By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    3 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    4 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    5 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગુજરાત કેન્સરના ભરડામાં, દૈનિક નવા ૨૦૦ કેસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

ગુજરાત કેન્સરના ભરડામાં, દૈનિક નવા ૨૦૦ કેસ

Editor
Last updated: 2026/07/11 at 4:14 PM
1 hour ago
Share
ગુજરાત કેન્સરના ભરડામાં, દૈનિક નવા ૨૦૦ કેસ
SHARE

ગુજરાત કેન્સરના ભરડામાં, દૈનિક નવા ૨૦૦ કેસ

૨૦૨૫માં રાજયમાં ૭૨,૭૫૯ દર્દીઓ નોંધાયા : ૪૨ ટકા કેસ તમાકુના વ્યસનથી : શ્વાસ નળી, ફેફસા, શ્વરપેટી અને અન્નનળીના કેન્સર મુખ્ય : મહિલાઓમાં બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સર સૌથી વધુ

 

અગ્ર ગુજરાત, અમદાવાદ

હૃદયરોગ પછી કેન્સર આજે માનવજાત માટે સૌથી મોટો અને જીવલેણ પડકાર બનીને ઉભરી આવ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના ‘ગ્લોબલ સ્ટેટસ રિપોર્ટ ઓન કેન્સર’ અનુસાર, આ બીમારી દુનિયામાં મોતનું બીજું સૌથી મોટી કારણ છે. રિપોર્ટમાં ગંભીર ચેતવણી આપવામાં આવી છે કે જો તાત્કાલિક અસરકારક પગલાં લેવામાં નહીં આવે, તો વર્ષ 2050 સુધીમાં વિશ્વમાં કેન્સરના વાર્ષિક કેસ વધીને 3.5 કરોડ થઈ જશે.

હાલમાં વિશ્વમાં દર વર્ષે અંદાજે ૨.૦૬ કરોડ નવા કેસ નોંધાય છે, જેમાંથી 1 કરોડ લોકો જીવ ગુમાવે છે-એટલે કે દરરોજ ૨૭ હજારથી વધુ લોકોના મોત થઈ રહ્યા છે. ભારત અને ખાસ કરીને ગુજરાતમાં પણ કેન્સરની સ્થિતિ અત્યંત ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે.

ICMR ના અંદાજ મુજબ, વર્ષ 2025માં દેશમાં કેન્સરના 15.77 લાખ નવા કેસ નોંધાયા હતા, જેમાં ગુજરાતનો હિસ્સો 72,759 દર્દીઓનો હતો. એક આંકડા મુજબ, ભારતમાં સરેરાશ દર 9 માંથી એક વ્યક્તિને તેના જીવનકાળ દરમિયાન કેન્સર થવાની શક્યતા રહેલી છે.

ગુજરાતમાં નોંધાતા કુલ કેસમાંથી સૌથી વધુ 42 ટકા કેસ તમાકુના સેવન સંબંધિત છે. તમાકુના કારણે મોંનું કેન્સર, શ્વાસ નળી, ફેફસાં, શ્વરપેટી અને અન્નનળીના કેન્સર મુખ્ય છે. પુરુષોમાં મોંઢા અને શ્વાસ નળીના કેન્સરનું પ્રમાણ સૌથી વધુ છે. મહિલાઓમાં બ્રેસ્ટ (સ્તન) અને સર્વાઈકલ (ગર્ભાશયના મુખનું) કેન્સર ઝડપથી વધી રહ્યું છે. અમદાવાદ સિવિલ કેમ્પસ સ્થિત કેન્સર હોસ્પિટલ (GCRI) ના આંકડા જ આ સ્થિતિની ગંભીરતા દર્શાવે છે. વર્ષ 2025માં માત્ર મોં અને ગળાના કેન્સરના જ 5,909 કેસ નોંધાયા હતા, એટલે કે રોજ 16 દર્દીઓ સારવાર માટે આવ્યા હતા. પાંચ વર્ષમાં (2021-2025) આવા 28,352 દર્દીઓને સારવાર આપવામાં આવી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા મોં, સ્તન અને સર્વાઈકલ કેન્સર માટે મોટા પાયે સ્ક્રિનિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. કેન્સરથી બચવા માટેનો એક જ અમોઘ મંત્ર છે વ્યસનમુક્ત જીવન અને પ્રકૃતિ આધારિત આહારશૈલી.

