એટલાન્ટિસ હિલ્સ શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસરમાં આવતીકાલે વ્યાખ્યાન
પંન્યાસ ગીતાર્થરત્ન વિજયજી મ.સા. પંન્યાસ હીતાર્થરત્ન વિજયજી મ.સા. આદિ દ્વારા “કલ કરે સો આજ કર” વિષય પર માર્ગદર્શન અપાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
પરમ પૂજ્ય જયશેખર મ.સા. ગુરુ ભ. ની પ્રેરણાથી એટલાન્ટિસ હિલ્સ સોસાયટી, શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય, રૈયાધાર રોડ ખાતે પંન્યાસ ગીતાર્થરત્ન વિજયજી મ.સા. પંન્યાસ હીતાર્થરત્ન વિજયજી મ.સા. આદિ ઠાણા દ્વારા રવિવારે તા. ૧૨ જુલાઈ ના સવારે ૯.૩૦ થી ૧૦.૩૦ દરમ્યાન “કલ કરે સો આજ કર” વિષય ઉપર વ્યાખ્યાન નું આયોજન કરવામાં આવેલ છે. પધારનાર ભાવિકોને પ્રભાવના આપવામાં આવશે. આ ધાર્મિક કાર્ય માટે વિમલભાઈ વોરા (૮૮૪૯૪૨૭૭૯૨), ભરતભાઈ મહેતા (૯૮૨૪૪૪૯૮૯૪), પાર્થભાઈ વોરા, ધવલભાઈ મહેતા, પરિનભાઈ પારેખ , કિર્તીભાઈ શાહ, નિશાંતભાઈ વોરા, પરાગભાઈ દોશી, હેનીલભાઈ કોઠારી, બીમલભાઈ મહેતા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. આ ધાર્મિક કાર્ય માટે વિપુલભાઈ દોશી, મહેશભાઈ મણીયાર, નીતેશભાઇ શાહ, ચિરાગભાઈ મહેતા, દિલેશભાઈ શાહ, પંકજભાઈ મડિયા, દીપકભાઈ શેઠ, કપિલભાઈ જસાણી એ સર્વને અનુમોદના પાઠવેલ છે.


