By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading:  રાજકોટ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેન જાહેર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 રાજકોટ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેન જાહેર

Editor
Last updated: 2026/07/09 at 3:36 PM
3 months ago
Share
 રાજકોટ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેન જાહેર
SHARE

 રાજકોટ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેન જાહેર

 ચોમાસા દરમ્યાન ખરાબ થયેલા રોડ-રસ્તાના મામલે તંત્રને કામગીરી કરવા તાકીદ : મંજૂર થયેલા ૮૬ કામો સમયસર પૂર્ણ કરવા મુદતમાં 3૧-3-૨૦૨૭ સુધીનો વધારો કરાયો : ગ્રાન્ટનો ઉપયોગ કરનાર ત્રણ ગ્રામ પંચાયતનું સન્માન

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રમુખ સંજય પીપળીયાના અધ્યક્ષસ્થાને એક ખાસ સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન રાજકોટ જિલ્લા પંચાયતની બાકી રહેલી વિવિધ કુલ 8 જેટલી મહત્વની સમિતિઓના ચેરમેનોની સત્તાવાર વરણી કરવામાં આવી હતી. આ નવી સમિતિઓની રચના થવાથી જિલ્લાની વહીવટી અને વિકાસલક્ષી કામગીરીને વધુ વેગ મળશે.

ચોમાસાની ઋતુ અંગે વાત કરતા પ્રમુખે જણાવ્યું હતું કે જિલ્લામાં સારો વરસાદ પડ્યો છે, પરંતુ ખેતી અને જળાશયો માટે હજુ વધુ વરસાદની જરૂર છે. ચોમાસા દરમિયાન ખરાબ થયેલા રોડ-રસ્તાના મામલે તંત્રને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. સ્થાનિક નાગરિકોને અવરજવરમાં કોઈ અગવડતા પડે નહીં તે અમારી સૌથી પહેલી પ્રાથમિકતા રહેશે. વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું નાગરિકો ચુસ્તપણે પાલન કરે અને કટોકટીના સમયે એકબીજાને મદદરૂપ થાય તેવી અપીલ પણ તેમણે કરી હતી.

આ બેઠકમાં માત્ર સમિતિઓની રચના ઉપરાંત જિલ્લા પંચાયત સ્વભંડોળ સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ અંતર્ગત વર્ષ 2022-23થી વર્ષ 2025-26 દરમિયાન મંજૂર થયેલા વિવિધ વિકાસકામોને સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. આ મંજૂર થયેલા કુલ 86 કામો સમયસર પૂર્ણ કરી શકાય તે માટે 31-03-2027 સુધીનો મુદત વધારો આપવાનો મોટો નિર્ણય લેવાયો હતો. આ 86 કામોમાં વર્ષ 2022-23ના 15 કામો, વર્ષ 2023-24ના 3 કામો, વર્ષ 2024-25ના 15 કામો અને વર્ષ 2025-26ના 59 કામોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, જૂન-2025માં યોજાયેલી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી દરમિયાન ટેકનિકલ રીતે સમરસ થયેલી ગ્રામ પંચાયતોને પ્રોત્સાહન આપતો અભિનંદન પ્રસ્તાવ સભામાં રજૂ કરાયો હતો. સરકારની સમરસ ગ્રામ યોજના હેઠળ સર્વસંમતિથી ચૂંટાતી ગ્રામ પંચાયતોને પ્રોત્સાહક અનુદાન આપવાની જોગવાઈ મુજબ, રાજકોટ જિલ્લાની આવી ટેકનિકલ સમરસ થયેલી 7 ગ્રામ પંચાયતો માટે રાજ્ય સરકાર તરફથી રૂ. 34.75 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ યોજનાનો લાભ મેળવનાર તમામ 7 ગ્રામ પંચાયતોના સરપંચોને સામાન્ય સભામાં પ્રોત્સાહક અનુદાનની રકમ એનાયત કરી અભિનંદન પત્ર સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ સમગ્ર જિલ્લામાં નાણાપંચની ગ્રાન્ટના કામો 100% પૂર્ણ કરનારા અન્ય 3 સરપંચોનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

