જિલ્લા અને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહિવટી તંત્ર દ્વારા કરાયેલો ફેરફાર
તાલુકાનો તા.૨૧ અને જિલ્લાનો તા.૨૨મીએ યોજાશે કાર્યક્રમ
અગ્ર ગુજરાત, રાજકોટ
લોકોની સમસ્યા અને પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. જેથી નાગરિકો પોતાના પ્રશ્નો મૂકી શકે અને તેના નિવારણની પ્રક્રિયા થાય જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમમાં ફેરફાર કરી અને દિવસો નક્કી કરવામાં આવ્યાં છે.
નાગરિકોની ફરિયાદ નિવારણ માટે યોજાતા સ્વાગત કાર્યક્રમના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્રની યાદીમાં જણાવાયા અનુસાર, રાજ્યસ્તરેથી આવેલી સુચના મુજબ ચાલુ માસનો જિલ્લા સ્વાગત કાર્યક્રમ આગામી તા. ૨૨ જુલાઈ ને બુધવારના રોજ બપોરે ૩:૩૦ કલાકે યોજાશે. જયારે તાલુકા સ્વાગત કાર્યક્રમ તા. ૨૧ જુલાઈને મંગળવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે યોજાશે.
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને દર માસના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. જિલ્લા કક્ષાએ નાગરિકોની રજુઆતોનું અસરકારક નિવારણ આવી શકે તે માટે હવેથી જિલ્લા સ્વાગત કાર્યક્રમ મહિનાના ચોથા ગુરુવારના બદલે બુધવારે તેમજ તાલુકા સ્વાગત કાર્યક્રમ મંગળવારે યોજાશે.


