્ચે નિર્માણ પામશે

૨૦૨૭ સુધીમાં બંને ડેમની કામગીરી સંભવિત પૂર્ણ થશે : જળાશયનું નિર્માણ થતા હજારો હેકટર જમીનને મળશે સિંચાઇનું પાણી

 

અગ્ર ગુજરાત, અમદાવાદ

ગુજરાતમાં જળસંચય અને સિંચાઈ ક્ષેત્રે પ્રથમ વખત અત્યાધુનિક સાઉથ કોરિયન ટેકનોલોજીનો ઉપયોગ કરીને બે ‘એર-ફિલ્ડ રબર ડેમ’નું નિર્માણ થઈ રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના રાજવાસણા ખાતે હેરણ નદી પર અને તાપી જિલ્લાના પાઠકવાડી ખાતે અંબિકા નદી પર કરોડો રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ સાકાર થઈ રહ્યા છે. આ બંને ડેમ પૂર્ણ થયા બાદ હજારો હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળશે, ભૂગર્ભ જળસ્તરમાં વધારો થશે, પૂર અને સિલ્ટની સમસ્યામાં રાહત મળશે તેમજ ખેડૂતોને વર્ષભર પાણીની સુવિધાનો લાભ મળશે. આધુનિક SCADA ઓટોમેશન અને એર-ફિલ્ડ રબર ટેકનોલોજીથી સજ્જ આ પ્રોજેક્ટ રાજ્યમાં જળ વ્યવસ્થાપન માટે નવી દિશા સાબિત થશે.

ગુજરાત સરકાર રાજ્યમાં જળસંચય અને સિંચાઈ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘કેચ ધ રેઈન’ અભિયાનને વધુ વેગ આપવા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં પ્રથમ વખત સાઉથ કોરિયન ટેકનોલોજી આધારિત બે અત્યાધુનિક એર-ફિલ્ડ રબર ડેમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ બંને પ્રોજેક્ટ છોટાઉદેપુર જિલ્લાના રાજવાસણા અને તાપી જિલ્લાના પાઠકવાડી ખાતે સાકાર થઈ રહ્યા છે.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રાજવાસણા ગામ પાસે હેરણ નદી પર અંદાજે રૂ. 82.97 કરોડના ખર્ચે આધુનિક રબર ડેમનું નિર્માણ થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ આગામી સપ્ટેમ્બર 2027 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્‍યાંક રાખવામાં આવ્યો છે. હાલ ડેમનું આશરે 75 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.

આ ડેમમાં 180 મીટર લાંબું અને 3.5 મીટર ઊંચું રબર બ્લેડર લગાવવામાં આવશે, જેના કારણે લગભગ 3.5 મિલિયન ક્યુબિક મીટર (MCM) પાણીનો સંગ્રહ થઈ શકશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ આસપાસના 25 ગામોના 3,420 હેક્ટર વિસ્તારને સિંચાઈ માટે પાણી મળશે. સાથે જ ભૂગર્ભ જળસ્તરમાં વધારો થવાથી પીવાના પાણીની સમસ્યામાં પણ રાહત મળશે. ડેમ સાથે ડાબા કાંઠે 900 મીટર અને જમણા કાંઠે 500 મીટરની ફ્લડ પ્રોટેક્શન વોલ પણ બનાવવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટમાં આગામી 10 વર્ષ સુધી ઓપરેશન અને મેન્ટેનન્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

બીજી તરફ તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામ નજીક અંબિકા નદી પર રૂ. 79.13 કરોડના ખર્ચે જાપાનીઝ ડિઝાઈન આધારિત એર-ફિલ્ડ રબર ડેમનું નિર્માણ થઈ રહ્યું છે. હાલ આ ડેમની 90 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.