બીજા એક મહત્વના પ્રસ્તાવમાં, રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોની સંસ્કૃતિ અને ઓળખ જાળવી રાખવા માટે અમલમાં મૂકાયેલી ‘MAIN_KEY_START મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજનાMAIN_KEY_END’ અંતર્ગત યોજાયેલી સ્પર્ધાઓના વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ યોજના હેઠળ તાલુકા અને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ નિબંધ સ્પર્ધા અને શ્રેષ્ઠ વક્તૃત્વ સ્પર્ધાનું સફળ આયોજન કરાયું હતું. આ સ્પર્ધાઓમાં ગ્રામ્ય વિસ્તારના કુલ 66 વિદ્યાર્થીઓની પ્રોત્સાહન ઈનામ માટે પસંદગી કરવામાં આવી છે અને તેના માટે કુલ રૂ. 5,60,000ની ગ્રાન્ટ ફાળવાઈ છે. જિલ્લા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર 6 વિદ્યાર્થીઓને જિલ્લા કચેરી ખાતેથી તેમજ તાલુકા કક્ષાના વિજેતાઓને તાલુકા મથકેથી પુરસ્કાર રાશી એનાયત કરવામાં આવશે. તમામ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને જિલ્લા પંચાયત વતી શુભેચ્છાઓ પાઠવી સન્માનિત કરતો પ્રસ્તાવ સભામાં મંજૂર કરાયો હતો.

 

મારી રાજકીય છબીને બદનામ કરવાનું હિતશત્રુઓનું ષડયંત્ર : સંજય પીપળીયા

સામાન્ય સભા બાદ સાસણ પ્રશિક્ષણ વર્ગમાં દારૂ પીધો હોવાના આક્ષેપો મામલે પ્રમુખ સંજય પીપળીયા દ્વારા વળતો પ્રહાર કરવામાં આવ્યો હતો. અને આવી ખોટી વાત ફેલાવાને વિરોધીઓનું ષડયંત્ર ગણાવ્યું હતું. તેમજ કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.

જિલ્લા પંચાયત પ્રમુખ સંજય પીપળીયાએ પોતાના પર લાગેલા કથિત આક્ષેપો અંગે ખુલીને નિવેદન આપ્યું હતું. સાસણ ગીર પંથકમાં યોજાયેલા પ્રશિક્ષણ વર્ગ દરમિયાન તેમના પર દારૂ પીધા હોવાના જે આક્ષેપો સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા લગાવવામાં આવ્યા હતા, તેને પ્રમુખે સખત શબ્દોમાં નકારી કાઢ્યા હતા. તેમણે આ મામલે વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આ માત્ર અને માત્ર વિરોધીઓની ચાલ છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, જે તે સમયે આયોજનમાં મારો આખો પરિવાર, ધારાસભ્યો અને આશરે 350 જેટલા કાર્યકરો રૂબરૂ ઉપસ્થિત હતા. હું કોઈપણ પ્રકારની કથિત હાલતમાં ન હતો. આ તમામ બાબતો તદ્દન ખોટી અને પાયાવિહોણી છે. મને અને મારી રાજકીય છબીને સમાજમાં બદનામ કરવા હિતશત્રુઓ દ્વારા આ એક મોટી સાજિશ ઘડવામાં આવી છે. જોકે, આવા કોઈ પણ વિરોધ કે ખોટા આક્ષેપો વચ્ચે પણ અમે ડગ્યા વગર સતત લોકોની સેવા કરતા રહીશું.

વિવિધ સમિતિના ચેરમેનોની યાદી

  • કારોબારી સમિતિ ચેરમેન: નરશીભાઈ શંભુભાઈ સોજીત્રા 2) સામાજીક ન્યાય સમિતિ ચેરમેન: જગદીશભાઈ દેવજીભાઈ પરમાર 3) શિક્ષણ સમિતિ ચેરમેન: નીલેશભાઈ અમરશીભાઈ હીરપરા 4) આરોગ્ય સમિતિ ચેરમેન: વિલાસભાઈ વલ્લભભાઈ ઢાંકેચા 5) બાંધકામ સમિતિ ચેરમેન: ભારતીબેન મજબુતભાઈ હુંબલ 6) અપીલ સમિતિ: ચેરમેન સંજયભાઈ પોલાભાઈ પીપળીયા 7) મહિલા અને બાળવિકાસ સમિતિ ચેરમેન: કુંદનબેન વિજયદાન માવલ 8) ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિ ચેરમેન: દેવેન્દ્રભાઈ પરબતભાઈ ઝાપડિયા

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ 2026ની થીમનું અનાવરણ

સ્વ.કિશોરભાઈ ટીલારાની પૂણ્યતિથી નિમિત્તે શનિવારે યોજાશે મેગા સર્વરોગ નિદાન કેમ્પ

કોઠારીયા કોલોનીના કોટેશ્વર મંદિરે જટાધારી મહાદેવના શ્રૃંગાર-દર્શન

લગ્નની લાલચે સંબંધ બાંધ્યો, સેંથો પૂરી પત્ની સ્વીકારી, અંતે સોરી કહી સંબંધ તોડી નાખ્યો

મેટોડામાં 6 વર્ષની માસૂમને હેવાનિયતનો શિકાર થતા બચાવતી પોલીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?