પડધરી સરકારી કોલેજમાં મોબાઈલનું રાજ, વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સવાલો
સુવિધાનો અભાવ, અનિયમીત સ્ટાફ: તાકિદે યોગ્ય પગલા ભરવા માંગ
અગ્ર ગુજરાત, રાજકોટ
પડધરી ખાતે આવેલ સરકારી કોલેજમાં વિધાર્થી નેતા દ્વારા ઓચિંતાનિ મુલાકાત લેવમાં આવી હતી ત્યારે બપોરના ૧૧:૩૦ થયા તો પણ પ્રિન્સિપાલ કોલેજ આવેલા ન હતા અને જે તે અધિકારી ને ત્યાં પૂછતા તેમણે જણાવેલ કે બીજા કામથી ગયા છે તેવું કહેવા લાગ્યા પણ આ વાત તદન ખોટી છે અધિકારી એક બીજાનું એક બીજાનું ઢાંકે છે પ્રિન્સિપાલ મહિનામાં ૨ થી ૩ વાર જ કોલેજે આવે છે પડધરી તાલુકાની જનતા એકજ જવાબ માંગે છે કે પ્રિન્સિપાલ કોલેજે ક્યારે રેગ્યુલર આવશે બહેનોને વ્યાપક પ્રમાણમાં પ્રશ્નો છે કોઈ સાંભળતું નથી કે નિરાકરણ થતું નથી બહેનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારે અમારા પસંદ વિષયમાં એડમિશન લેવું હોય તો ના પાડે છે અને સેકન્ડ વર્ષમાં પ્રવેશી ત્યારે બીજા વિષય રાખવા હોય તો ના પાડે છે તેમ જવાબ આપે છે કે તમારે એડમિશન લેવું તું ત્યારે કેવાય ને કે આ વિષય માં અમારે જવું છે અને બહેનો ના ટોયલેટમાં વ્યવસ્થિત સાફ સફાઈ કરવામાં આવતી નથી પાણીની વ્યવસ્થા સારી નથી ટોયલેટ ના દરવાજા તૂટેલા છે તે બદલવામાં આવ્યા નથી બહેનો દ્વારા ત્યાંના આચાર્યને રજૂઆત કરેલી હતી તે છતાંય ધ્યાને લેવામાં આવતી નથી ઘણી બધી વ્યવસ્થાઓ ઘટે છે ત્યાંના અધિકારીઓને બેઠા બેઠા પગાર લેવો છે કામ કઈ કરવા નથી આતો અંધેરી નગરી ને ગડું રાજા એના જેવું થયું પ્રિન્સિપાલ નો મહિનાનો પગાર અંદાજીત ૨,૦૦,૦૦૦ જેવો છે અને સાહેબને જે કચેરીમાં રજા મુકવાની હોય ત્યાં રજા મૂકતા નથી વગર રજાએ ઘરે બેસી રે છે સરકાર શ્રી ને એટલી અપીલ છે કે આવા બાબુઓ પર એક્શન લેવામાં અને આ પ્રિન્સિપાલ દ્વારા ઘણા બધા નાણાંકીય હિસાબમાં ગોટાળા કરેલ છે અને આ પ્રિન્સિપાલ પોતાનો સ્વાર્થ જોવે છે કે હું અહીં આવી રીતે કરું તો લોકો મારા વિરુદ્ધ અરજી કરે કે આ પ્રિન્સિપાલ બરાબર નથી પણ તે વસ્તુ શક્ય નથી અહીંજ કામ કરવું પડશે વહેલામાં વહેલી તકે આવા પ્રશ્નો નું નિરાકરણ આવે એવું વિધાર્થી નેતા નિખીલ ભોજાણીની ઉગ્ર માંગ છે
વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ક્યાંક ને ક્યાંક ચેડા થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી થતા વિષયો જેવા કે અંગ્રેજી અને ઇતિહાસ આ બને વિષયો મુખ્ય ગણાતા હોય છે જે કોલેજમાં નવા વર્ષમાં આ વિષય મુખ્ય વિષય તરીકે પ્રિન્સિપાલ કમલ છાયા પોતાની મનમાની તથા દાદાગીરી અને પોતાના સ્વાર્થ માટે થઈ ને સીટો ઘટાડી દેવામાં આવી છે પડઘરીના વિદ્યાર્થીઓનું ભવિષ્ય ‘જોખમમાં મૂક્યું છે હાલના સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઇતિહાસ અને અંગ્રેજી વિષય ખૂબ ઉપયોગી બનતા હોય છે આવા મહત્વના વિષયો માંજ સીટ ઘટાડી દે તો વિદ્યાર્થીને હાલાકીનો સામનો ભોગવો પડે છે આ બંને વિષયોમાં સીટો વધારવામાં નહી આવે તો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડશે.
વિષયમાં સીટો ઘટાડવાની રજૂઆત કેમ કરો છો નવા વર્ષે પણ આ વિષયોમાં સીટો વધારવામાં આવે ગેરહાજર દરમ્યાન કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ કોઈ ઈન્ચાર્જ નિમ્યા હોય તે પણ ગેરહાજર હોય ત્યારે જવાબદાર કોણ ? વિધાર્થી નેતા નિખીલ ભોજાણી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ સાથે ટેલિફોનીક વાત કરેલ તથા રૂબરૂ મુલાકાત કરી તેમને જણાવેલ કે આ બાબતે તપાસ કરવામાં આવશે તે છતાંય આ બાબત પર તેમણે એક્શન લીધેલ નથી જરૂર પડશે તો વિધાર્થીનેતા ઉપવાસ આંદોલન પણ કરશે અને ગાંધી ચિંધ્યા માર્ગે પણ આંદોલન કરશે વિધાર્થી નેતા નિખીલ ભોજાણીએ કોલેજ પાસે આર.ટી.આઈ દ્વારા જવાબ માંગ્યો હતો તો તેમાં પણ તેને છુપાવ્યું હતું સચોટ માહિતી આપી ન હતી.