તાપી જિલ્લાના ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અહીં પરંપરાગત ચેકડેમ અથવા બેરેજ બનાવવું મુશ્કેલ હોવાથી એર-ફિલ્ડ રબર ડેમનો વિકલ્પ પસંદ કરવામાં આવ્યો છે. આ ડેમમાં ઉપયોગમાં લેવાતું વિશેષ રબર બ્લેડર દક્ષિણ કોરિયાથી મંગાવવામાં આવ્યું છે. તેની જાડાઈ 18થી 32 મીમી છે અને તે 50 ડિગ્રીથી વધુ તાપમાનમાં પણ કાર્યક્ષમ રહે છે. તેનું અંદાજિત આયુષ્ય લગભગ 30 વર્ષ હોવાનું જણાવવામાં આવ્યું છે.

 

ડેમની વિશેષતા

  • કમ્પ્યુટરની મદદથી જ રબર બ્લેડરમાં હવા ભરવાની અને કાઢવાની પ્રક્રિયા કરી શકાશે, જેના માટે અલગથી માનવબળની જરૂર નહીં પડે.
  • પાઠકવાડી રબર ડેમમાં અંદાજે 50 MCM પાણીનો સંગ્રહ થશે, જેના કારણે લગભગ 650 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળશે.
  • આસપાસના કૂવા અને બોરના પાણીના સ્તરમાં વધારો થશે અને સ્થાનિક લોકોને પીવાના પાણીની સુવિધા પણ વધુ મજબૂત બનશે.
  • નિષ્ણાતોના મતે એર-ફિલ્ડ રબર ડેમ પરંપરાગત સ્ટીલ ગેટેડ ડેમ કરતાં વધુ અસરકારક સાબિત થઈ શકે છે. પૂરની સ્થિતિમાં ડેમને ડિફ્લેટ કરી દેતાં નદીનો કુદરતી પ્રવાહ જળવાઈ રહે છે, જમીનનું ધોવાણ અટકે છે અને કાંપ પણ સરળતાથી બહાર નીકળી જાય છે. ભવિષ્યમાં આ ટેકનોલોજી દરિયાના ખારા પાણીને અંદર ઘૂસતું અટકાવવા માટે પણ ઉપયોગી બની શકે છે. આ બંને પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ રાજ્યમાં જળસંચય, સિંચાઈ અને પાણી વ્યવસ્થાપન ક્ષેત્રે એક નવી ટેકનોલોજીકલ ક્રાંતિ સર્જાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

You Might Also Like

 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના 3૮ આરોપીઓને ફાંસી

ગુજરાત પર સંકટ! ૧૫૦૦ કિ.મી. લાંબી વાદળોની પટ્ટી તૂટી પડશે

અમદાવાદના ચંડોળા તળાવમાં પોલીસ ટીમ પર છરીથી હૂમલો, જોઇન્ટ કમિશનર ઘાયલ

વકિલાત એ માત્ર પૈસા કમાવવાનો વ્યવસાય કે ઉદ્દેશ્ય ન હોવો જોઇએ : ગુજરાત હાઇકોર્ટ

ગુજરાતને ઉડતા પંજાબ બનાવવામાં બેંગકોક કેન્દ્ર બિંદુ, શખ્સ ચાર કરોડના ગાંજા સાથે પકડાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
DH કોલેજના ઇતિહાસ ભવન બ્રિજ કોર્સ પ્રોગ્રામનો પ્રારંભ
રાજકોટ

DH કોલેજના ઇતિહાસ ભવન બ્રિજ કોર્સ પ્રોગ્રામનો પ્રારંભ

Editor By Editor 13 minutes ago
કણસાગરા  કોલેજની વિદ્યાર્થિનીઓએ મેળવ્યું યોગ અને ધ્યાનનું વિશેષ ભાથું
જન્માષ્ટમી લોકમેળાને આકર્ષક શીર્ષક આપવા નગરજનો પાસે નામ મંગાવતું તંત્ર
જેતપુરના જાગૃત નાગરિકે મળેલા 60,000 રૂપિયા માલિકને પરત સોંપ્યા
જંગલેશ્વરમાં રસ્તા સહિતના પ્રશ્નોનું નિરાકરણ લાવતા કોંગ્રેસના નગરસેવકો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?