અમદાવાદ સિવિલ કેમ્પસની કેન્સર હોસ્પિટલ- જીસીઆરઆઈમાં મોં અને ગળાના કેન્સરના વર્ષ 2025માં 5909 જેટલા કેસ નોંધાયા છે એટલે કે દરરોજ ૧૬ જેટલા દર્દીને સારવાર અપાઈ હતી. વર્ષ 2021થી 2025 એમ પાંચ વર્ષના સમય ગાળામાં 28,352 દર્દીઓને સારવાર આપવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રકારના કેસમાં સતત વધારો નોંધાયો છે.

કેન્સરના કેસમાં દર વર્ષે ધીમી પણ મક્કમ ગતિએ વધારો

  • વર્ષ 2021: 65,609 કેસ
  • વર્ષ 2024: 71,873 કેસ
  • વર્ષ 2025: 72,759 કેસ (દરરોજના અંદાજે 200 નવા કેસ)
  • 5 વર્ષનો કુલ આંકડો (2021-2025): 3,47,53થી વધુ કેસ

માતાના દૂધમાં પણ જંતુનાશકોની હાજરી!

આજે કેન્સર માત્ર મોટી ઉંમરના લોકોને જ નહીં, પરંતુ નાના બાળકોને પણ ઝપેટમાં લઈ રહ્યું છે. રાસાયણિક ખેતી અને જંતુનાશકોના આડેધડ વપરાશના કારણે નવજાત શિશુ માટે અમૃત સમાન ગણાતા માતાના દૂધમાં પણ હવે યુરિયા અને જંતુનાશકોના અંશો મળી રહ્યા છે. ગુજરાતમાં રાસાયણિક ખેતીના કારણે જમીનનો ઓર્ગેનિક કાર્બન ૦.૫ ટકાથી નીચે જતો રહ્યો છે, જેથી જમીન બંજર અને કઠણ થઈ ગઈ છે અને વરસાદી પાણી જમીનમાં ઉતરતું નથી. જો દેશમાં યુરિયા-DAP ની અબજો રૂપિયાની સબસિડી બચાવીને ‘પ્રાકૃતિક ખેતી’ અપનાવવામાં આવે, તો જમીન પણ બચશે અને માણસનું સ્વાસ્થ્ય પણ સુધરશે.

ડૉક્ટરોની સલાહ

તબીબોના જણાવ્યા અનુસાર, વહેલું નિદાન એ જ કેન્સર સામે બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે. જો નીચે મુજબના લક્ષણો દેખાય તો તરત જ તપાસ કરાવવી જોઈએ. જેમાં મોં કે ગળામાં કોઈ ગાંઠ થવી. મોઢા, જીભ કે હોઠ પરના ચાંદા 3 અઠવાડિયા કરતાં વધુ સમય સુધી સાજા ન થવા. ખોરાક ચાવવામાં, ગળવામાં કે બોલવામાં તકલીફ પડવી. અવાજમાં અચાનક ફેરફાર થવો અથવા અવાજ બેસી જવો. મોઢાની અંદર લાલ કે સફેદ ડાઘ (ચકમા) દેખાવા જેવા લક્ષણો જોવા મળે તો નજરઅંદાજ ન કરવા જોઈએ, તેમ તબીબો કહે છે.

You Might Also Like

દેશની ઊર્જા ક્ષમતામાં ગુજરાતનું ૧૭.૮૨ ટકા યોગદાન

કમલમમાં યોજાનારી બેઠકમાં હાઇકમાન્ડ દ્વારા નો-મોબાઇલ પોલીસી અમલમાં

દ્વારકાના સલાયાના જહાજની ઓમાનના દરિયામાં જળસમાધિ: બે વ્યક્તિના મોત

નગરચર્ચા દરમ્યાન ભગવાન જગન્નાથજીને અપાશે AI અને એન્ટી-ડ્રોનનું સુરક્ષા કવચ

ઓટોમેશન અને એર ફિલ્ડ રબર ટેકનોલોજીથી બનશે બે ડેમ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોકુલધામ પાસોની આવાસ યોજનામાં નર્કાગાર જેવી સ્થિતી
રાજકોટ

ગોકુલધામ પાસોની આવાસ યોજનામાં નર્કાગાર જેવી સ્થિતી

Editor By Editor 3 days ago
રાજકોટ જિલ્લાના ૨૪ ગામોમાં બે મહિના સુધી બિનખેતી પરવાનગીની પ્રક્રિયા સ્થગિત
ચીખલીયામાં રૂરલ એસઓજીનો દરોડો: 17 કિલોથી વધુ ગાંજા સાથે કોઠારિયાનો પેડલર ઝડપાયો
શામપરા ગામની 225 બહેનોનું સુરત ખાતે ભવ્ય સ્નેહ મિલન યોજાયું 
રાજુલા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રેખાબેન મકવાણા દ્વારા અસરગ્રસ્તોને ફૂડ પેકેટનું વિતરણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?