વિરબાઈમાં મહિલા કોલેજમાં ડો.શ્યામાપ્રસાદ મુખર્જી જન્મ જયંતી નીમિતે નિબંધ સ્પર્ધા યોજાઈ
વિજેતા સ્પર્ધકોને શિલ્ડ અને સર્ટિફીકેટ એનાયત કરવામાં આવ્યા : ૮૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત કાર્યરત મેરા યુવા ભારત યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા વિરબાઈમાં મહિલા કોલેજ રાજકોટ ખાતે ડો.શ્યામાપ્રસાદ મુખર્જી જન્મ જયંતી નીમિતે નિબંધ સ્પર્ધા રાજકોટ જિલ્લા યુવા અધિકારી શ્રી સ્વરૂપ દેશભરથાર તથા માય ભારતના રાજુભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રાજકોટ જિલ્લા ભાજપ પ્રેસ મીડિયાના વરિષ્ઠ અગ્રણી અરૂણભાઇ નિર્મળ, વીરબાઈ મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડો. કે. જે. ગણાત્રા; પ્રો.નીતાબેન પરમાર; ડો.માલતીબેન મહેતા તથા રાજુભાઈ રાઠોડ ખાસ ઉપસ્થિત રહી ડો. શ્યામાપ્રસાદ મુખરજી ને પુષ્પાંજલિ અર્પણ કરવામા આવી હતી.
આ પ્રસંગે મુખ્ય વક્તા વીરબાઈ મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડો. કે. જે. ગણાત્રાએ શ્યામાપ્રસાદ મુખર્જીના જીવન પર પ્રેરણાદાયી વક્તવ્ય આપતાં કહ્યું હતું કે “ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી માત્ર રાજકારણી જ નહીં, પરંતુ પ્રખર શિક્ષણવિદ્, રાષ્ટ્રવાદી વિચારક અને ભારતની એકતા-અખંડતાના અડગ ઉપાસક હતા. તેમના વિચારો આજે પણ યુવા પેઢીને રાષ્ટ્રસેવા અને કર્તવ્યનિષ્ઠા માટે પ્રેરણા આપે છે. શિક્ષણ સાથે રાષ્ટ્રપ્રેમ અને સંસ્કારોનું સિંચન થાય તે તેમની જીવનયાત્રામાંથી શીખવા જેવું છે. તેમની જન્મજયંતિએ તેમના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લેવો જોઈએ.
આ કાર્યક્રમ અંતર્ગત ૮૦ વિદ્યાર્થીઓએ નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. વિજેતા ત્રણ સ્પર્ધક વિદ્યાર્થીની (૧) ચૌહાણ રાજશ્રી ડી.; (૨) બારોટ ડિમ્પલ ડી. (૩) ઝાલા પ્રજ્ઞાબા કે. ને શિલ્ડ અને સર્ટિફિકેટ તથા તમામ સ્પર્ધકો ને ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે સર્ટિફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા.


