જૈન વિઝન દ્વારા કાલે સમાજના સેવાભાવીઓનું સન્માન કરાશે
મનપાના નવનિયુકત હોદેદારોનું પણ કરાશે અભિવાદન
અગ્ર ગુજરાત, રાજકોટ
સમાજમાં વર્ષો સુધી નિઃસ્વાર્થ ભાવથી સેવા, સંસ્કાર અને સામાજિક ઉત્કર્ષ માટે કાર્ય કરનાર સેવાભાવી વ્યક્તિઓને બિરદાવવાનો ઉમદા પ્રયાસ જૈન વિઝન પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે. “વિચારથી વિઝન, વિઝનથી પરિવર્તન – એક વિઝન… અનેક સેવાયાત્રા…”ના ધ્યેય સાથે કાર્યરત જૈન વિઝન દ્વારા આગામી તા. 14 જુલાઈ, 2026 મંગળવારના રોજ બપોરે 3:30 કલાકે બાલાજી થાળ, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ ખાતે ખાસ આમંત્રિત માટે “શુભેચ્છા સન્માન સમારોહ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રજાના આશીર્વાદથી વિજયી બની લોકસેવાની જવાબદારી સંભાળનાર રાજકોટના પ્રથમ નાગરિક મેયર નેહલભાઈ શુક્લ ડેપ્યુટી મેયર, દક્ષાબેન વસાણી,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સંજયભાઈ પીપળીયા તથા કોર્પોરેશનના પદાધિકારીઓ સંજયસિંહ રાણા હિરેનભાઈ ખીમણીયા, જૈન વિઝનના કાયમી શુભેચ્છક જન પ્રતિનીધી તરીકે ચૂંટાયેલા પરેશભાઈ ઠાકર,ઘશ્યામભાઈ હેરભા, કેતનભાઈ પટેલ, મનીષભાઈ ભટ્ટ, રક્ષિતભાઈ ક્લોલા તથા જૈન સમાજના ગૌરવરૂપ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ એસ પી હિમાંશુ દોશી સાહેબ અને જૈન સમાજના એક માત્ર કોર્પોરેટર ધૈર્યભાઈ પારેખ, શહેર ભાજપ કોષધ્યક્ષ મયુરભાઈ શાહ વગેરેનું અભિવાદન કરવામાં આવશે.
કાર્યક્રમની વિશેષતા એ રહેશે કે સમાજમાં વિવિધ ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને સેવાકીય કાર્યક્રમોમાં પોતાના મધુર અવાજ, આગવી રજૂઆત અને ઉત્તમ સંચાલન કૌશલ્ય દ્વારા સમાજને પ્રેરિત કરનાર જૈન સંચાલકો (Anchors)ને પણ વિશેષ સન્માન અર્પણ કરવામાં આવશે
સમાજના વિવિધ કાર્યક્રમોમાં પોતાના અવાજ, વક્તૃત્વ કળા અને આગવી સંચાલન શૈલી દ્વારા સમાજને પ્રેરિત કરનારા ઉદ્દઘોષકો અનિષ વાધર, હેમલ મહેતા, આશિષ શાહ, નિલેશ શાહ, ઉમેશ શેઠ, ડી.કે.કોઠારી, સંજય મહેતા, મેહુલ રવાણી, સુનિલ કોઠારી, તુષાર મહેતા, ગૌરવ દોશી, જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળા, શ્રીમતી વીણાબેન શેઠ, જયશ્રીબેન શાહ, વર્ષાબેન પારેખ, ભાવના દોશી, જલ્પા પતીરાનું જૈન વિઝન દ્વારા વિશેષ સન્માન અને અભિવાદન કરવામાં આવશે.
કાર્યક્રમનું સંચાલન રૂષાલી સગાલા કરશે. વધુ વિગત માટે નિરવ મહેતા 99240 00055 તથા જૈન વિઝન સંયોજક મિલન કોઠારીનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.


